________________
166
|| ભક્તામર તુભ્યે નમઃ |
તે સાંભળી પુનઃ બાણને પરીક્ષાના માટે સરસ્વતીએ સમસ્યાનું પદ પૂછ્યું
:
शतचन्द्रं नभस्तलम्.
એ સાંભળી અર્ધજાગ્રત એવા બાણે કહ્યું કે -
܀
यस्यामुत्तमुङ्ग सौघाग्रे - विलोलवदनाम्बुजम् । विरराज् विभावर्या, शतचन्द्रं नभस्तलम् ||१||
આ પ્રમાણે બાણે પણ સમસ્યા પૂર્ણ કરી તે બંનેની વાણી સાંભળી સરસ્વતીએ કહ્યું, “તમે બંને વિદ્વાન છો. “આ પ્રમાણે વિદ્વાનનું બિરુદ મેળવી કેટલાક દિવસે બંને ઘેર આવ્યા. બંનેને પંડિત જાણવા છતાં મયૂરને વૃદ્ધ જાણી ભોજે તેનો ઘણો આદરસત્કાર કર્યો. એટલે દ્વેષે ભરાયેલો એવો બાણ પોતાના બંને હાથપગ કપાવી નાંખીને ચંડીના મંદિરમાં પેઠો, ચંડિકાની ૬૧ કાવ્યોની સ્તુતિ કરી. એટલે ચંડી પ્રત્યક્ષ થઈ અને બોલી કે “હું તારા ઉપર તુષ્ટમાન થઈ છું. તું વરદાન માગ.’’ આ સાંભળી બાણે કહ્યું કે “લોકોને આશ્ચર્ય પમાડવા માટે મારા હાથ અને પગ હતા તેવા કરી દો.’
દેવીએ તે પ્રમાણે કરી દીધા. એટલે દેવીએ જેને નવા હાથપગ આપ્યા છે તેવો તે બાણ પંડિત નગરની મધ્યમાં થઈ રાજદરબારમાં આવ્યો. બાણને મહાપ્રતિભાશાળી જાણી રાજાએ તેનો આદરસત્કાર કર્યો અને આવો ચમત્કાર દેખી વૃદ્ધ ભોજરાજ સભા સમક્ષ સઘળા પંડિતોને ઉદ્દેશીને કહેવા લાગ્યો કે, “શેવદર્શન વિના આવો ચમત્કાર બીજા કોઈ દર્શનમાં નથી.''
રાજાનું આ પ્રમાણેનું બોલવું સાંભળીને રાજાનો એક કામદાર જૈન હતો, તેણે કહ્યું, “હે રાજન ! આ જ નગરમાં મહા મંત્રવાદી અને વિઘાપાત્ર એવા માનતુંગસૂરિ નામના જૈનાચાર્ય નિવાસ કરે છે.’
તે સાંભળી વૃદ્ધ ભોજરાજાએ શ્રી માનતુંગસૂરિને રાજદરબારમાં તેડાવ્યા અને વંદન-નમસ્કાર કરીને કહેવા લાગ્યા કે “હે દર્શનીય મહાપુરુષ ! તમે તમારો ચમત્કાર બતાવીને જિનશાસનનો મહિમા વધારો.”
ત્યારે માનતુંગસૂરિએ વૃદ્ધ ભોજરાજને કહ્યું કે, “પગથી કે કંઠ લગી અડતાલીસ તાળાં સહિત બેડીઓથી મારા શરીરને મજબૂત બાંધો.''
રાજાએ દરબારમાં બેઠેલા સઘળાં મનુષ્યોના દેખતા તેમ જ કર્યું અને તેઓને ત્યાંથી ઉપડાવી ઓ૨ડામાં ઘાલી બારણે તાળાં દઈ રક્ષકો મૂક્યા અને રક્ષકોને કહ્યું કે, “સાવધાન રહેજો.’’
ગુરુ મહારાજે ઓરડામાં બેઠા બેઠા શ્રી ઋષભદેવની સ્તુતિરૂપ ભક્તામર સ્તોત્ર'ની નવીન રચના કરી અને તે સ્તોત્રના પ્રભાવથી શ્રી ઋષભદેવની કિંકરી ચક્રેશ્વરી દેવી આવીને હાજર થઈ. એક કાવ્ય એકેક તાળું ઊઘડે એમ કહેતાં –
‘આપાવđમુધૃવનવેષ્ટિતાઙમા |''