Book Title: Bhaktamar Tubhyam Namaha
Author(s): Rekha Vora
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 534
________________ સાધનાની કેડીએ કે 515 આંતરવાણી વહેતી મૂકવાની શક્તિ અભ્યાસ, પુરુષાર્થ, ધીરજ અને સૌથી વિશેષ તો પ્રભુકૃપા માગી લે છે. પ્રાર્થના એ પુરુષાર્થ છે. પ્રભુકૃપા તેનું ફળ છે. પરમાત્માની કૃપા સતત વહેતી હોય છે. તેના પ્રભાવથી મનુષ્યને શુભ કાર્ય માટે પ્રેરણા મળે છે, એમાં તે જોડાઈ શકે છે. ધર્મ કરવામાં પુરુષાર્થનું મહત્ત્વ છે. પુરુષાર્થ કરનારના ઉપર પરમાત્માની કરુણા કૃપા રૂપે પ્રગટ થાય છે. કૃપા એટલે પરમાત્માની સક્રિય થયેલી શક્તિ. આ કૃપા તેના નિયમાનુસાર કામ કરે છે; પરંતુ તે અનંત છે એટલે ભક્તને તે ફળ આપશે અને તેને શું અનુભવ કરાવશે તે કલ્પનાતીત છે. મનન કરે તે મનુ અથવા માનવ. મનુનો માનતુંગમાં શ્રેષ્ઠ માનવામાં વિકાસ કરવો એ સ્તોત્રમાં સૂરિજીએ છેલ્લા શ્લોકમાં જણાવ્યું તેમ, મહાન આશય છે. શ્રી આદિનાથ ભગાવન પ્રત્યેની અખૂટ શ્રદ્ધાભક્તિથી શ્રી માનતુંગસૂરિએ આ સ્તોત્રની રચના કરી છે. જગતમાં કોઈનું પણ શરણું સ્વીકારવાનું યોગ્ય નથી, કારણ કે તેનાથી કદાચિત ભૌતિક સુખસામગ્રીની પ્રાપ્તિ થયા પરંતુ શાશ્વત સુખની પ્રાપ્તિ તો માત્ર શ્રી જિનેશ્વરદેવના ચરણોમાં સંપૂર્ણપણે સમર્પિત થવાથી ચોક્કસ થાય છે. જ્યાં પ્રેમ છે, વિશ્વાસ છે, શ્રદ્ધા છે, આત્મીયતા છે, વીતરાગી જેવો રાગ છે, ત્યાં સમર્પણ અતિ આવશ્યક છે. જેને પ્રાપ્ત કરવાની ઝંખના છે તેને પ્રાપ્ત કરવા માટે સતત તેના સાનિધ્યમાં, તેના ધ્યાનમાં, તેના ગુણગાનમાં મન-વચન-કાયાથી લીન રહેવું જોઈએ, તો અવશ્ય તેની પ્રાપ્તિ થાય છે. શ્રી જિનેશ્વરદેવની ભક્તિમાં લીન રહેવાથી તો સર્વ પ્રકારના ઉપસર્ગો દૂર થાય છે. ભક્તામરકાર શ્રી માનતુંગસૂરિ પણ અહીં એ જ સમજાવે છે કે પ્રભુની ભક્તિ કરવાથી અવશ્ય ભવભ્રમણના અંતિમ સ્થાનકે પહોંચી શકાય છે, જ્યાં મન શાંત – પ્રસન્ન રહે છે. ભક્તામર સ્તોત્રના ભાવને વ્યક્તિ કરતી આવી જ એક ગાથા જયવીરાય' સૂત્રમાં છે : उपसर्गाः क्षयान्ति छिद्यते विघ्नवल्लयः । मनः प्रसन्नतामेति पूज्यमाने जिनेश्वर ।। અર્થાત્ જિનેશ્વરપ્રભુની ભક્તિથી ઉપસર્ગો દૂર થાય છે. વિદ્ધરૂપી લતાઓનો છેદ થાય છે અને મન પ્રસન્ન રહે છે.' આત્માના નિજ સ્વરૂપને સાચી પ્રસન્નતા તો ત્યારે જ પ્રાપ્ત થાય છે જ્યારે તે અનંત સુખના સ્વામી બને છે. આ અનંત સુખના સ્વામી બનવા માટેનો માર્ગ શ્રી અરિહંત પરમાત્માએ આપણને જ્ઞાન-દર્શન-ચારિત્રાણિ મોક્ષમાર્ગ દ્વારા પ્રરૂપેલો છે. ખરેખર જિનેશ્વર ભગવંત દ્વારા પ્રરૂપેલા ધર્મની જેને પ્રાપ્તિ થાય છે તેના અંતઃકરણમાંથી આવા ભાવ પ્રગટ થાય છે કે, અત્યંત વિકટ આ સંસારમાં અનંતાનંત ભાવો ધારણ કરી ભવભ્રમણ કરતાં આ આત્માને અર્થાતું મને શ્રી જિનેશ્વરદેવ દ્વારા સમવસરણમાં ઉપદેશ કરવામાં આવેલા શ્રેષ્ઠ ધર્મની પ્રાપ્તિ થઈ છે તેનું સતત ચિંતન કરવું. પ્રભુની ચંદ્રમાં સરખી સૌમ્ય અને સૂર્યથી પણ અધિક પ્રકાશમાન મુખમુદ્રાનાં દર્શન

Loading...

Page Navigation
1 ... 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544