________________
શ્રી ભક્તામર સ્તોત્ર
333
ભાવાર્થ :
હે ભગવાન ! આપના શરીરની આસપાસ ચારે બાજુ રહેલ અત્યંય શોભાયમાન ભામંડળની તેજસ્વિતા ત્રણે લોકમાં રહેલા તમામ તેજસ્વી પદાર્થોની કાંતિને ઝાંખી પાડી દે છે. હજારો સૂર્ય કરતાંય વધુ તેજસ્વી હોવા છતાં ચંદ્રમાની કાંતિ સમાન શાંત-રમણીય અને સોમ્ય છે. (સૂર્યના પ્રકાશની ઉગ્રતા તેમાં નથી) અને રાત્રે પણ પ્રકાશમાન રહી અંધકારને દૂર કરે છે.
સમવસરણની રચના કરવા દ્વારા દેવો પ્રભુ પ્રત્યેનો પોતાનો અહોભાવ અનેક પ્રકારના અતિશયો દ્વારા વ્યક્ત કરતા હતા. તેમાં અષ્ટમહાપ્રતિહાર્યોનું સ્થાન મહત્ત્વનું છે. તેમાંથી અહીં અશોક વૃક્ષ, સિંહાસન, ચામર, છત્ર દેવદુંદુભિ, પુષ્પવૃષ્ટિનું વર્ણન કર્યા પછી હવે પ્રભુની કાંતિ કેવી અનન્ય છે તે આ શ્લોકમાં વર્ણવવામાં આવ્યું છે. પ્રભુનું મુખ અતિ તેજસ્વી છે અને તેમના મસ્તક પાછળ તેજવલયો રચાય છે. આ તેજવલયો પ્રભુના મુખની કાંતિને અનેકગણી વધારે છે. આવા અતિ તેજસ્વી કાંતિમાન ભામંડળનું વર્ણન આ પંક્તિઓમાં કરવામાં આવ્યું છે.
ડૉ. સરયૂ મહેતા ણાવે છે કે, “ત્રણે જગતના તેજસ્વીમાં તેજસ્વી પદાર્થના સમૂહને પણ ઝાંખું પાડે તેવું તેજ પ્રભુના ભામંડળથી મંડિત મુખનું છે. આ જગતને વિશે અત્યંત પ્રકાશમાન એવા અસંખ્ય સૂર્યને એકઠા કરવામાં આવે, તો પણ તે સમૂહનું તેજ પ્રભુના મુખતેજ પાસે ઝાંખું લાગે એવી પ્રભા પ્રભુના મુખની છે. પ્રભુનું તેજ આટલું બધું ઊગ્ર હોવા છતાં તે ખૂબ જ શીતળ છે અને એ જ એની ખૂબી છે. પ્રભુનું તેજ એટલું બધું શીતળ છે કે ચંદ્રમાના પ્રકાશથી શોભતી શીતળ ચાંદની પણ તેની પાસે ગરમ લાગે, અર્થાત્ શીતળતા માટે જગપ્રસિદ્ધ એવી ચંદ્રમાની ચાંદની કરતાં પણ પ્રભુનું તેજ વિશેષ શીતળતાનો અનુભવ કરાવે છે.''
અનેક સૂર્યો સમાન તેજસ્વી છતાં ઉગ્રતા, પ્રચંડતા અને તાપથી સર્વથા રહિત એવા ભામંડળની તેજસ્વી કાંતિને તેમાં વ્યક્ત કરી છે. આ ભામંડળ કોઈ ધાતુમાંથી બનેલું હોતું નથી. પ્રભુના શરીરમાં રહેલા પૌદ્ગલિક તેજનું સ્વરૂપ છે. અર્થાત્ સૂર્ય જેવું ઉગ્ર નહિ પરંતુ ચંદ્રમા કરતાં પણ વધુ શીતળતા પ્રભુના ભામંડળમાંથી પ્રવાહિત થાય છે. સૃષ્ટિમાં ઉત્તમ જણાતાં બે પરસ્પરવિરોધી તત્ત્વોનો સુભગ સમન્વય પ્રભુના ભામંડળની તેજસ્વી કાંતિમાં જણાય છે. સૂર્યના તેજની પ્રચંડ તેજસ્વિતા અને ચંદ્રમાની ચાંદની કરતાં પણ અધિક શીતળતા પ્રભુના ભામંડળમાં જણાય છે. એટલે કે સૂર્ય અને ચંદ્રમા બંનેને ઝાંખા પાડે તેવું પ્રભુના ભામંડળનું તેજ છે. વળી સૂર્ય અને ચંદ્રમા ઉદય અને અસ્ત પામે છે અને ત્રણે લોકના અમુક ભાગને પ્રકાશિત કરે છે. જ્યારે પ્રભુનું ભામંડળ સદા પ્રકાશિત હોય છે તેને ઉદય અને અસ્ત થવાનું હોતું નથી. તદ્ઉપરાંત પ્રભુનું ભામંડળ ત્રણેય લોકને દિવસ અને રાત્રિ દરમ્યાન પ્રકાશિત કરે છે.
આ ભામંડળના અનેક પ્રભાવ છે. તેમાંનો એક પ્રભાવ એવો હોય છે કે તીર્થંકરના ભામંડળની નિર્મળ પ્રતિછાયામાં ભવ્યાત્મા પોતાના સાત ભવને જોઈ શકે છે. આ સાત ભવમાં પૂર્વજન્મના