________________
220 |ભક્તામર સુભ્ય નમઃ | યથેષ્ટમ્ – ઇચ્છા મુજબ સર્વત્ર, રાંચરત: તાન્ – સંચરતા એવા આપને, ફરી શકતા એવા આપને. વ: નિવારણ્યતિ – કોણ રોકી શકે ? ભાવાર્થ :
હે ત્રણ જગતના નાથ ! પૂર્ણિમાના કલાના સમૂહ જેવા ઉજ્વલ આપના ગુણો ત્રણેય લોકમાં વ્યાપીને રહેલા છે, તે યોગ્ય જ છે, કારણ કે જે અદ્વિતીય સામર્થ્યના સ્વામીના આશ્રિત હોય. તેઓ તે ગુણો) . પોતાની ઇચ્છા પ્રમાણે સ્વતંત્ર ફરી શકે છે તેમને રોકવાને કોણ સમર્થ હોય? વિવેચન : ગાથા ૧૪
પ્રભુની મુખમુદ્રાના મહિમાનું વર્ણન સૂરિજીએ સોળે કળાએ ખીલેલાં ચંદ્રમા સાથે કર્યું પણ તેમ કરવું યોગ્ય નથી. એમ આગળના તેરમા શ્લોકમાં જણાવનાર સૂરિજી ચૌદમા શ્લોકમાં ફરી એ જ ચંદ્રના બિંબની ઉપમા સ્વીકારે છે. સ્વાભાવિક રીતે આશ્ચર્ય પ્રગટે છે કે સૂરિજીની ઇચ્છા પ્રભુના મુખને ચંદ્રના બિંબ સાથે ઉપમિત કરવાની નથી. પરંતુ મુખદર્શનની આ વિશિષ્ટતાનું વર્ણન કરવામાં તેઓ અહીં સફળ બની રહ્યા છે. કારણ કે પ્રભુના મુખદર્શનને ઉપમા વગર સમજવો મુશ્કેલ છે અને ચંદ્રના બિંબ સિવાય તેમને બીજું કોઈ પણ ઉપમાન ઠીક લાગતું નથી. તેથી શ્લોક ચૌદમાં પ્રભુના ગુણો માટે સર્વકલાઓથી વિકસિત, સિદ્ધશિલા સ્વરૂપ, અત્યંત શુભ, ધવલ, જ્યોન્જામય, પૂર્ણિમાના ચંદ્રને ઉપમાનના રૂપે સૂરિજી સ્વીકાર કરે છે.
સ્તોત્રકાર સૂરિજી મુખમુદ્રાનું વર્ણન કરીને આત્માના ગુણોમાં પ્રવેશ કરે છે. શરીર એ પૌલિક છે. તેની ગમે તેટલી વિશિષ્ટતા બતાવવામાં આવે છતાં તે પુગલ સંરચનાની જ વિશિષ્ટતા છે. પરંતુ જ્યાં સુધી આત્માશ્રિત ગુણોની સ્તુતિ કરવામાં ન આવે ત્યાં સુધી શરીરના કોઈ પણ અવયવની – પછી તે મુખ, નખ કે શીશની – સ્તુતિ નકામી છે. કોઈ પણ આધ્યાત્મિક અને ચિંતનશીલ વ્યક્તિને આત્મિક ગુણો તરફ ધ્યાન આપ્યા સિવાય સંતોષ મળતો નથી. સૂરિજી હવે આત્મિક ગુણોની પ્રરૂપણા કરીને સંતોષની વાત કરી રહ્યા છે. પ્રભુ સર્વગુણસંપન્ન છે. પ્રભુના કોઈ પણ આત્મિક કે શારીરિક ગુણમાં, ભગવાનના શાસનકાળ દરમ્યાન તેમનાથી ચઢિયાતો કોઈ જીવ હોતો નથી.
‘ત્રિનાવીશ્વર નાથમે એટલે ત્રણ જગતના નાથ એક અને અદ્વિતીય. આ જગતમાં તેમના જેવો બીજો કોઈ પણ નહિ. ચક્રવર્તી રાજાનું બળ તેમની પોતાની વિરાટ સેનાનું સમગ્ર બળ ભેગું કરવામાં આવે તેનાથી અનેકગણું હોય છે. જ્યારે તીર્થંકર પ્રભુનું બળ આ ચક્રવર્તી રાજાના કરતાં પણ અનેકગણું હોય છે. પછી તે આત્માશ્રિત હોય કે શરીરાશ્રિત હોય. સર્વ ગુણોમાં ચક્રવર્તી કરતાં તીર્થકર પ્રભુના ગુણસમૂહની વાત સૂરિજીએ કરી છે. પ્રભુના આત્મિક ગુણો વિશે જણાવતાં સૂરિજી કહે છે કે :
___ "संपूर्ण मंडल शशाङ्क कला कलाप शुभ्राः"