________________
362 ।। ભક્તામર તુર્થ્ય નમઃ II
कोमल किसलय हारं पवणुव्वेल्लंत गोच्छ चचइयं । बारस गुण तुंगयरं असोग वर पायवं रम्मं ।। तत्तो वि फलिह मइयं तिहुयण - सामित्तणेक्क वर चिंधं । चंदावलि व्व रइयं छत्ततियं धम्मणाहस्स 11 पासेहिं चामराओ सक्कीसाणेहिं दो वि धरियाओ । उक्कुट्ठि सीह-णाओ णिवडंति य दिव्व - कुसुमाई ।। • વનયમાલાહા (૧૭૧)
અહીંયાં પ્રતિહાર્યોનું જે વર્ણન ક૨વામાં આવ્યું છે તેમાં દિવ્યધ્વનિનો ઉલ્લેખ કરવાનું રહી ગયું છે. છતાં પણ રચનાકારે અહીંયાં અષ્ટ-મહાપ્રતિહાર્યોનું જ નિરૂપણ કર્યું છે એમ કહેવામાં આવે છે.
‘કુવલયમાલાકહા' પછી તરત ઈ. સ. ૭૮૪માં પુન્નાટસંધીય શ્રી જિનસેનના ‘હરિવંશ પુરાણ'માં ઈ. સ. ૮૩૬-૮૫૦ની વચ્ચે થયેલા પંચસ્તૂપાન્વય'ના સ્વામી વી૨સેનના શિષ્ય જિનસેનના ‘આદિપુરાણ'માં તથા ત્યારપછીના દિગમ્બર મધ્યકાલીન સાહિત્યમાં પ્રતિહાર્યોના ઉલ્લેખ મળતા રહ્યા છે. જેવી રીતે શ્વેતામ્બર સાહિત્યમાં આવા ઉલ્લેખો મળી આવે છે તેવી રીતે ત્યાં પણ મળી આવે છે.
અષ્ટ-મહાપ્રતિહાર્યોની પ્રાચીન જિન પ્રતિમાઓ સાથે સંલગ્નતાના સંદર્ભમાં શું સ્થિતિ હતી તે જોઈએ તો કુશાનકાલીન તથા ગુપ્તકાલીન મથુરા, અહિચ્છત્રા અને વિદિશાનાં દૃષ્ટાંતોમાં પ્રતિહાર્યોની ઉપસ્થિતિ અને એની સંખ્યા માટે કોઈ નિયમ હોય એવું જાણવા મળતું નથી. આ પ્રતિહાર્યોની સંખ્યા ક્યાંક ત્રણ, ક્યાંક ચાર તો ક્યાંક વળી પાંચ પણ મળી આવે છે. ક્યાંક અશોકવૃક્ષ બતાવવામાં આવ્યું છે તો કોઈક જગ્યાએ તો ફક્ત ભામંડળ જ લેવામાં આવ્યું છે. સિંહાસન લગભગ બધી જ પ્રતિમાઓમાં કંડારાયેલું જોવા મળે છે. પરંતુ ચામરધારી યક્ષો કે દેવો મળે પણ છે અને નથી પણ મળતા. ક્યારેક ચામરધારી દેવોને સ્થાને આરાધકોની આકૃતિ પણ મળી આવે છે. છત્ર પ્રતિહાર્યના સંબંધમાં જોવા જોઈએ તો તે ગુપ્તયુગના પ્રારંભ સુધી પ્રતિમાના ભામંડળની ઉપરના ભાગ સાથે સંલગ્ન ન રહેતા પ્રતિમાના પાછળના ભાગમાં જોડાયેલી સ્તંભિકા સાથે જોડી દઈને અધ્ધર રાખી દેવામાં આવતા હતા અને આ પણ છત્રત્રય અર્થાત્ ત્રણ છત્ર ન રહેતાં માત્ર એક છત્ર જ રહેતું હશે. જેવી રીતે બુદ્ધની પ્રતિમામાં રહેતું હતું તેવી રીતે લગભગ ઈ. સ. સાતમી સદી પછીના સમયથી પ્રતિમા સાથે સંલગ્ન પ્રતિહાર્યોની સંખ્યામાં વૃદ્ધિ થયેલી જોવા મળે છે ત્યારથી છત્ર પણ ક્યાંક ક્યાંક છત્રત્રયના રૂપમાં દૃષ્ટિગોચર થવાનો પ્રારંભ થયો. દેવદુંદુભિ પ્રતિહાર્ય મળી જ જાય એવો કોઈ નિયમ ન હતો. પુષ્પવૃષ્ટિ તો આકાશગામી વિદ્યાધરો દ્વારા દર્શાવવામાં આવતી હતી. જ્યારે દિવ્યધ્વનિને તો શિલ્પમાં કંડારવાનું મુશ્કેલ છે જે સમજી શકાય તેવી વાત છે. તેથી આ પ્રતિહાર્યની હાજરી શક્ય ન હતી.
શ્વેતામ્બર સાહિત્યમાં અષ્ટ-મહાપ્રતિહાર્યોથી સંબંધિત બે ભિન્ન અભિગમો સ્પષ્ટ રૂપથી