________________
88 ક || ભક્તામર સુભ્ય નમઃ |
આચાર્ય શ્રુતસાગરે, “રત્નત્રયીને તીર્થ માન્યું છે, કારણ કે એના અભાવ થકી સંસારથી, છુટકારો નથી થઈ શકતો.”
તાત્પર્ય કે તીર્થની સ્થાપના કરવાવાળા તીર્થકર કહેવાય છે અને તેનું આલંબન લઈને જ સંસાર-સમુદ્રરૂપ ભવભ્રમણના ફેરામાંથી મુક્તિ મળે છે. આ મુક્તિ જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ રત્નત્રયી દ્વારા જ શક્ય બને છે. તથા સંસારના આવાગમનથી મુક્ત કરાવવા માટેનું નિમિત્ત તીર્થ છે. તે નિમિત્તરૂપ તીર્થના વિધાતા હોવાને કારણે સર્વજ્ઞ શ્રી જિનેશ્વરદેવ તીર્થકર કહેવાય છે.
સાધુ અને તીર્થકરમાં તફાવત : મોક્ષ' લક્ષ્યની પ્રાપ્તિ અર્થે એક જ માર્ગના પ્રવાસી હોવા છતાં સાધુ અને તીર્થંકરમાં તફાવત હોય છે. તીર્થકર મૌલિક-માર્ગના અષ્ટા હોય છે, સાધુ નહીં. આ જ કારણે તીર્થકરની આગળ ધર્મચક્ર ચાલે છે.
તીર્થકર નામકર્મનો બંધ વર્તમાન પહેલાંના ભવોમાં બંધાય છે. અને તેના ઉદયથી તીર્થકર પદની પ્રાપ્તિ થાય છે. જ્યારે તીર્થકર ભગવાન માતાના ઉદરમાં ગર્ભાવસ્થામાં હોય છે, ત્યારે માતાને ચૌદ સ્વપ્ન દેખાય છે. સાધુની માતાએ એક પણ સ્વપ્ન જોયું છે એવો કોઈ ઉલ્લેખ નથી. તીર્થકરના અવનકલ્યાણક, જન્મકલ્યાણક, દીક્ષા કલ્યાણક, કેવળજ્ઞાનકલ્યાણક અને નિર્વાણ કલ્યાણક પાંચે કલ્યાણકોના મહોત્સવ મનાવવામાં આવે છે. સાધુના આવા કોઈ પણ અવસર પર ઉત્સવ મનાવવામાં આવતો નથી. તીર્થકર ભગવાનને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થતાં દેવો દ્વારા સમવસરણની રચના કરવામાં આવે છે, તેના સિંહાસન પર બિરાજમાન થઈને તેઓ ૧૪ પૂર્વ અને ૧૨ અંગોનો ઉપદેશ આપે છે. એમનો ધ્વનિ ‘દિવ્યધ્વનિ' કહેવાય છે. સાધુને ન તો સમવસરણની વિભૂતિઓ પ્રાપ્ત થાય છે, અને ન તો દિવ્યધ્વનિ. તીર્થકરના આઠ પ્રતિહાર્યો હોય છે : અશોકવૃક્ષ, સિંહાસન, ચામર, છત્ર, ભામંડળ, પુષ્પવૃષ્ટિ, દિવ્યધ્વનિ અને દુભિ સાધુને આમાંથી કંઈ નથી હોતું. સાધુ તો તીર્થંકર પરમાત્માના બતાવેલા માર્ગ પર ચાલીને જ શાશ્વત સુખની પ્રાપ્તિ કરી શકે છે.
તીર્થકરોની સંખ્યા : ભરતક્ષેત્રમાં વર્તમાનકાળમાં ચોવીસ તીર્થંકરો છે. ભૂત અને ભવિષ્ય દરેકમાં પણ ચોવીસ તીર્થકરો હોય છે. વર્તમાન ચોવીસીમાં પ્રથમ તીર્થકર શ્રી આદિનાથ ભગવાન અને અંતિમ ચોવીસમા તીર્થંકર શ્રી મહાવીર સ્વામી ભગવાન છે.
ભરતક્ષેત્ર સિવાયના મહાવિદેહ ક્ષેત્રમાં હાલમાં ૨૦ વિહરમાન ભગવાન છે. જેમાં સમન્વર સ્વામી પણ છે. અત્યારના સાહિત્યમાં અનેક સ્તુતિ-સ્તોત્ર એવાં છે, જેનો સંબંધ સીમધુર સ્વામીની ભક્તિના પ્રસાદ રૂપે રચાયેલો છે.
તીર્થકર ભક્તિઃ આચાર્ય કુંદકુંદ ‘ભાવપાહુડીમાં લખે છે કે,
વિસય વિરત્તો સમણો છદ્ર સવર કારણાઈ ભાલણ |