________________
356 / ભક્તામર તુલ્યુ નમઃ |
નૈષધ-ચરિત્રના તૃતીય સર્ગના ૧૦૩-૧૦૪ શ્લોકનું અવલોકન કરતાં જણાય છે કે કામની દસ દશાનું વર્ણન કરવા માટે કવિરાજે પ્રત્યેક દશાને ઉદ્દેશીને એક એક પદ્ય રચ્યું નથી. એક સ્થળે તો બે દશાનું એક જ પદ્ય દ્વારા વર્ણન કર્યું છે જ્યારે એક સ્થળે એક દશાનું વર્ણન કરવા માટે બે શ્લોકો રચાયા છે. વળી દશ દશાનું વર્ણન ક્રમપૂર્વક પણ ત્યાં કરવામાં આવ્યું નથી. આથી સૂચવાય છે કે મહાકવિની કૃતિમાં “ચિ” માટે અવકાશ છે એ ભૂલવા જેવું નથી. આવી પરિસ્થિતિમાં ૩૯મા પદ્યને પ્રક્ષિપ્ત જ માનવું એ શું એક પ્રકારનું સાહસ નથી ? વિશેષમાં આનો પ્રક્ષેપ કાલ ૪૩માના જેટલો અર્વાચીન નથી. એ માન્યતાનું કલ્યાણમંદિરને ભક્તામરની અનુકૃતિરૂપ માનવી-કલ્પના ઉપર જ ચણાયેલી છે. એ વાત ધ્યાનમાં લેવા જેવી નથી કે ?''
શ્રી જ્યોતિ પ્રસાદ જૈનને પાશ્ચાત્ય વિદ્વાન શ્રી હર્મન યાકોબી સામે જ ફરિયાદ રહી છે તેમાં પહેલી વાત તો એકે શ્રી હર્મન યાકોબીની સમક્ષ દુર્ગાપ્રસાદ શાસ્ત્રી દ્વારા ઈ. સ. ૧૮૯૬માં સંપાદિત ભક્તામર સ્તોત્ર હતું અને ત્યાં શ્રી દુર્ગાપ્રસાદ શાસ્ત્રી દ્વારા આપવામાં આવેલા દિગમ્બર પાઠના ચાર અતિરિક્ત પદ્યવાળું ગુચ્છક અને તેના પર કરવામાં આવેલી ટિપ્પણી શ્રી હર્મન યાકોબીએ જરૂરથી જોઈ હશે. તેઓએ તેના પર કોઈ પણ જાતની ટિપ્પણ ન કરી, કારણ કંઈ પણ હોય. બીજી વાત કે શ્વેતામ્બર પાઠમાં ૩૯ અને ૪૩ અને દિગમ્બર પાઠમાં ૪૩ અને ૪૭ આ બે શ્લોકને શ્રી હર્મન યાકોબી પ્રક્ષિપ્ત માને છે તેના ઉત્તર રૂપે શ્રી હીરાલાલ કાપડિયાએ વિસ્તૃત ચર્ચા કરી છે તેના આધારે આ બંને બ્લોક કે બંનેમાંથી એક પણ શ્લોક પ્રક્ષિપ્ત નથી એવું તેઓનું માનવું છે. શ્રી જ્યોતિ પ્રસાદ જેને આનો ઉલ્લેખ કર્યો નથી. તેમની સામે પણ આ ગ્રંથો રહ્યો હશે પરંતુ કંઈ પણ કારણસર તેમણે શ્રી હીરાલાલ કાપડિયાનાં આ મંતવ્યોનો ઉલ્લેખ કર્યો નથી. દિગમ્બર કૃતિઓ વિશેષ કરીને ૧૭મી સદીમાં થયેલા શ્રી બ્રહ્મચારી રાયમલ્લ અને શ્રી વિશ્વનાથ ભટ્ટારકની રચનાઓ ગૂંથાયેલી છે. જે સમયકાળમાં શ્રી હર્મન યાકોબીએ પદ્યસંખ્યા સંબંધમાં લખ્યું એ સમયમાં દિગમ્બર સ્તોત્ર સાહિત્યમાંથી ઘણાં બધાં સ્તોત્ર અપ્રકાશિત હતા. તેથી જ તેમની સમક્ષ આ વધારાના શ્લોકોવાળા ગુચ્છકો આવ્યા નહીં હોય તેમ માની શકાય છે.
અષ્ટમહાપ્રતિહાર્યો આ ૪૪ અને ૪૮ શ્લોકવાળી ચર્ચાનું કેન્દ્ર રહ્યાં છે. અષ્ટમહાપ્રતિહાર્યોમાં પૂરેપૂરાં આઠ પ્રતિહાર્યો જ હોવાં જોઈએ નહીં કે માત્ર ચાર જ મહાપ્રતિહાર્યો. આ વિષય પર ઊંડાણપૂર્વક ચર્ચા થવી અપેક્ષિત છે. પરંતુ બંને સંપ્રદાયના નિગ્રંથો અને નિર્ગથેતર વિદ્વાનોએ પણ આ તરફ ધ્યાન આપ્યું નથી. શ્રુત સાહિત્યમાં આ અષ્ટમહાપ્રતિહાર્યોનું સ્થાન શું રહ્યું છે તે વિશે જોઈએ તો લગભગ ઈ. સ. ૩૫૦ અથવા ૩૬૩માં સંકલન પામેલ “સ્થાણાંગ સૂત્ર' આઠમા સ્થાને પણ અષ્ટમહાપ્રતિહાર્યોનો કોઈ ઉલ્લેખ નથી. સ્થાણાંગસૂત્રના સમકાલીન સમવાયાંગ સૂત્રમાં ૩૪મા સ્થાન પર તીર્થકરોના વૈભવ અને મહિમાસૂચક ૩૪ અતિશયો તો ગણવામાં આવ્યા છે. પરંતુ ત્યાં આઠમા સ્થાને પણ અષ્ટમહાપ્રતિહાર્યોનો ઉલ્લેખ નથી. આ ૩૪ અતિશયોમાંથી જેને પાછળથી “દેવકૃત' ગણવામાં આવ્યા છે એવા સાત અતિશય દ્રવ્યમય છે. જેમકે વાળ સૂત્ત સમપાય સૂક્ત ર માં જણાવ્યા પ્રમાણે