________________
જિનભક્તિ
87
શુદ્ધ આત્માઓનાં જ ચેત્યાલયો બને છે.
ચેત્યાલય અને મંદિર : ચેત્યાલય નાનું અને મંદિર વિશાળ હોય છે. અપેક્ષાકૃત ચેત્યાલય પ્રાચીન હોય છે. આવાં ચૈત્યાલયોનો જન્મ મહાપુરુષોની સમાધિ પર થતો હોય છે, જ્યારે મંદિર દેવોત્સવને માટે બનેલાં હોય છે.
ચૈત્ય ભક્તિ : ચૈત્યવૃક્ષ, પ્રતિમા, બિંબ અને જિનાલયોની પૂજા-અર્ચના, ચૈત્ય ભક્તિ કહેવાય છે. કહેવામાં આવે છે કે આ ચૈત્ય ભક્તિની શરૂઆત ભગવાન મહાવીર સ્વામીના પહેલા ગણધર ઇન્દ્રભૂતિ ગૌતમે ‘જયતિ ભગવાન'થી કરી હતી.
આચાર્ય પૂજ્યપાદ ચૈત્ય ભક્તિ વિશે જણાવે છે કે, “શ્રી જિનેશ્વરદેવ ! સુવર્ણ કમળો પર પગ રાખીને ચાલે છે એ ચરણોમાં ઇન્દ્રોના મણિ-જડિત મુકુટ પણ ઝૂક્યા કરે છે. એમની શરણમાં જવાવાળા ક્લુષિત હૃદય અને પરસ્પર વૈરી એકબીજાનો વિશ્વાસ પ્રાપ્ત કરી લે છે.”
સૌધર્મેન્દ્ર જેવા દેવેન્દ્રો પણ પ્રભુના ચરણમાં મસ્તક નમાવે છે અને તે ચરણોમાં શરણે આવીને નમન કરવાવાળા એકબીજાના દ્વેષી કે રાગી મટીને સહૃદયી બની જાય છે.
શ્રી કીર્તિરત્નસૂરિએ ‘ગિરનાર ચૈત્ય-પરિપાટી સ્તવન'માં લખ્યું છે કે, “જે ઉર્જયન્ત પર્વતના અપાપરૂપ મઠમાં બિરાજમાન બહુ જ પ્રાચીન પ્રતિમાઓને પ્રણામ કરવા માત્રથી જ મનુષ્યનાં પાપ દૂર થઈ જાય છે, તે ઉર્જયન્તગિરિની હું વંદના કરું છું.”
વિવિધ ચૈત્યો–સ્તવના અને તેને કરવામાં આવતા નમસ્કાર જ ચૈત્ય ભક્તિ છે. આવી ભક્તિનો લાભ સૌધર્મેન્દ્ર ઇન્દ્રથી લઈને સામાન્ય જનને પણ પ્રાપ્ત થયેલો હોય છે. ચૈત્ય ભક્તિનાં સાધનો પણ અન્ય ભક્તિની ફળશ્રુતિ રૂપે મળતાં મોક્ષપદ'ને પ્રાપ્ત કરે છે.
ઉપરોક્ત દશ ભક્તિ સર્વમાન્ય, સર્વસામાન્ય અને વિવિધ આચાર્યો દ્વારા વર્ણવાયેલી છે. આ ઉપરાંત પણ બીજી બે પ્રકારની ભક્તિ પણ વર્ણવવામાં આવી છે અને તે છે તીર્થંકર ભક્તિ અને સમાધિ ભક્તિ.
૧૧. તીર્થંકર ભક્તિ
'तीर्थं करोतैपति तीर्थंकर : '
પંડિત આશાધરે જણાવેલ આ કથન દ્વારા સ્પષ્ટ થાય છે કે ‘તીર્થને કરવાવાળા તીર્થંકર કહેવાય છે.'
તેઓ આગળ જણાવે છે કે, “તીર્યતે સંસારસાગરો પેન તત્તીર્થમ્'' અર્થાત્ “આ સંસારરૂપી સમુદ્ર જે નિમિત્તથી તરી શકાય છે તે જ તો તીર્થંકર છે.''
કવિ ધનંજયે, દ્વાદશાંગી શાસ્ત્રને જ તીર્થ કહ્યું છે, કારણ કે તેના સહારે ભવસમુદ્રને પાર કરી શકાય છે.''