________________
350 || ભક્તામર સુભ્ય નમઃ || કે ૫૦ વર્ષ પૂર્વેની જેટલી તાડપત્રીઓ, પોથીઓ જે કાંઈ પણ ઉપલબ્ધ સાહિત્ય હતું એ બધામાં પણ ૪૪ શ્લોકો જ મળી આવે છે. અર્થાત્ આ વાત પણ નોંધનીય છે કે આ પ્રાચીન પ્રતોના લહિયાની સામે પોતાના સમયથી પૂર્વેની આદર્શરૂપ પ્રતોમાં પણ ૪૪ શ્લોકો જ રહેલા હશે, તેથી કરીને જ તે બધી પ્રતોમાં ૪૪ શ્લોકો જ જોવામાં આવે છે. આ વાસ્તવિકતાને કારણે શ્રી ગુણાકરસૂરિએ પોતાની વૃત્તિ પછી જ શ્વેતામ્બર પાઠમાં મૂળ અષ્ટપ્રતિહાર્યોના સ્થાને ચાર પ્રતિહાર્યોવાળા શ્લોકો રહી ગયા એવું સારાભાઈ નવાબનું કથન યોગ્ય જણાતું નથી.
શ્રી સારાભાઈ નવાબે મંત્રાસ્નાયવાળા જે હરિભદ્રસૂરિની વાત કરી છે. તે વિષે જોઈએ તો એ નામધારી કોઈ મુનિ દિગમ્બર સંપ્રદાયમાં થયા નથી. એ તથ્યનો કોઈ વિરોધ નથી. સારાભાઈ નવાબે ત્રણ હરિભદ્રસૂરિનો ઉલ્લેખ કર્યો છે. પરંતુ લગભગ સાત હરિભદ્રસૂરિઓ આ નામના થયા છે. પહેલા હરિભદ્રસૂરિ લગભગ ઈ. સ. ૭૪પ-૭૮૫માં થયા. બીજા હતા ચન્દ્રગચ્છના દેવેન્દ્રસૂરિ જેઓ લગભગ ઈ. સ. ૧૨૪રમાં થયા, તેમના સાતમા પૂર્વજ હરિભદ્રસૂરિ જેમનો સમય ઈ. સ. ૧૧મી સદીના મધ્યભાગ અથવા ઉત્તરાર્ધ રહ્યો હશે. ત્રીજા હતા બૃહદ્ગચ્છીય જિનદેવ શિષ્ય હરિભદ્રસૂરિ જેમણે ઈ. સ. ૧૧૧૬માં ‘વંધવામીત્વ' અને “
પતિ ’ પર ટીકા લખી હતી. અને ઈ. સ. ૧૧૨૯માં ઉમાસ્વાતિના પ્રારમતિ પ્રવરણ પર પણ વૃત્તિ લખી હતી. ચોથા હરિભદ્રસૂરિ બૃહદ્ગચ્છીય શ્રી ચન્દ્રના શિષ્ય હતાં. ઈ. સ. ૧૧૪૪–૧૧૭૩માં થયેલા સોલંકી સમ્રાટ કુમારપાલના મંત્રી પૃથ્વીપાલના તે ગુરુ હતા અને એમણે તીર્થકરોના પ્રાકૃત અને અપભ્રંશમાં ચરિત્રોની રચના કરી હતી. પાંચમા હરિભદ્રસૂરિ ઈ. સ. ૧૨મી સદીના ઉત્તરાર્ધમાં થઈ ગયા જેમની અમોઘ દેશનાના કારણે “કલિકાલ ગૌતમ' કહેવામાં આવતા હતા. મંત્રીશ્વર વસ્તુપાલના કુલગુરુ નાગેન્દ્ર ગચ્છીય વિજયસેનસૂરિના તેઓ ગુરુ હતા. છઠ્ઠા હરિભદ્રસૂરિ જેમનો સમય લગભગ ઈ. સ. ૧૨મી, ૧૩મી સદી છે. તેઓ વસ્તુપાલ મંત્રીના વિદ્યામંડળના ચન્દ્રગથ્વીય બાલચન્દ્રસૂરિના ગુરુ હતા. સાતમા હરિભદ્રસૂરિ બૃહચ્છમાં ઈ. સ. ૧૩મી સદીના ઉત્તરાર્ધમાં કે ૧૪મી સદીના પૂર્વાર્ધમાં થયા હતા.
આમાંથી ઉપર જણાવેલા સાત હરિભદ્રસૂરિ કોઈ પણ હરિભદ્રએ ભક્તામર સ્તોત્રના મંત્રાસ્નાયને બનાવ્યા હોય. મંત્ર તંત્રવાળી બધી પ્રતો ૪૮ પદ્યવાળી અને ઉત્તર મધ્યકાલીન છે. તેનાથી વધુ પ્રાચીન હસ્તપ્રત મળી આવી નથી. એના સિવાય આમાં બધાં જ ૪૮ યંત્ર એ જ છે જે દિગમ્બર હસ્તપ્રતોમાં મળી આવે છે. જો એવી મંત્રતંત્રવાળી પ્રાચીન રચનાઓ શ્વેતામ્બર સંપ્રદાયમાં હોત તો ઘણાં બધામાંથી કોઈ ને કોઈ શ્વેતામ્બર ભક્તામર ટીકાકારોએ તેનો ઉલ્લેખ જરૂર કર્યો જ હોત. ખરેખર પાશ્ચાત્યકાલીન દિગમ્બર હસ્તપ્રતોની નકલ કરીને અને હરિભદ્રનું નામ તેની સાથે જોડીને એને પ્રમાણભૂત માનવાનું અહીં દેખાય છે. ગુણાકરસૂરિએ પોતાના સમયમાં પ્રચલિત માત્ર ૨૮ મંત્રા—ાય આપ્યા છે, ૪૪ નહીં. એ સિવાય હરિભદ્રના નામે મળી આવેલી અને બીજા યંત્રોવાળી કૃતિઓમાં વધારાના જ પ્રતિહાર્યોનું એક નહીં, બે પ્રકારના ગુચ્છકો મળે છે. આને કારણે પ્રાચીન કાળમાં શ્વેતામ્બર પાઠમાં પણ ભક્તામરના ૪૮ પદ્ય જ હતાં, એવું તેમનું કહેવું જરાપણ સત્ય સિદ્ધ થતું નથી.