________________
243
શ્રી ભક્તામર સ્તોત્ર સૂર્ય છું, પરંતુ એ કે જેનું સહજ સ્વરૂપ અપ્રગટ છે. તેથી તે અનુદીય છે. એક વખત સાધનાની પરિપક્વતા આવી જતાં મારો આત્મસૂર્ય અથવા આત્મવિધુ સ્વયં પ્રકાશમાન-ઉદીયમાન બની જશે. પરિપક્વતા માટે જ હે પ્રભુ ! તારું સ્મરણ કરી પ્રકાશમાન થવા પ્રયત્ન કરું છું. જ્યારે હું પોતે પ્રકાશમાન બની જઈશ, ત્યારે તારામાં અને મારામાં શો તફાવત રહેશે ? અર્થાત્ કંઈ જ નહિ.''
,,રર
અહીં સૂરિજી પ્રભુ સમક્ષ પોતાના અપ્રગટ સ્વરૂપની સંવેદના પ્રગટ કરીને, જિનેશ્વરદેવની પરમ કૃપાથી શીઘ્ર પૂર્ણજ્ઞાનની પ્રાપ્તિની શુભ કામના કરે છે. ‘આત્મા જ પરમાત્મા સ્વરૂપ છે.’ એ ઉક્તિને સમર્થન આપે છે.
પ્રભુ અતીન્દ્રિય જ્ઞાનનો પ્રકાશ દેનાર છે. હે ભગવાન ! અમને જ્ઞાનપ્રકાશ દેનાર આપ જ્યાં બિરાજો ત્યાં અમને સૂર્ય-ચંદ્રનાં તેજ પણ ઝાંખાં લાગે છે. સૂર્ય-ચંદ્રનો પ્રકાશ તો ઇન્દ્રિયજ્ઞાનના નિમિત્ત છે, ને આપ તો અતીન્દ્રિય જ્ઞાનનો પ્રકાશ દેનારા છો. આપના દેહનું તેજ પણ કોઈ અલૌકિક-આશ્ચર્યકારી છે અને અંદર આત્માનું ચૈતન્ય તેજ પણ અચિંત્ય-આશ્ચર્યકારી છે. જેમ ખેતરમાં ભરપૂર અનાજ પાકી ગયા પછી વરસાદની શી જરૂર ? તેમ આપ જ્યાં બિરાજો ત્યાં પ્રકાશ જ છે - પછી સૂર્ય-ચંદ્રની શી જરૂર ? અને આત્મામાં અતીન્દ્રિયજ્ઞાન ખીલ્યું ત્યાં ઇન્દ્રિયોની કે તેના નિમિત્તરૂપ સૂર્ય-ચંદ્રના પ્રકાશની શું જરૂર ? જ્ઞાન તેજ ખીલી ગયું ત્યાં હવે પ્રકાશ-ઇન્દ્રિય વગેરેની પરાધીનતા રહેતી નથી. તેનો અદ્ભુત મહિમા ‘પ્રવચનસાર'માં કુંદકુંદાચાર્યે સમજાવ્યો છે. તેઓ ‘પ્રવચનસાર' ગાથા ૬૭માં કહે છે કે જો અંધારામાં દેખાય એવી આંખની જ શક્તિ હોય તો (બિલાડી વગેરેને) દીવાની શી જરૂર છે ? તેમ જો આત્મા પોતે સ્વભાવથી જ સુખરૂપ પરિણમ્યો છે તો વિષયો તેને શું કરે છે ? હે દેવ ! આપનું જ્ઞાન અને સુખ બંને બાહ્ય વિષયોથી નિરપેક્ષ છે, આપનું જ્ઞાન તો સ્વયંભૂ છે.
પ્રભુની પ્રાપ્તિ થતાં આત્મામાં જ્ઞાનપ્રકાશ પથરાઈ ગયો, અજ્ઞાનરૂપી અંધકાર દૂર થઈ ગયો. તેથી કરીને હવે સૂર્ય-ચંદ્રની કોઈ જરૂ૨ નથી. અતીન્દ્રિય જ્ઞાનના પ્રાગટ્ય પછી હવે બાહ્ય વિષયોની જરૂર નથી. કારણ કે પ્રભુના અતીન્દ્રિય જ્ઞાનતેજ પાસે ઇન્દ્રિયજ્ઞાન તો સાવ ઝાંખાં પડી ગયાં. અતીન્દ્રિયજ્ઞાન ખીલ્યું ત્યાં હવે ઇન્દ્રિયોનું શું કામ છે ? સ્વાનુભૂતિમાં સાધકનું જ્ઞાન પણ ઇન્દ્રિયોથી અલગ થઈને, અલગ રહીને સ્વતંત્ર કામ કરે છે. જ્યાં પરિપૂર્ણતા હોય ત્યાં કયું કાર્ય કરવાનું બાકી રહે ? કશું જ નહિ. અહીં સ્થૂળ સ્વરૂપે ઇન્દ્રિયોને સૂર્ય-ચંદ્ર દર્શાવવામાં આવ્યાં છે. જ્યારે અતીન્દ્રિયજ્ઞાનની પ્રાપ્તિનો શ્રોત પ્રભુના મુખારવિંદના દર્શનને જણાવ્યું છે.
પ્રભુનો મુખરૂપી ચંદ્રમા જ્યારે જગતને પ્રકાશિત કરે છે ત્યારે રાત્રે ચંદ્રમા અને દિવસે સૂર્ય આડો આવે છે. ચંદ્રમાની કાંતિ રેલાય છે અને અજવાળું ફેલાય છે એટલે જીવમાં જ્યારે ચારિત્રબળ ખીલતું જાય છે, અને આત્માના ગુણો ચોમેર ફેલાતા જાય છે ત્યા૨ે તેમ કરવામાં નિમિત્ત બનતાં જ્ઞાન અને દર્શનની (અર્થાત્ સૂર્ય અને ચંદ્રની) અગત્ય ઘણી અલ્પ બની જાય છે. જ્ઞાન અને દર્શનની સહાયથી જીવે ચારિત્ર પામવાનું હોય છે. જ્યારે સંપૂર્ણપણે ચારિત્રની પ્રાપ્તિ થાય છે ત્યારે જ્ઞાન અને દર્શનની અગત્ય ગૌણ થઈ જાય છે. જ્યાં ઉત્કૃષ્ટ ચારિત્ર હોય છે ત્યાં જ્ઞાન અને દર્શન