________________
શ્રી ભક્તામર સ્તોત્ર જ શ્રી કુંદકુંદસ્વામીએ એ જ વાત 'પંચાસ્તિકાય'માં સમજાવી છે :
“તે કા૨ણે મોક્ષેચ્છુ જીવ અસંગને નિર્મમ બની, સિદ્ધોતણી ભક્તિ કરે, ઉપલબ્ધિ જેથી મોક્ષની.’’
‘સમયસા૨'માં પણ પરમાર્થ સ્તુતિના વર્ણનમાં તેઓએ એ જ વાત કહી છે :
જીતી ઇન્દ્રિયો જ્ઞાન સ્વભાવે અધિક જાણે આત્માને, નિશ્ચય વિષે સ્થિતિ સાધુઓ ભાખે જિનેન્દ્ર તેહને.”
189
સૂરિજી બે પંક્તિમાં પોતે અલ્પબુદ્ધિના હોવા છતાં શ્રી આદિનાથ ભગવાનના ગુણોની સ્તુતિ કરવા માટેનો સંકલ્પ નિશ્ચિત કરે છે. પરંતુ તેમ કરવા જતાં પોતાની સ્થિતિ કેવી થાય તેની કલ્પના પણ સૂરિજીને મૂંઝવણમાં મૂકી દે છે. તાત્પર્ય કે તે માટે હું ગમે તેવો પ્રયત્ન કરું તો પણ તમારા ગુણોનું યથાર્થ વર્ણન કરી શકું તેમ નથી. તેઓ પ્રલયકાળના સમુદ્રના વર્ણન દ્વારા પોતાની અવસ્થાનું વર્ણન કરે છે.
ભરતક્ષેત્રમાં જ્યારે પાંચમો આરો ‘સુખમ્-દુઃખમ્' પૂરો થઈ છઠ્ઠો આરો બેસે છે ત્યારે ‘દુઃખમ્ દુઃખમ્' આરો શરૂ થાય છે ત્યારે અનેક પ્રકારનાં અનિષ્ટો શરૂ થાય છે અને શુભ લક્ષણોનો લોપ થાય છે. એટલે કે આવા પ્રલયકારી સમયે દુઃખો જ અસ્તિત્વમાં હોય છે અને સુખનો પૂર્ણરૂપથી લોપ થયેલો હોય છે. જ્યાં પ્રલયકાળના પવન જેવો પવન ફૂંકાતો હોય, અને સમુદ્રએ અતિરોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય, મગરમચ્છ જેવાં ભયંકર પ્રાણીઓ ઊછળી રહ્યાં હોય, એવા
મહાસાગરને બે હાથે તરી જવાનો હોય તો કયો માનવી તરી શકે ? અને કોઈ માનવી જો તરવાની
ચેષ્ટા કરે તો તેની દશા કેવી દુ:ખમયી થાય. અર્થાત્ આવી ચેષ્ટા કોઈ કરે જ નહિ,
ડૉ. સરયૂ મહેતા આ સંદર્ભમાં જણાવે છે કે, ‘આચાર્યજીને જણાય છે કે પ્રભુના ગુણરૂપી સમુદ્રને તરવો એ પણ આવું જ વિકટ કાર્ય છે. પ્રભુમાં અનંત ગુણો સમાવેશ પામ્યા છે. તે સર્વને વર્ણવવાની ઇચ્છા ધરાવતાં આચાર્યજીને કબીરજીની માફક લાગે છે કે –
“ધરતી કા કાગજ કરું, કલમ કરું વનરાય; સાત સમુદ્ર કી શાહી કરું હરિગુન લિખ્યા ન જાય.'’૩
પ્રભુ તો અનંત ગુણોના ભંડાર છે. એક ગુણનો મહિમા વર્ણવવા જઈએ ત્યાં બીજા ગુણો સ્મૃતિપટ પર ઊપસી આવે છે. અને તેઓ તે ગુણોની વિચારધારામાં એકરાગ થઈ જાય છે. પરંતુ વાણી વડે બધા ગુણોનું વર્ણન કઈ રીતે થઈ શકે ? કારણ ગુણો અનંત છે અને વાણી કર્મવર્તી છે. ભગવાનના એક જ ગુણનું વર્ણન કરવું હોય તો વૈખરી વાણી પણ તે કરી શકે નહિ, કારણ કે તેની શક્તિ મર્યાદિત છે. તેથી કરીને જ બધા જ ગુણોનું યથાર્થ વર્ણન તો થઈ જ કેવી રીતે શકે ? તેથી કરીને સૂરિજીને પ્રલયકાળના સમુદ્રને પોતાની ભુજા વડે તરવા કરતાં પણ વિશેષ મુશ્કેલી લાગે છે.