________________
44 તે ભક્તામર તુલ્યું નમઃ | કહે છે. તéપરાંત શ્રી માનતુંગસૂરિની દૃષ્ટિએ તો શ્રી જિનેશ્વરદેવ અપૂર્વ દીપક છે.
નિધૂમવત્તિરપવર્જિતલપૂર, કૃત્ન જગન્નયમિદં પ્રકટીકરોપિ; ગમ્યો ન જાતુ મરુતાં ચલિતાચલાનાં, દીપોડપરસ્વમસિ નાથ જગપ્રકાશઃ
(ભક્તામર સ્તોત્ર : શ્લોક ૧૬) અર્થાતુ હે નાથ ! તમે ત્રણેય જગતને સમસ્તપણે પ્રકાશિત કરનાર અપૂર્વ દીપક છો કે જેમાં ધુમાડો નથી, દિવેટ નથી, તેલ નથી, તેમજ જેને પહાડ ડોલાવનારો એવો પવન પણ કદી કંઈ કરી શકતો નથી.”
માનતંગસૂરિ જિનેશ્વરદેવનો મહિમા વર્ણવતાં જણાવે છે કે, આ જગતમાં તમારો મહિમા સૂર્યથી પણ અધિક છે (શ્લોક ૧૭) અને હે ભગવન્! તમારું મુખકમલ અલૌકિક ચંદ્ર જેવું શોભે છે, કારણ કે તે નિત્ય ઉદિત રહે છે. (શ્લોક ૧૮). આમ પ્રભુનો મહિમા સૂરિજીએ વિવિધ પ્રકારે વર્ણવ્યો છે.
કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય મહારાજ સાહેબે વીતરાગ સ્તવ' (શ્લોક ૫-૧૧)માં હિંસક પશુઓના મુખમાંથી પોતાની જાતના ભોગે પણ અન્ય પ્રાણીઓની રક્ષા કરતાં કરુણામય વિશ્વવત્સલ જિનેશ્વરદેવના ભવ્ય ચરિતનો મહિમા રજૂ કર્યો છે.
ભક્તામર સ્તોત્રના પ્રથમ બે શ્લોકમાં માનતુંગસૂરિએ જિનેશ્વરદેવના રૂપનો પણ અદ્ભુત મહિમા ગાયો છે. દેવેન્દ્રોના મુગટ મણિમાનું તેજ તેમના પગના નખની કાંતિ સામે ઝાંખું લાગે છે. તેમજ શ્લોક ર૯માં પ્રભુનું શરીર સુવર્ણની કાંતિવાળું વર્ણવ્યું છે અને સર્વ પ્રકારના ગુણોએ પ્રભુમાં આશ્રય કર્યો છે એમ કહીને પ્રભુના ગુણોનું વર્ણન તેઓએ શ્લોક ૨૭માં કર્યું છે.
નમુત્થણે જે અનાદિથી શકસ્તવ'ના નામે ઓળખાય છે તેમાં પણ ૪૮ ગુણવાચક શબ્દોથી ભગવાનની સ્તુતિ કરવામાં આવી છે. તેમાંના કેટલાક ગુણવાચકો આ પ્રમાણે છે. ત્રણ લોકમાં દીપક સમાન, જ્ઞાનરૂપી ચક્ષુના દાતાર, ધર્મના મૂળ નાયક, માર્ગ કહેતાં મોક્ષ માર્ગને બતાવનાર, ભવસમુદ્રને પાર કરનાર, બીજા જીવોને ભવસમુદ્રમાંથી પાર ઉતારનાર, અનંત ગુણોના ધારક આદિ ૪૮ ગુણો વર્ણવવામાં આવ્યા છે.
હરિવંશ પુરાણમાં ઇન્દ્ર નેમિનાથ ભગવાનની સ્તુતિ ભગવાનના ૪૮ ગુણવાચક શબ્દસમૂહથી ૧૫ શ્લોકમાં કરી છે. તેમાં તીર્થકર, પરમેશ્વર, ત્રણ લોકના ગુરુ, અનંત બળના ધારક, સંયમ વડે કામદેવને જીતનાર, અરિહંતરૂપ અચિંત્યપદના ધારક મહેશ તથા બ્રહ્મસ્વરૂપને પ્રાપ્ત બ્રહ્મા આદિ ગુણવાચક શબ્દોથી પ્રભુના ગુણોને સ્તોત્રમાં વર્ણવવામાં આવ્યા છે.
તેવી જ રીતે શ્રેણિક રાજાના પુત્ર મેઘકુમારે કૃતજ્ઞતાના શબ્દો સ્વરૂપ ભગવાનની સ્તુતિ