Book Title: Bhaktamar Tubhyam Namaha
Author(s): Rekha Vora
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 521
________________ 502 છે || ભક્તામર સુભ્ય નમઃ (૫) ખરતરગચ્છીય સર્વસુંદરસૂરિ શિષ્ય મેરુસુંદર ઉપાધ્યાયે ઈ. સ. ૧૪૫૯થી થોડાં વર્ષ પૂર્વે ૭૮૫ શ્લોકપ્રમાણ વાર્તિક અને વૃત્તિ આ સ્તોત્ર પર રચી છે અને તેમાં કથાઓ અને આમ્નાય પણ દર્શાવેલાં છે. (૬) અજ્ઞાન રચનાકાર દ્વારા ઈ. સ. ૧૪૬૫થી થોડાં વર્ષ પૂર્વે આ સ્તોત્ર પર અવસૂરિ રચાયેલી છે. (૭) ધનેશ્વરસૂરિની પરંપરામાં થયેલા ચૈત્રગચ્છીય શ્રીગુણાકરસૂરિએ વિ. સં. ૧૫૨૪ અને ઈ. સ. ૧૪૬૮માં ૧૮૫૮૦ શ્લોકપ્રમાણ વૃત્તિ રચવાનો ઉલ્લેખ સમ્યકત્વકૌમુદી કથાઓમાં થયેલો છે. આ વૃત્તિ ૨૮ દૃષ્ટાંત યુક્ત છે. (૮) કોઈક અજ્ઞાન કર્તાની ઈ. સ. ૧૫૭રથી થોડાં વર્ષ પૂર્વેની આ સ્તોત્ર પર રચાયેલી અવચૂરિ મળી આવે છે. ૯) ઈ. સ. ૧૫૮૪થી થોડાં વર્ષ પૂર્વે વાચનાચાર્ય ઉપાધ્યાય શ્રી દેવસુંદરની વિજ્ઞપ્તિથી અજ્ઞાતગચ્છીય શ્રી અમરપ્રભસૂરિએ ૪૦૦ શ્લોકપ્રમાણ વૃત્તિ રચેલી છે. સુખબોધ પંજિકા જે સુખબોધિકા'ના નામે જાણીતી છે. જૈન ગ્રંથાવલિના પાના નં. ૨૮૫માં આ વૃત્તિ શ્રી દેવસુંદરે રનો ઉલ્લેખ છે. તે ભ્રાંત છે, કારણ કે પ્રસ્તુત વૃત્તિમાં નીચેનાં ત્રણ પદ્યો દૃષ્ટિગોચર થાય છે. શ્રીગમરમરસૂરીશા, વૈદુષ્યાગમૂપિતા: | भक्तामरस्तवी(वे)वृत्ति-मकार्षुः सुखबोधिकाम् ।। रीत्यभङ्गोऽन्वयाभङ्गः, समासव्यत्ययः क्वचित् । कथितो विपरीतार्थो, विबुद्धैः शोध्यतामयम् ।। साधुश्रीवाचनाचार्यदेवसुन्दरसद्यतेः । तस्याभ्यर्थनतोऽप्येवं गुणरत्न महोदधेः ।। (૧૦) નાગપુરીય તપાગચ્છના શ્રી ચંદ્રકીર્તિના શિષ્ય શ્રી હર્ષકીર્તિસૂરિએ વિ. સં. ૧૬૫૦ અને ઈ. સ. ૧૫૯૪માં સપ્તસ્મરણટીકાની અંતર્ગત આ સ્તોત્ર પર વૃત્તિ રચેલી છે. તે પ્રો. હીરાલાલ કાપડિયાએ સંપાદિત કરેલ સપ્તસ્મરણાનિ ગ્રંથમાં પ્રકટ થયેલ છે. (૧૧) તપાગચ્છીય ઉપાધ્યાય શ્રી ભાનુચંદ્રગણિના શિષ્ય મહોપાધ્યાય શ્રી સિદ્ધચંદ્રગણિએ ઈ. સ. ૧૬મી સદીના અંતમાં (અકબરના સમયમાં) આ સ્તોત્ર પર વૃત્તિ રચેલી છે તે શ્રાવક ભીમશી માણેક તરફથી વિ. સં. ૧૯૬૫માં શ્રી માનતુંગાચાર્ય વિરચિત મહાપ્રભાવિક ભક્તામર સ્તોત્ર' નામના ગ્રંથમાં પ્રકટ થયેલી છે. (૧૨) ખરતરગચ્છીય શ્રી અભયસુંદરે ઈ. સ. ૧૬મી સદીના ઉત્તરાર્ધમાં આ સ્તોત્ર પર વૃત્તિ રચેલી છે. (૧૩) તપાગચ્છીય શ્રી હીરવિજયસૂરીશ્વરજીના શિષ્ય શ્રી કનકકુશલગણિએ વિ. સં. ૧૬૫ર

Loading...

Page Navigation
1 ... 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544