________________
જૈન સ્તોત્રસાહિત્યનો ઈતિહાસ , 105 શ્રી શોભન મુનિરાજે રચેલી સ્તુતિ-ચતુર્વિશતિકાની ટીકા રચવી યોગ્ય લેખી, એથી પણ “શ્રી શોભન-સ્તુતિનું મૂલ્ય સમજી શકાય છે.""
ધનપાલ કે જેણે તિલકમંજરી' જેવા અદ્ભુત સ્તોત્રની રચના કરી છે, અને તેના જેવાં અનેક સ્તોત્રો રચીને પોતાની કાવ્યકુશળતા અને સંસ્કૃત-ભાષા ઉપર અદ્ભુત પ્રાવીણ્ય પ્રગટ કર્યું છે. વિરુદ્ધવચનીય અલંકારના અર્થસૌંદર્યથી વિદ્વાનોએ એમની “શ્રી મહાવીર સ્તુતિ'નો મહિમા ગાયો છે. યથા :
“નમસ્કૃત્ય સ્તુતિ યત્ર વિરોધાભાસસંકૃતામ્ |
ચકાર પ્રાકૃતાં દેવ નિલે ત્યાદિ સાસ્તિ ચ | સંસ્કૃત-પ્રાકૃત વિરુદ્ધવચનીય ‘શ્રી વીરસ્તવનાં દશેય પદ્યમાં, પ્રત્યેકમાં પહેલું પૂર્વાર્ધ સંસ્કૃતમાં અને બીજું ઉત્તરાર્ધ પ્રાકૃતમાં રચીને કવિ ધનપાલે નવીન કાવ્યશૈલીનું દર્શન કરાવ્યું છે. તેમની ‘ઋષભપંચાશિકામાં શ્રી આદિનાથ ભગવાનના જીવનના પ્રસંગો તથા તેમની પ્રશંસા કરતી સ્તુતિની રચના કરી છે.
ધનપાલના લઘુબંધુ શ્રી શોભનમુનિએ ૨૪ તીર્થકરોની યમક અલંકારમાં શોભન સ્તુતિની રચના કરી છે. આ રચના પર ધનપાલે સંસ્કૃત ભાષામાં “શોભન સ્તુતિ વૃત્તિ રચી છે. ડો. હર્મન યકોબીએ જર્મન ભાષામાં આનો અનુવાદ કર્યો છે. જ્યારે પ્રો. હીરાલાલ કાપડિયાએ ગુજરાતી અને અંગ્રેજી અનુવાદ કર્યા છે.
(૧૫) અમિતગતિ : ૧૧મી શતાબ્દીમાં થયેલા અન્ય સ્તોત્રકારોમાં અમિતગતિનું નામ પણ આદરણીય છે.
ડૉ. જ્યોતિ પ્રસાદ જૈન અમિતગતિનો સમય ઈ. સ. ૯૭૫થી ૧૦૨૦માં અને તેમની રચના ‘ભાવના-ધાત્રિશિકા' છે તેવું જણાવે છે.
જ્યારે શ્રી મણિભાઈ પ્રજાપતિ અમિતગતિ વિશે જણાવતાં લખે છે કે, “ધારા નગરના શાસક મુંજની સભામાં નવરત્નોમાંના એક અમિતગતિ (૧૧મી સદી)એ પરમાત્મક પત્રિશિકા' રચી છે. મોક્ષપ્રાપ્તિના માર્ગરૂપ આનો જૈન આચારધર્મ પ્રસ્તુત સ્તોત્રમાં પ્રાસાદિક શૈલીમાં રજૂ થયો છે. સંસારના જુદા જુદા જીવો પ્રત્યે કેવું વર્તન રાખવું તે માટે જૈન આચારધર્મ મૈત્રી, પ્રમોદ, કરુણા અને મધ્યસ્થ નામની ચાર ભાવનાઓ પ્રબોધે છે. એ ચારેય ભાવનાઓની કામના કરતાં અમિતગતિ જિનેન્દ્રને પ્રાર્થે છે.” કોણ સદેવ હૃદયમાં સ્થાન પામે છે ? તે વિષે જણાવતાં શ્રી અમિતગતિ જણાવે છે કે :
યા વ્યાપકો વિશ્વજનીન વૃત્તિઃ સિદ્ધો-વિબુદ્ધો ધૂતકર્મબંધન : |
ધ્યાતો ધુનીતે સકલ વિકલ દેવદેવો હૃદયે મમાસ્તામ્ //૧૬ll” અર્થાત્ કર્મના બંધનમાંથી મુક્ત થનાર રાગ-દોષરહિત. મુક્તાત્મા જ જૈનદર્શનની દષ્ટિએ