________________
316
।। ભક્તામર તુલ્યું નમઃ II
પામે છે. લોદર તો શરીરનો રોગ છે. તે અતિ ભયંકર જીવલેણ હોવા છતાં પ્રભુના ચરણકમળની ૨જામૃતનું દેહ પર લેપન કરવામાં આવે તો શરીર કામદેવ સમાન સુંદર રૂપને પામે છે.
સૂરિજીએ આ શ્લોકમાં કહ્યું કે પ્રભુના ચરણ-કમળના રજરૂપ અમૃત વડે શરીરને લેપ કરવાથી તેનો દેહ કામદેવ સમાન રૂપાળા શરીરને પામે છે. તેનું તત્ત્વાર્થ સ્વરૂપ જોઈએ તો – સૂરિજીએ ‘ત્વત્પાદપંકજ' શબ્દ વાપર્યો છે. તે સમ્યક્દર્શન, જ્ઞાનપૂર્વક સમ્યક્ ચારિત્ર સ્વરૂપ વિશુદ્ધતાના ભાવો છે. આ શ્લોકના તત્ત્વાર્થને અનુરૂપ શ્રી કુંદકુંદાચાર્યે વિશુદ્ધિના ભાવોની અનુરૂપ વ્યાખ્યા શ્રી પંચાસ્તિકાય સંગ્રહમાં આપી છે :
“અરિહંત-સાધુ-સિદ્ધ પ્રત્યે ભક્તિ ચેષ્ટા ધર્મમાં; અનુગમન શ્રી ગુરુઓ તણું પરિણામ રાગ પ્રશસ્તના.’
,,૫૭
ત્યારબાદ સૂરિજીએ ‘રજોમૃત' શબ્દ વાપર્યો છે. ‘રજોમૃત’ એટલે રજ અને અમૃત એમ બે શબ્દો છે. રજ એટલે અઘાતી કર્મના ૫૨માણુઓ અને અમૃત એટલે શાતાવેદનીય અઘાતી કર્મની પુણ્ય પ્રકૃતિઓ અને ‘દિગ્ધદેહા', આમાં પણ બે શબ્દો છે : દિગ્ધ અને દેહ, દિગ્ધ એટલે પુણ્ય પ્રકૃતિઓનો ઉદય અને દેહ એટલે કાર્યણ શરીર.
શાતાવેદનીય અને અશાતાવેદનીય બંને અઘાતી કર્મના પ્રકારો છે. અશાતાવેદનીય કર્મના ઉદયથી શરીરમાં અનેક પ્રકારના રોગોની ઉત્પત્તિ થાય છે. તેવી જ રીતે બાહ્ય દૃષ્ટિએ જોતાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના સંયોગથી શરીરમાં રોગ ઉત્પન્ન થતાં જ અશાતાવેદનીય કર્મનો ઉદય થાય છે. ‘રજોમૃત' શબ્દમાં શાતાવેદનીય કર્મના ઉદયની વાત છે. અર્થાત્ રોગ એ અશાતા વેદનીય કર્મના ઉદયનો વિપાક છે અને ‘રોમૃત' શાતાવેદનીય કર્મના ઉદયનો વિપાક, તેનું નિવારણ છે.
અર્થાત્ કોઈ પણ પ્રકારના રોગાદિનો ઉદય અશાતાવેદનીય કર્મના પરિપાકરૂપ હોય છે અને તેનું નિવારણ શાતાવેદનીય કર્મના પરિપાકરૂપ હોય છે. આ શાતાવેદનીય કર્મ એટલે પ્રભુના ચરણકમળના ૨જરૂપી અમૃત વડે કાર્યણશરીર પર લેપન કરવું અને લેપન કરવાથી સર્વ રોગોનો, સર્વ કર્મનો નાશ થાય છે અને કામદેવ સમાન શરીર-મોક્ષની પ્રાપ્તિ થાય છે.
સૂરિજીએ વેદનીય કર્મની પ્રધાનતામાં જીવન-મૃત્યુનું રહસ્ય બતાવીને રોગમુક્તિનો ઉપાય પ્રભુના ચરણકમળમાં બતાવ્યો છે. દરેક રોગનું મૂળ પેટ માનવામાં આવે છે. પણ જો તેને નિરોગી રાખવામાં આવે તો કોઈ પણ પ્રકારનો રોગ થતો નથી. તેવી જ રીતે આત્માને નિરોગી રાખવામાં આવે તો કર્મ વગરની અવસ્થા એટલે કે મોક્ષપ્રાપ્તિ થાય છે. આ બંને રોગ અને કર્મથી છુટકારો મેળવવા માટે પ્રભુના ચરણકમળની રજામૃતનું લેપન જ એક માત્ર ઉપાય છે.
સૂરિજી જલોદર રોગની અવસ્થાની વાત પ્રથમ ચરણમાં કરે છે. દ્વિતીય અને તૃતીય ચરણમાં તેમણે બીજી બે અવસ્થાની વાત કરી છે.