Book Title: Bhaktamar Tubhyam Namaha
Author(s): Rekha Vora
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 528
________________ ભક્તામર સ્તોત્ર વિષયક વૃત્તિઓ અને પાદપૂર્તિઓ છે 509 કાવ્યનો મુખ્ય વિષય શ્રી પાર્શ્વપ્રભુનું ચરિત્ર હોઈ તે શ્રી પા.ભક્તામર' તરીકે ઓળખાય છે. આ કાવ્યસંગ્રહ ભાગ બીજામાં ગુજરાતી ભાષાંતર સહિત પ્રસિદ્ધ થયેલું છે. (૬) શ્રી ઋષભ ભક્તામર શ્રી ભાનુચંદ્રવાચકના શિષ્ય શ્રી વિવેકચંદ્રગણિએ ભક્તામર સ્તોત્રની પાદપૂર્તિ રૂપે આ કાવ્ય રચેલું છે. આ કાવ્યનો વિષય શ્રી ઋષભદેવનું ચરિત્ર હોવાથી અને ભક્તામરની પાદપૂર્તિરૂપ કાવ્ય હોવાથી બંને શબ્દો ઋષભ અને ભક્તામર જોડી દઈને શ્રી ઋષભ ભક્તામર' તરીકે પ્રસિદ્ધ થયું છે. શ્રી દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધારક ફંડના ૭૯મા મણકા તરીકે પ્રસિદ્ધ થયેલ બૃહસ્પ્રંથની સંસ્કૃત ભૂમિકામાં પાના નં. ૧૪ પર આ કાવ્યકૃતિને શ્રી સમયસુંદરજીની રચના ગણાવી છે તેમાં કહ્યું છે કે, શ્રી ઋષમમવત્તામરમ્ ! મચ પુછતારો વી5 શ્રી સમયસુન્દરી : શબ્દનક્ષાર્થી (અર્થરત્નાવતી) પ્રમુરઝી . પ્રણેતા: | તત્રાદ્ય પર્વ યથા, તે પછી કાવ્યના પ્રથમ શ્લોકનું અવતરણ કરવામાં આવ્યું છે જે આ પ્રમાણે છે : नमेन्द्रचन्द्र । कृतभद्र ! जिनेन्द्रचन्द्र ! ज्ञानात्मदर्शयरिदृष्ट विशिष्ट विश्व । त्वन्मूर्तिरर्तिहरणी तरणी मनोज्ञे बालम्बनं भवजले पततां जनानाम् ।।१।। આ પાદપૂર્તિરૂપ કાવ્યના અંતે નીચેનો શ્લોક રચાયેલો છે, તે આ પ્રમાણે છે : શ્રી मुनीन्द्रवाचक भानुचन्द्र पादाब्जसेवकविवेक निशाकरेण । भक्तामरस्तवचतुर्थपदं समस्या काव्येः स्तुतः प्रथमतीर्थपतिगृहीत्वा ।।४५।। આ શ્લોક પરથી સ્પષ્ટ થાય છે કે આ રચના શ્રી વિવેકગણિની જ છે. (૭) શ્રી પ્રાણપ્રિય ભક્તામર શ્રી ધર્મસિંહસૂરિના શિષ્ય શ્રી રત્નસિંહસૂરિએ ભક્તામર સ્તોત્રની પાદપૂર્તિ રૂપે આ કાવ્ય રચેલું છે. તેનો પ્રથમ શબ્દ પ્રાપ્રિય હોવાથી તે પ્રાણપ્રિય-મત્તામર તરીકે ઓળખાયેલ છે. તેમાં ભક્તામરની ૪૮ ગાથાઓ લઈને પૂર્તિ કરવામાં આવી છે. (૮) શ્રી દાદા પાર્થ ભક્તામર મુનિરાજ શ્રીમતું પદ્મસાગરના શિષ્ય શ્રી રાજસુંદરમુનિએ ભક્તામર સ્તોત્રની પાદપૂર્તિ રૂપે આ કાવ્ય રચેલું છે. તેમાં વડોદરાના શ્રી દાદા પાર્શ્વનાથ ભગવાનની સ્તુતિ છે. અન્ય પાદપૂર્તિઓ

Loading...

Page Navigation
1 ... 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544