________________
232 ।। ભક્તામર તુલ્યું નમઃ ।।
કરવામાં
અન્ય દીવો પ્રગટાવવામાં શુભનિમિત્ત બને છે. જ્યારે અન્ય પ્રકાશિત પદાર્થો સૂર્ય, ચંદ્ર, તારા આદિની બાબતમાં આમ કહી શકાય તેવું નથી. તેઓ બધા પ્રકાશિત છે. પણ દીવાની જેમ અન્યને પણ પ્રકાશિત કરવામાં, નવા ચંદ્ર, સૂર્ય કે તારા પ્રગટાવવામાં સહાયભૂત થતા નથી. વળી જે જીવને કેવળજ્ઞાન પ્રગટાવવું હોય તે જીવને અન્ય કેવળીના નિમિત્તની જરૂ૨ છે જ. તે વિના કેવળજ્ઞાન પ્રગટાવી શકાતું નથી. આમ જે કાર્ય દીવો કરે તે જ કાર્ય કેવળજ્ઞાન કરે છે. એ અપેક્ષાએ કેવળજ્ઞાન માટે દીપક એ સૌથી ઉચિત રૂપક જણાયું છે.
‘દીવે દીવો પ્રગટે' – એક દીપક વડે અનેક દીપકોને સ્પર્શ કરાવીને પ્રજ્વલિત કરી શકાય છે. તેવી જ રીતે શ્રી જિનેશ્વરદેવના કેવળજ્ઞાનરૂપી અપૂર્વ દીપકના ભાવ-સ્પર્શથી આપણા આત્માનો દીપક પણ તત્ સ્વરૂપ પ્રકાશમાન બની શકે છે. આત્મા-પરમાત્મા સ્વરૂપ બની જાય છે. એટલે કે આત્મા અને પરમાત્મામાં કોઈ જ તફાવત રહેતો નથી. જૈન ધર્મમાં પરિવર્તનનો આ મહાન સિદ્ધાંત છે. આપણે પણ પ્રભુસ્વરૂપ બની શકીએ છીએ અને એ ત્યારે શક્ય બને છે કે જ્યારે આત્મા પર લાગેલા ઘાતી અને અઘાતી કર્મોના આવરણને દૂર કરી શકીએ. કેવળજ્ઞાનરૂપી દીપકને અંતરમાં ધારણ કરનાર પ્રભુમાં એવી મહાન સિદ્ધિ છે કે તે ચરમને પણ પરમ બનાવી શકે છે. માત્ર જરૂ૨ છે આત્માની સાધનાભક્તિ દ્વારા પરમાત્માના ભાવ-સ્પર્શની. જ્ઞાનાવરણીય કર્મના આવરણથી મુક્ત થાય તો આત્મા તેના નિજ સહજ આત્મિક સ્વરૂપને પ્રાપ્ત કરી લે છે અને કેવળજ્ઞાનરૂપી પ્રકાશથી અનંતજ્ઞાનમય બને છે. નવા દીપક પ્રગટાવવાનું કાર્ય સૂર્ય, ચંદ્ર કે તારા કરી શકતા નથી તેથી દીપક એ જ કેવળજ્ઞાન માટે ઉત્તમ અને ઉચિત ઉપમાન છે.
સૂરિજીએ ‘રીપોડપર:' - શબ્દ પ્રયોજ્યો છે. તેનો અર્થ થાય છે કે હે જિનેશ્વરદેવ ! આપ કોઈ જુદા જ પ્રકારના દીપક છો. એમ કહીને પ્રભુના કેવળજ્ઞાન તરફ નિર્દેશ કરેલ છે, અને તે જ્ઞાન અદ્વિતીય છે. અર્થાત્ પ્રભુના કેવળજ્ઞાન જેવું જ્ઞાન બીજા કોઈ સંસારી જીવને હોતું નથી. ઉપરાંત સૂરિજીએ ‘ખત્પ્રાશઃ' શબ્દ વાપર્યો છે. તેનો અર્થ જગતને પ્રકાશનાર છો - જગતના સ્વરૂપને પ્રગટ કરનાર છે. અર્થાત્ જગતમાં રહેલાં અનંતાનંત પદાર્થોના દ્રવ્યસ્વભાવ અને પર્યાયસ્વભાવને બતાવનારા છે.
સામાન્ય દીવો આપણને કોઈ પણ વસ્તુ જોવામાં સહાયભૂત થાય છે. પરંતુ વસ્તુના સ્વભાવ કે ગુણદોષને જાણવામાં આ દીવાનો પ્રકાશ કંઈ પણ મદદ કરી શકે નહિ. વસ્તુના ગુણદોષની જાણકારી જ્ઞાન દ્વારા મેળવી શકાય છે. એટલે કે વસ્તુ વિશેની જાણકારી એ જ્ઞાનનો વિષય તેમજ તેનું કાર્ય છે. તેવા અર્થમાં ‘જ્ઞાનપ્રકાશક છે' એમ શાસ્ત્રોમાં કહેવામાં આવેલ છે. તેથી જ ત્રણ લોકમાં રહેલા અનંતાનંત પદાર્થોના દ્રવ્યસ્વભાવ અને પર્યાયસ્વભાવને જાણનારા પ્રભુનું કેવળજ્ઞાન અલૌકિક તેમજ અદ્વિતીય છે.
જગતમાં જ્ઞાન જ સર્વસ્વ છે. ધર્મ-અર્થ-કામ-મોક્ષ એ ચારે પુરુષાર્થ જ્ઞાનમાં સમાયેલા છે. પ્રભુને એ કેવળજ્ઞાનરૂપી દીપક બહારના કોઈ પણ સાધન વગર સ્વયંભૂપણે પ્રગટ્યો છે. ઇન્દ્રિયો