________________
।। ભક્તામર તુર્થ્ય નમઃ ॥
‘પ્રભાવક ચરિત'માં વિક્રમ સંવત ૧૩૩૪માં થયેલા શ્વેતામ્બરાચાર્ય શ્રી પ્રભાચંદ્રસૂરિએ શ્રી માનતુંગસૂરિના સંદર્ભમાં લખ્યું છે કે “પહેલાં તેઓએ એક દિગમ્બર મુનિ પાસે દીક્ષા લીધી હતી અને એમનું નામ ચારુકીર્તિ મહાકીર્તિ રાખવામાં આવ્યું હતું. ત્યારબાદ એક શ્વેતામ્બર સંપ્રદાયની અનુયાયી શ્રાવિકાએ એમને કમંડળના જળમાં ત્રસજીવો બતાવ્યા જેનાથી એમણે દિગમ્બર સંપ્રદાયથી અભાવ થઈ ગયો અને જિતસિંહ નામના શ્વેતામ્બર આચાર્યની પાસે દીક્ષા લઈને શ્વેતામ્બર સાધુ બની ગયા અને એ જ અવસ્થામાં ભક્તામર સ્તોત્રની રચના કરી.''
136
વિવિધ વિદ્વાનોના મતે અને પટ્ટાવલીઓના આધારે શ્રી માનતુંગસૂરિ શ્વેતામ્બર સંપ્રદાયના હતા કે દિગમ્બર સંપ્રદાયના હતા તે નક્કી કરવું ખૂબ જ મુશ્કેલ કાર્ય છે. તે છતાં ભક્તામર સ્તોત્રનાં આંતરિક લક્ષણોના આધારે પણ સંપ્રદાયવિષયક થોડીઘણી માહિતી મેળવી શકીએ; જેવી કે :
દિગમ્બર સંપ્રદાયના મહાન આચાર્યે દાર્શનિક પરંપરાના કવિઓ તરીકે જાણીતા છે. તેમની સ્તુતિયાત્મક રચનાઓ મોટા ભાગે દર્શનીય છે. આ રચનાઓ દાર્શનિક ઉપરાંત ન્યાયપરક પરિભાષા અને અભાવોથી વ્યાપ્ત જોવા મળે છે. મહાન પ્રાગ્ મધ્યકાલીન પુરુષો જેવા કે દિગમ્બરાચાર્ય સમન્તભદ્ર, દેવનંદિજી, ભદ્ર અકલંકદેવ, મહાકવિ ધનંજય પાદ કેસરી સ્વામી વગેરેની સ્તુતિમાં સામાન્ય રીતે આ વાત નજરમાં આવી જાય છે. તે ઉ૫૨ાંત ૧૦મીથી ૧૨મી સદીની વચ્ચે થયેલા સુપ્રસિદ્ધ મધ્યકાલીન દિગમ્બર રચનાકારો જેવા કે લગભગ ઈ. સ. ૧૦મી સદીના પૂર્વાર્ધમાં થયેલાં વિદ્યાનંદસ્વામી, ૧૦મી કે ૧૧મી સદીમાં થયેલા કવિ ભૂપાલ ચક્રવર્તી, ૧૦મી સદીના ઉત્તરાર્ધના અંતમાં અને ૧૧મી સદીના પૂર્વાર્ધમાં થયેલા માથુરસંધીય આચાર્ય અમિતગતિ, ૧૧મી સદીના પૂર્વાર્ધમાં દ્રાવિડ સંઘના આચાર્ય વાદિરાજ અને ૧૨મી સદીના પૂર્વાર્ધમાં થયેલા કુમુદચંદ્ર વગેરેની સ્તવન-સ્તોત્ર આદિ રચનાઓમાં પણ પ્રભુના ગુણાનુવાદમાં દાર્શનિક તત્ત્વોનો સ્પર્શ થયેલો જોવા મળે છે
જ્યારે ‘ભક્તામર સ્તોત્ર’માં તો સંપૂર્ણ વિશુદ્ધ ભક્તિભાવની ગંગા વહેતી તાદશ્ય થાય છે. આવી જ રચનાઓ શ્વેતામ્બર સંપ્રદાયની અંદર થયેલા રચનાકારોમાં જોવા મળે છે. ઉદાહરણ રૂપે લગભગ ઈ. સ. ૭૩૪-૮૩૯ અથવા ૭૪૪-૮૩૯માં થયેલા વાદિકવિ બપ્પભટ્ટિ, લગભગ ઈ. સ. ૯૫૦માં થયેલા મધ્યકાલીન કવિઓમાંના જિનશતકકાર કવિ જંબૂનાગ, તેમના પછીના ૧૦મી-૧૧મી સદીમાં થયેલા શોભનમુનિ, લગભગ ઈ. સ. ૧૦૭૦-૧૧૧૦માં થયેલા અભયદેવસૂરિ અને મહાન ખરતરગચ્છીય સ્તુતિકા૨ જિનવલ્લભસૂરિ, ૧૧મી-૧૨મી સદીમાં થયેલા શોભનમુનિના વડીલ બંધુ અને રાજા મુંજભોજના સભાકવિ ધનપાલ, ત્યારબાદ થયેલા જિનદત્તસૂરિ અને તેમના પછીની અનેક શ્વેતામ્બર રચનાઓમાં ‘ભક્તામર સ્તોત્ર'ની ઝાંખી દૃષ્ટિગોચર થાય છે. ‘ભક્તામર સ્તોત્ર’ના રચનાકારના સંપ્રદાયને નક્કી કરવા માટે આ તથ્ય કંઈક અંશે ઉપયોગી સમજી શકાય છે. આના ઉપરથી સ્પષ્ટ થાય છે કે શ્રી માનતુંગસૂરિ દાર્શનિક વિચારધારાના ન
હતા.