Book Title: Bhaktamar Tubhyam Namaha
Author(s): Rekha Vora
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 506
________________ ભક્તામર સ્તોત્રમાં મંત્ર – યંત્ર - તંત્ર અને અષ્ટકો છે 487 થાય. જેને પુત્ર ન હોય તેને આ મંત્રનો હંમેશાં જાપ કરવાથી પુત્રની પ્રાપ્તિ થાય, બીજી પણ જે કોઈ જાતની ચિંતા હોય તેનો પણ નાશ થાય. (૧૯) કથા ૧૯ અને શ્લોક ૩૧મો મંત્રા—ાય અને તેની વિધિ ગુણાકરસૂરિની વૃત્તિમાં આ પ્રમાણે આપેલ છે : अरिहंतसिद्धआयरियउवज्झायसव्वसाहूसव्वधम्मतित्थयराणं ॐ नमो भगवईप सुअदेवयाए संतिदेवयाणं सव्वपवयणदेवयाणं दसण्हं दिसापालाणं पंचण्हं लोगपालाणं ॐ ह्रीं अरिहंतदेवं (वाय) નમ: વિધિ : જ્યારે શીખીએ ત્યારે સ્નાન કરી પવિત્ર વસ્ત્ર પહેરી આ મંત્ર વડે કેસરથી કાન પૂજી, ગુરુ પાસે આવીને જ્યારે ગુરુ શિખવાડે ત્યારે ઉત્તર દિશા તરફ મુખ રાખી ગુરુને નમસ્કાર કરી મંત્રાલર શીખવો. ગુરુને સારાં વસ્ત્રો આપીને ગુરુની પૂજા સારી રીતે કર્યા પછી આ મંત્ર શીખવો. ત્યાર પછી ત્રણ મહિના સુધી આ મંત્રનો હંમેશાં ૧૦૮ વખત જાપ કરવો. જાપ હંમેશાં સવારમાં ઊઠીને કરવો. જાપ જપીને બંને હાથ મોં ઉપર ફેરવવા, ત્યારપછી ઊઠીને જ્યાં કાંઈ કામ હોય ત્યાં જવાથી ધારેલું કામ નિશ્ચય કરીને સફળ થાય છે, મનોકામના સિદ્ધ થાય, રણસંગ્રામમાં સ્મરણ કરીએ તો જીત થાય, વેરી-દુશ્મન નાસી જાય. આ મંત્ર બહુ ઉચ્ચ કોટિનો છે. (૨૦) કથા ૨૦ અને શ્લોક ૩૭માં ગુણાકરસૂરિએ આ પ્રમાણેના મંત્રા—ાય અને વિધિ જણાવેલ છે : ॐ ह्रीं श्री कलिकुण्डदण्डस्वामिन् । आगच्छ आगच्छ आत्ममन्त्रान् रक्ष रक्ष परमन्त्रान् छिन्द छिन्द मम सर्वसमीहितं कुरु कुरु हुं फट् स्वाहा । एतज्जापात् सकलसम्पदो भवन्ति जापः सहस्र १२ रक्तश्वेतपुष्पैः कार्यः ।। વિધિ : પોષ વદિ ૧૦(ગુજરાતી માગશર વદિ ૧૦)ના દિવસે રવિવાર હોય ત્યારે આ મંત્રની સાધના કરવી, ગુરુ પાસે મંત્ર શીખી લઈને સવારમાં સ્નાન કરી ગુરુની પૂજા કરી પૂર્વ દિશા સન્મુખ બેસી શ્રી પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિ આગળ રાખી, અષ્ટ દ્રવ્યનો હોમ કરીને પાસે શ્રી ચક્રેશ્વરી દેવીની મૂર્તિ પણ રાખીને હંમેશાં ૧૦૮ જાપ કરવાથી છ મહિનામાં ચક્રેશ્વરી દેવી પ્રત્યક્ષ થાય અથવા સ્વપ્નમાં વરદાન આપે. (૨૧) કથા ૨૧મી અને શ્વેતામ્બર પાઠ પ્રમાણે શ્લોક ૩૪ અને દિગમ્બર પાઠ પ્રમાણે ૩૮મા શ્લોકનો મંત્રા—ાય ગુણાકરસૂરિએ ગજભય નિવારણાર્થે આ પ્રમાણે જણાવેલ છે : ॐ हुँ फट् स्वाहा જ્યારે કોઈ હાથીનું સંકટ ઉપસ્થિત થાય ત્યારે આ મંત્રનો જાપ કરવાથી સંકટ દૂર થાય છે. (૨૨) કથા ૨૨મી અને શ્વેતામ્બર પાઠ પ્રમાણે શ્લોક ૩૫ દિગમ્બર પાઠ પ્રમાણે ૩૯મા શ્લોકનો મંત્રા—ાય ગુણાકરસૂરિએ સિંહભય નિવારણ અર્થે આ પ્રમાણે આપેલ છે :

Loading...

Page Navigation
1 ... 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544