________________
242 * ।। ભક્તામર તુલ્યું નમઃ ।।
આવશ્યકતા જણાતી નથી. તેમને એમ લાગે છે કે, પ્રભુ સ્વયં સૂર્ય અને ચંદ્રમાની જેમ જગતનું અંધારું દૂર કરવા સમર્થ છે. આ બંનેનું કાર્ય પ્રભુનું મુખ જ કરી લે છે તો આ બંનેની જરૂ૨ છે ખરી ? ના કશી જ નહિ !
સ્તોત્રકાર સૂરિજી પોતાની વાતનું સમર્થન પણ ખૂબ સારી રીતે કરે છે. પ્રકૃતિમાંથી મળતું અનુરૂપ ઉદાહરણ તેઓ આપે છે. ખેતરમાં જ્યારે બીજ વાવવામાં આવે છે ત્યારે પાણી કે વરસાદની આવશ્યકતા રહે છે. પરંતુ જ્યારે ખેતરોમાં પાક ઊગીને લણવા માટે તૈયાર થઈ જાય છે ત્યારે જળભરી વાદળીને વ૨સવાની જરૂર રહેતી નથી. કારણ કે હવે તૈયાર પાકને પાણીની આવશ્યકતા રહેતી નથી. આ ઉદાહરણ દ્વારા સૂરિજી આપણને એ સમજાવે છે કે અમુક કાર્યની સિદ્ધિ થતાં, તે કાર્યમાં નિમિત્ત બનતાં સાધનોની આપણને જરૂરત રહેતી નથી. આ વિશ્વ પર અંધકાર છવાયેલો હોય છે, તેને દૂર કરવા માટે દિવસે પ્રકાશિત થતા સૂર્યની જરૂર પડે છે. અને રાત્રિના સમયે ઉદય પામતા ચંદ્રમાની જરૂર પડે છે. પરંતુ આ અંધકારને દૂર કરવાનું કાર્ય તો પ્રભુનું મુખમંડલ કરે છે તો પછી દિવસ અને રાત્રિના સમયે પ્રકાશિત થતાં સૂર્ય અને ચંદ્રમાની આકાંક્ષા શા માટે રાખવી જોઈએ ? પ્રભુનું મુખારવિંદ જ્યારે જગતને પ્રકાશિત કરતું હોય ત્યારે સૂર્ય-ચંદ્રમા દખલગીરીકર્તા લાગે છે. આ બંનેનું જે કાર્ય છે તે પ્રભુના મુખમંડલ દ્વારા થઈ જાય છે અને તે પણ ત્રણે લોકને એકસાથે પ્રકાશિત કરે છે. ત્યારે જગતને વારાફરથી પ્રકાશિત કરવામાં નિમિત્તરૂપ બનતાં સૂર્ય અને ચંદ્રમાનું ઊગવું નિષ્પ્રયોજનરૂપ છે.
બીજી દૃષ્ટિએ સમજાવતાં આચાર્ય મહાપ્રજ્ઞ જણાવે છે કે, “આચાર્ય માનતુંગ કહે છે કે મારું તાત્પર્ય એ નથી કે સૂર્યની કોઈ જરૂર નથી. હું એમ નથી કહેતો કે ચંદ્રની કોઈ જરૂર નથી. તેમની આવશ્યકતા છે, પરંતુ તે આવશ્યકતા તો જગતને છે, મારે નહિ. મને પ્રકાશ મળી ગયો, મને શાંતિ મળી ગઈ અને સૌથી મોટી વાત તો એ છે કે પ્રકાશ અને શાંતિ આપનાર મારો ભગવાન મને મળી ગયો. હવે મારે શું જોઈએ ?’૨૧
તાત્પર્ય કે સૂરિજી એવી ઉત્કૃષ્ટ ભૂમિકા પર પહોંચી ગયા હતા જ્યાં જગતના જીવોને જેની અતિ આવશ્યકતા છે તે સૂર્ય-ચંદ્રના પ્રકાશની તેમને જરૂર રહી ન હતી. તેમને તો પ્રભુના મુખમાં જ તેજોમય કાંતિનાં દર્શન થઈ ગયાં હતાં અને પરમ શાંતિ આપનાર પ્રભુ મળી ગયા હતા. પછી આ મિથ્યા, મોહરૂપી સૂર્ય-ચંદ્રના પ્રકાશની જરૂર રહી ન હતી કારણ તેમનો પાક તૈયાર થઈ ચૂક્યો હતો.
સૂરિજીના આ ઉત્કૃષ્ટ ભાવને સમજાવતાં સાધ્વી ડૉ. દિવ્યપ્રભા લખે છે કે, “આત્મા જ્યાં સુધી પરમાત્માની ભક્તિ બાહ્ય રૂપે કરે છે, ત્યાં સુધી તે ૫૨માત્માથી ભિન્ન છે. ભક્તિની પરાકાષ્ઠાએ આ ભિન્નતા સમાપ્ત થાય છે, અને ભિન્ન એ અભિન્ન બની જાય છે.
અહીં ધાન્યનો પાક તૈયાર થઈ જતાં પાણીની નિરર્થકતા બતાવીને સાધકની ઉચ્ચદશાનું અવલોકન કરાવ્યું છે. સાધક કહે છે, 'હે પરમાત્મા ! તને સૂર્ય કહું કે ચંદ્ર ? હું પોતે પણ એક