________________
130 * ભક્તામર તુર્થ્ય નમઃ ॥
‘શ્રેયાંસનાથ ચરિત્ર’ની રચના કરી હતી.
(૧૦) માનતુંગ : ભક્તામર સ્તોત્ર'ના રચયિતા.
ઉપરોક્ત દસ માનતુંગોમાંથી નં. ૮ અને નં. ૯ ઇતિહાસમાં પ્રસિદ્ધ છે જેમાંથી કોઈ પણ ‘ભક્તામર સ્તોત્ર'ના રચનાકાર હોઈ શકે. નં. ૬વાળા માનતુંગ કાલ્પનિક લાગે છે. નં. ૭વાળા ‘ભયહરસ્તોત્ર'ના કર્તા માનતુંગ, નં. ૪ અને નં. ૫માંથી કોઈ એક હોઈ શકે છે. અને બંનેથી સ્વતંત્ર કોઈ બીજા માનતુંગ પણ હોઈ શકે છે. નં. ૧ થી ૩ જુદા જુદા માનતુંગ પ્રતીત થાય છે.
વિન્ટરનિટ્સે એવી સંભાવના વ્યક્ત કરી છે કે ભક્તામરકાર ક્લાસિકલ સંસ્કૃત યુગના કવિ હોવા જોઈએ એવું તેમને શ્રી માનતુંગસૂરિની ભક્તામર સ્તોત્ર'ની ભાષા અને શૈલીના આધારે લાગે છે.
હર્મન યકોબીનો મત પણ તેમને લગભગ ૭મી સદીમાં રાખવાનો છે. મયૂર, બાણ અને ધનંજય પણ આ જ સમયમાં થયા હોવાનું સમર્થન કરે છે.
ડૉ. જ્યોતિપ્રસાદ જૈને પણ ભક્તામરકાર માનતુંગનો સમય ૭મી સદી જ નક્કી કર્યો છે.
પંડિત અમૃતલાલ શાસ્ત્રીએ પૂર્વાપર પ્રભાવોનું વિશ્લેષણ કરીને નિશ્ચિત કરી દીધું છે કે ૧૨મી સદી પહેલાં ઘણા વિદ્વાનોએ ભક્તામર સ્તોત્રના પદ્યનો ઉપયોગ (ઉધૃત) કર્યો છે.
ઉદાહરણ રૂપે ‘કલ્યાણમંદિર સ્તોત્ર' પરનો ભક્તામર સ્તોત્રનો સ્પષ્ટ પ્રભાવ બધા જ વિદ્વાનોએ સ્વીકૃત કર્યો છે. અભિમાન મેરુ પુષ્પદંતના ‘શિવમહિમ્ન સ્તોત્ર' (૧૦મી સદી), જિન સ્વામીનું આદિપુરાણ (૯મી સદી), હરિભદ્રસૂરિની શાસ્ત્રવાર્તાસમુચ્ચય (૮મી સદી) પર પણ ‘ભક્તામર સ્તોત્ર'નો પ્રભાવ ક્યાંક ને ક્યાંક જોવા મળે છે.
પંડિત અમૃતલાલ શાસ્ત્રી કહે છે કે, “એ પણ સુસ્પષ્ટ છે કે ભક્તામરકાર વૈદિક કે બ્રાહ્મણીય સાહિત્યથી ભલીભાંતિ પરિચિત હતા અને તેમના સંસ્કારોથી પણ કદાચ પ્રભાવિત હતાં.’૭
ડૉ. શેખરચંદ જૈન આ સંદર્ભમાં જણાવે છે કે, “આ બધાં તથ્યોના પરિપ્રેક્ષ્યમાં મને તો એવું લાગે છે કે માનતુંગ મૂલતઃ એક બ્રાહ્મણ ધર્માનુરાગી વિદ્વાન અને સુકવિ હતા. જૈન ધર્મથી આકર્ષિત થઈને તેઓ એક જૈન શ્રાવક બન્યા. કદાચ કોઈ શ્વેતામ્બર સજ્જન (સ્ત્રી કે પુરુષ)ની પ્રેરણાથી, ત્યારબાદ સંભવતઃ કર્ણાટકના કોઈ દિગમ્બરાચાર્યના પ્રભાવથી તેઓ દિગમ્બરમુનિ બની ગયા હોય.’’૮
આ ઉપરથી માનતુંગ કઈ જાતિના અને કયા સમયમાં થયા એ કહેવું ખૂબ મુશ્કેલ જણાય છે.
શ્રી કટારિયાજી જણાવે છે તે મુજબ, આ નિર્માણકથાઓ કેટલી અસંગત, ૫રસ્પર વિરુદ્ધ અને અસ્વાભાવિક છે એ વિચારકોથી છુપાયેલું નથી. કોઈક કથામાં માનતુંગને રાજા ભોજના સમયમાં બતાવ્યા છે, તો કોઈકમાં કાલિદાસની સાથે તો કોઈકમાં બાણ-મયૂર વગેરેના સમયના