________________
જિનભક્તિ ૐ 67
ચારિત્ર-વિનય જ શ્રદ્ધાની તીવ્રતા-ભક્તિનું રૂપ ધારણ કરી લે છે. ઉચ્ચકોટીના ચારિત્ર ધારણ કરેલામાં શ્રી જિનેશ્વરદેવ અને અન્ય મહાપુરુષોનો સમાવેશ થાય છે. તેમના પ્રત્યેનો આદર એટલે ચારિત્ર-વિનય. જે ભક્તિનું રૂપ ધારણ કરે છે. ભક્તિમાં, તલ્લીનતામાં એકાગ્રતા હોય છે. તેથી જ ભક્ત તરૂપ ધારણ કરી શકે છે અર્થાત્ ચારિત્રવાન જેવા બની શકે છે. આત્મા પરમાત્મા સ્વરૂપ ધારણ કરી શકે છે. મોક્ષનું સુખ વિનય દ્વારા પ્રાપ્ત થાય છે. વિનય દ્વારા જ્ઞાનનો લાભ, દર્શનમાં શ્રદ્ધા અને ચારિત્રમાં નિષ્ઠા પ્રાપ્ત થાય છે જે મોક્ષ તરફ ઊર્ધ્વગતિ કરવામાં સહાયભૂત થાય છે.
૬. મંગલ
‘મંગ’નો અર્થ થાય છે સુખ અને સુખને લાવવાવાળો મંગલ કહેવાય છે. મંગલ શબ્દની વ્યુત્પત્તિ કરતાં આચાર્ય યતિ વૃષભે ‘તિલોયપણત્તિ’માં લખ્યું છે કે, “જે મલોને ગળાવે છે, વિનિષ્ટ કરે છે, ઘાત કરે છે, દહન કરે છે, હણે છે, શુદ્ધ કરે છે અને વિધ્વંસ કરે છે તેને મંગલ કહે છે.’’
અર્થાત્ આત્મા પર લાગેલા પાપરૂપી મલને ગળાવે છે, તેનો નાશ કરે છે, ઘાતિ અને અઘાતિ કર્મોનો ઘાત કરે છે, તેનું દહન કરે છે. પાપથી આત્માને પર કરી શુદ્ધ કરીને મોક્ષગામી બનાવવા ઉન્નત કરે છે તે મંગલ.
મંગલના પ્રકાર : આચાર્ય યતિ વૃષભે ‘તિયોલપણતિ'માં મંગલના છ પ્રકાર ણાવ્યા છે તે આ પ્રમાણે છે : નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ.
(૧) નામ-મંગલ : પંચપરમેષ્ઠીઓનાં નામને નામ-મંગલ કહે છે. ભગવાનના સહસ્રનામ નામ-મંગલમાં જ સમાવિષ્ટ થયેલાં છે.
(૨) સ્થાપના-મંગલ : આકાર રૂપે અર્થાત્ મૂર્તિ સ્વરૂપે અને નિરાકાર રૂપે અર્થાત્ ભાવરૂપથી સ્થાપિત ક૨વામાં આવેલ ભગવાનની સ્તુતિ આદિ જે ક૨વામાં આવે છે તે સ્થાપના-મંગલ છે.
(૩) દ્રવ્ય-મંગલ : દ્રવ્ય સહિત ભક્તિ કરવામાં આવે છે તેને દ્રવ્ય-મંગલ કહેવામાં આવે છે. (૪) ક્ષેત્ર-મંગલ : તીર્થક્ષેત્રોની ભક્તિને ક્ષેત્ર-મંગલ કહેવામાં આવે છે.
(૫) કાલ-મંગલ : ભગવાનનાં વિવિધ કાર્યોથી પવિત્ર થયેલા કાલની સ્મૃતિમાં પૂજા આદિ કરવા અને મહોત્સવ મનાવવો તે કાલ-મંગલ છે. નંદીશ્વરદ્વીપ સંબંધી પર્વનો આમાં સમાવેશ થયેલો છે.
(૬) ભાવ-મંગલ : કર્મ-મલથી રહિત થયેલા શુદ્ધ આત્માનું ચિંતન કરવાને પણ ભાવ-મંગલ કહેવાય છે. ભગવાનના શુદ્ધ આત્માનું ધ્યાન કરવાથી સાધકનો આત્મા પણ શુદ્ધ અને નિર્મળ થઈ જાય છે. બધાં કર્મ-મલો નાશ પામે છે અને અનંત સુખ પ્રાપ્ત થાય છે. તેથી ભાવ-મંગલ જ સર્વશ્રેષ્ઠ અને શ્રેયસ્કર છે.