________________
શ્રી ભક્તામર સ્તોત્ર
263
શરૂઆત કરનાર, મોક્ષમાર્ગની રચના કરનાર કહ્યાં છે. જેમણે પોતે શાશ્વત સુખને પ્રાપ્ત કરી, અન્ય જીવોને તે માર્ગે જવાની પ્રેરણા આપી છે. અર્થાત્ મોક્ષમાર્ગના સર્જનહાર હે પ્રભુ ! તું જ છે. પ્રભુને ઈશ્વર પણ કહેવામાં આવ્યા છે. અન્ય દેવો કરતાં હે પ્રભુ ! રાગ-દ્વેષ આદિ કષાયોથી રહિત છે. સૂરિજીએ શ્લોક ૨૧ ‘મન્યે વાં હરિહરાવ્ય પુર્વે વૃષ્ટા' દ્વારા પ્રભુને અન્ય દેવો કરતાં શ્રેષ્ઠ કહી ઈશ્વર તરીકે વર્ણવ્યા છે. તદ્ઉપરાંત શ્લોક ૨૬ તુમ્યું નમસ્ત્રિમુવનાર્તિહરાય નાથ ।'માં પણ પ્રભુને ઈશ્વર તરીકે વર્ણવ્યા છે.
પ્રભુને અનન્ત પણ કહેવામાં આવ્યા છે. જેનું કોઈ કાળે મૃત્યુ નથી થતું. મોક્ષરૂપી શાશ્વત સુખ પામ્યા પછી જેનો અંત થતો નથી અર્થાત્ પ્રભુ અનંત એટલે મૃત્યુથી રહિત છે. તેમનું શાશ્વતપણું. અનન્તતા નિશ્ચિત છે. આ નામવાચક ગુણને સૂરિજીએ શ્લોક ૨૩ ‘વામાનનન્તિ મુનય: પરમ પુાંસ'માં વણી લીધો છે.
પ્રભુને ‘અનંગકેતુ’ તરીકે પણ વર્ણવવામાં આવ્યા છે. ‘અનંગકેતુ' એટલે કામદેવનો નાશ કરનાર કેતુ સમાન. સૂરિજીએ શ્લોક ૧૫ ચિત્રં મિત્ર વિ તે ત્રિવશાાનામિમાં તેમને અનંગકેતુ તરીકે વર્ણવ્યા છે. દેવાંગનાઓ પણ પ્રભુનું મન ચલિત કરી શકતી નથી. કામ-વાસના પર સંપૂર્ણ વિજય મેળવ્યો છે એવા અનંગકેતુ.
પ્રભુને ‘યોગીશ્વર' અને પછી તરત જ ‘વિદિતયોગ’ એ બે શબ્દો વડે સૂરિજીએ નિરૂપ્યા છે. શ્લોક ૨૩ ‘હ્રામામનન્તિ મુનય: પરમં કુમાતમાં પ્રભુને મુનીન્દ્ર તરીકે વર્ણવ્યા છે. જેનો અર્થ યોગીશ્વર જ થાય છે અને ‘વિદિતયોગ' એટલે મોક્ષમાર્ગને જે સારી રીતે જાણે છે આ બંને વિશેષણોનું વર્ણન આ શ્લોક ૨૩માં સૂરિજીએ કર્યું છે.
જ્ઞાનીજનો પ્રભુને ‘અનેક’ અને સાથે સાથે ‘એક’ સ્વરૂપે પણ ઓળખાવે છે. પ્રભુ એક છે પરંતુ તેમનાં ગુણવાચક નામ અનેક છે. સૂરિજીએ શ્લોક ૨૦ ‘જ્ઞાનં યથા ત્વયિ વિમાતિ તાવાશમ્'માં એક પ્રભુના જ અન્ય દેવો કરતાં અનેક નામો વર્ણવ્યાં છે.
પ્રભુને જ્ઞાન-સ્વરૂપ અને અ-મલ અર્થાત્ મલરહિત વર્ણવ્યા છે. જેમણે સઘળા જ્ઞાનાવરણીય કર્મોનો ક્ષય કરી કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરી છે. ઘાતી અને અઘાતી કર્મોરૂપી મલ જેનો સંપૂર્ણપણે ક્ષય થયો છે તેવા પ્રભુની સ્તુતિ સૂરિજીએ શ્લોક ૧૮ ‘નિત્યોવયં રહિતમોત્તમહાન્યારું'માં કરી છે. જેને રાહુ પણ ગ્રસી શકતો નથી, અર્થાત્ સર્વ કર્મોનો ક્ષય કરેલો છે એવા પ્રભુને કર્મોરૂપી રાહુ હવે ગ્રસી શકતો નથી. તેથી તેમને જ્ઞાન સ્વરૂપ અને ‘અ-મલ’ કહ્યા છે.
સ્તુતિકાર સૂરિજીએ રચેલ આ શ્લોકનો એક એક શબ્દ શ્રી જિનેશ્વરદેવની એક એક વિશેષતાનું વર્ણન કરી રહ્યો છે. અર્થાત્ સૂરિજીએ આ સ્તુતિ દ્વારા પ્રભુના વિરાટ વ્યક્તિત્વની ઝાંખી કરાવી છે. અહીં સૂરિજીની ભક્તિપૂર્વકની ભાવ વિભોરતા દ્વારા દર્શન-જ્ઞાન-ચારિત્ર ત્રણેયનો સમન્વય થયેલો જોવા મળે છે.