________________
201
શ્રી ભક્તામર સ્તોત્ર 'વપ્રમાવાત્' - તારા જ પ્રભાવથી ‘તવસંસ્તવનં' - તારા સ્તવનનો પ્રારંભ થઈ રહ્યો છે. તારો પ્રભાવ ન હોય તો મારાથી કાંઈ જ થવું શક્ય નહોતું.''
જો પ્રભાવ પ્રભુનો અને સ્તવન ભક્તનું હોત તો અથવા પ્રભાવ ભક્તનો અને સ્તવન પ્રભુનું હોત તો કાંઈ જ શક્ય નહોતું. પરંતુ બંને તારા હોય એટલે કે જે અનંત ગુણોનો ભંડાર છે, તેઓનું સૂરિજીએ સ્તવન કર્યું છે. આ સ્તુત્ય એવા છે જે ત્રણે લોકમાં મહાન છે. તેથી ત્રણે લોકમાં તમારી સ્તુતિનો મહિમા ફેલાઈ જાય છે. ઊર્ધ્વ લોકમાં દેવેન્દ્રો પણ ભક્તિપૂર્વક આપની સ્તુતિ કરે છે. મનુષ્ય લોકમાં માનવી પણ આપની સ્તુતિ કરે છે. અને અધોલોકમાં ધ૨ણેન્દ્ર વગેરે પણ પ્રભુની સ્તુતિ-ગુણગાન કરે છે. પ્રભુ અનંત ગુણોની પ્રભુતાથી શોભી રહ્યા છે. પ્રભુના આવા ગુણોનું વર્ણન સૂરિજી કરી રહ્યા છે અને તે સ્તુતિની રચના કેવી ચિત્તાકર્ષક અને સુંદર હશે કે જેવી રીતે કમળપત્ર પર પડેલાં પાણીનાં ટીપાં મોતીની શોભા પામે છે એ રીતે પોતાના મુખમાંથી નીકળેલા આ શબ્દો સ્તવનની શોભા ધા૨ણ ક૨શે અને સત્પુરુષોના ચિત્તનું હરણ ક૨શે. પોતે પોતાને અલ્પજ્ઞ અલ્પ શક્તિશાળી માને છે. પણ પ્રભુ પર પૂર્ણ વિશ્વાસ અને શ્રદ્ધા છે. પોતે જેની સ્તુતિ કરે છે જેને સ્તવવા ધારેલા છે, જે સ્તુત્ય છે તે પ્રભુ શ્રી આદિનાથ ભગવાનનો પ્રભાવ જ એવો છે કે સામાન્ય રચના પણ અમૂલ્ય રચના બની જાય છે. જ્યાં ભાવ હોય ત્યાં પ્રભાવ પણ હોય જ છે. જે કંઈ ઉત્કૃષ્ટ છે, જે કંઈ ઉત્તમ છે, જે કંઈ પ્રભાવક છે તે સર્વનો યશ તે શ્રી આદિનાથને સોંપે છે. અને અહીં એક અનન્ય ભક્તિની, શ્રદ્ધાપૂર્વકની ભક્તિનાં દર્શન કરાવે છે. તેઓ પ્રભુના યશોગાનમાં એવા તો લીના થઈ ગયા છે કે તેમને નામ, યશ, કીર્તિની રંજમાત્ર ખેવના નથી અને સંપૂર્ણ સમર્પણભાવ લાવી પ્રભુમાં તરૂપ થવાનો પ્રારંભ કર્યો છે.
ભક્તના કવિમાનસમાં એક પછી એક કલ્પનાઓ ઊઠતી રહી છે અને તે સઘળી કલ્પનાઓ પ્રકૃતિમાંથી તેઓએ મેળવી છે. દરેક શ્લોકમાં દૃષ્ટાંતરૂપ આપવામાં આવેલી કલ્પનાઓ ભવ્ય, ઉત્કૃષ્ટ છે તે અહીં રજૂ થતાં ઉપનામો પરથી મળી રહે છે. જેમ જેમ એક પછી એક શ્લોક રચાતા જાય છે તેમ તેમ તેમની ભાષામાં મધુરતા પણ આપવામાં આવેલાં દૃષ્ટાંતો જેટલી જ મધુર બનતી જાય છે.
શ્લોક મો
आस्तां तव स्तवनमस्तसमस्तदोष, त्वत्संकथापि जगतां दुरितानि हन्ति । दूरे सहस्रकिरणः कुरुते प्रभैव, पद्माकरेषु जलजानि विकासभाञ्जि ।।९।।
દૂર રાખો સ્તવન કરવાં આપનાં એકધારાં, પાપો નાસે જગજન તણાં નામ માત્ર તમારાં;
જો કે દૂરે રવિ રહી અને કિરણોને પ્રસારે, તો યે ખીલે કમલદલ તે કિરણોથી વધારે. (૯)