________________
66 * ।। ભક્તામર તુર્થ્ય નમઃ II
દેવ અને ગુરુ બંનેને કરવામાં આવે છે. પરંતુ દેવ અર્થાત્ શ્રી જિનેશ્વરદેવને સવિશેષ વંદન ક૨વામાં આવે છે.
જિન-બિંબ સમક્ષ જે વંદન કરવામાં આવે છે તેને ચૈત્ય-વંદન કહેવામાં આવે છે.
વંદના-સાહિત્ય : શ્રી ભદ્રબાહુ સ્વામીએ ૧૯૪ ગાથાઓમાં વંદનાસૂત્ર પર નિર્યુક્તિ લખી છે. જે વંદના પરનો સૌથી પ્રાચીન ગ્રંથ માનવામાં આવે છે. આ જ સૂત્ર પર શ્રી યશોદેવસૂરિએ વિ. સં. ૧૧૭૪માં ચૂર્ણિ અને શ્રી સોમસુંદરસૂરિએ ભાષ્ય લખ્યું હતું તથા ‘આવશ્યક સૂત્ર' પર પણ ‘વંદાવૃત્તિ’ના નામથી એક ટીકા લખવામાં આવી છે.
‘વંદના’ વિશે પણ ઘણું સાહિત્ય મળી આવે છે. વંદના એ ભક્તિ માટેનું આવશ્યક અંગ છે જેના દ્વારા આળસ અને લાપરવાહી દૂર થાય છે. વંદના દ્વારા પ્રભુ પ્રત્યે શ્રદ્ધા પ્રકટ થાય છે. ૫. વિનય
‘વિનય' એટલે વિશેષ રૂપથી નમસ્કાર કરવા. શ્રી જિનેશ્વરદેવના મહિમાથી પ્રભાવિત થઈને ભક્ત નમીને, પંચાંગ પ્રણિપાત દ્વારા નમસ્કાર કરે છે તે વિનય છે. જ્યાં વિનયપૂર્વક નમવામાં આવે છે, ત્યાં ન તો કોઈ પણ પ્રકારનો સ્વાર્થ હોય છે, ન કોઈ પ્રકારનો દબાવ. કોઈ પણ પ્રકારના સ્વાર્થના કારણે વિનયપૂર્વક નમન કરવામાં આવે તો તે એક પ્રકારની ખુશામત છે અને જો દબાવપૂર્વક નમન કરવામાં આવે તો તે કાયરતા છે. વિનય સ્વયં ઉત્પન્ન થાય છે, તેમાં સાત્ત્વિકતાનો ભાવ રહેલો હોય છે. વિનયપૂર્વકનું નમન જ વિનયકર્તાની હૃદયની નિર્મળતાનું પ્રતીક હોય છે. જેનું વિનયપૂર્વકનું નિર્મળ હૃદય હોય તે જ બીજાના ગુણો પર મુગ્ધ થઈને તેના ગુણોની યશોગાથાનું ગાન કરી શકે છે.
ઉમાસ્વાતિના ‘તત્ત્વાર્થધિગમ્'ના પ્રથમ વાક્ય, જ્ઞાનદર્શન ચારિત્રાણિ મોક્ષ માર્ગ:' સાથે વિનય જોડાયેલો છે.
શ્રાવકાચારમાં આચાર્ય વસુનન્દિ જણાવે છે કે, જ્ઞાનમાં, જ્ઞાનના ઉપકરણશાસ્ત્ર આદિમાં તથા જ્ઞાનવંત પુરુષોમાં ભક્તિની સાથે નિત્ય જે અનુકૂળ આચરણ કરવામાં આવે છે તે જ્ઞાન
વિનય છે.’
તાત્પર્ય કે જ્ઞાન-વિનય એ જ્ઞાનની ભક્તિ છે અને એ ભક્તિથી જ કેવલજ્ઞાન ઉત્પન્ન થાય છે. વિનય અને શ્રદ્ધાને ગાઢ સંબંધ છે. જ્યાં સુધી શ્રદ્ધા ન હોય ત્યાં સુધી વિનય ન આવે. જૈન સાહિત્યકારોએ દર્શનમાં શ્રદ્ધા કરવાને જ દર્શન-વિનય કહ્યો છે.
તાત્પર્ય કે તત્ત્વાર્થનું શ્રદ્ધાન જ સમ્યગ્ દર્શન છે. જેનાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે અને તેથી જ તત્ત્વાર્થનું શ્રદ્ધાન જ દર્શન-વિનય છે મોક્ષની પ્રાપ્તિ થાય છે.
ઉચ્ચકોટિનું ચારિત્ર ધારણ કરેલા પ્રત્યેના આદર-સત્કારને ચારિત્ર-વિનય માનવો જોઈએ.