________________
પદ્યસંખ્યાની સમસ્યા 383 બીજી વાર કૉપી કરતા અને એ શ્લોકને પણ ભેગા કરી દેતા. આમ આપણે ત્યાં ઘણા ગ્રંથોમાં શ્લોકો ઉમેરાઈ ગયા છે અને ગ્રંથો મોટા થઈ ગયા છે. બીજા ધર્મના ગ્રંથોમાં પણ આવું ઘણી વાર બન્યું છે. મહાભારતના મૂળ શ્લોક માત્ર પંચોતેર હજાર છે. તેમાં એક લાખ શ્લોક નવા ઉમેરાયા છે. આમ શ્લોક ઉમેરવાની પદ્ધતિ તો આપણે ત્યાં ખૂબ જૂના કાળથી ચાલે છે. પણ શ્લોકો કાઢી નાંખવાની પદ્ધતિ પ્રાચીન કાળમાં ન હતી.
ભક્તામર સ્તોત્રમાં આ ગાથાઓ ઉમેરેલી છે, એ વાત સ્પષ્ટ છે. કારણ કે પૂ. માનતુંગસૂરિ મહારાજની તો ચુમ્માળીસ જ ગાથા છે. આ ગાથાઓ ઉમેરેલી છે એ વાત એટલા માટે શક્ય છે કે શ્રી કલ્યાણ મંદિર સ્તોત્રમાં ભગવાનનાં આઠ પ્રતિહાર્યોનું વર્ણન છે. જ્યારે શ્રી ભક્તામર સ્તોત્રમાં માત્ર ચાર જ પ્રતિહાર્યોનું વર્ણન છે. કોઈક વિદ્વાન આચાર્ય કે આરાધકે આ ચાર પ્રતિહાર્યોનું વર્ણન કરતી ચાર ગાથા પોતે પાછળથી બનાવી હોય.”૨૮
શ્લોકોની સંખ્યા વધી જવાનું કારણ હસ્તપ્રતો હશે તેવું શ્રી રાજયશસૂરિ મહારાજ સાહેબનું માનવું છે. તેઓ શ્વેતામ્બર સંપ્રદાયમાં પ્રચલિત ૪૪ શ્લોકી પાઠ જ આ સ્તોત્રના માને છે. પરંતુ ચાર અતિરિક્ત શ્લોક ઉમેરવાનું કારણ કદાચ કલ્યાણમંદિરના સ્તોત્રમાં આઠ પ્રતિહાર્યોનું વર્ણન છે તેથી કોઈક વિદ્વાને આ ચાર અતિરિક્ત શ્લોક રચીને ઉમેરવાનું કાર્ય કર્યું હશે. જો લહિયાઓના હાથે આવી ભૂલ દ્વારા શ્લોકો ઉમેરાયા હોય તો અત્યાર સુધીમાં ભક્તામર સ્તોત્રના શ્લોકોની સંખ્યા ઘણી વધી ગઈ હોત. કારણ કે જેમ મહાભારતના મૂળ શ્લોકમાં એક લાખ શ્લોકો નવા ઉમેરાયા છે તેવી જ રીતે આમાં પણ બન્યું હોત. તેથી આ તથ્ય પણ તર્કસંગત જણાતું નથી કોઈક વિદ્વાને ચાર શ્લોકની રચના કરી અને મૂળ સ્તોત્રમાં તેને સમાવિષ્ટ કર્યા હશે તે યથાયોગ્ય છે.
આ અતિરિક્ત ચાર શ્લોકો કોઈ અન્ય વિદ્વાન પંડિતે બનાવ્યા છે. છતાંય તેમાં ૪૪ શ્લોકોની જેમ જ યંત્રો, મિત્રો, તંત્રો છે તેથી આ શ્લોકો પણ પ્રભાવિક જણાય છે. તો પછી એ કેવી રીતે માની શકાય કે આ ચાર શ્લોક શ્રી માનતુંગસૂરિકૃત રચના નથી ? આ પ્રશ્નના ઉત્તર સ્વરૂપે શ્રી રાજયશસૂરિ મહારાજ સાહેબ જણાવે છે કે લાગે છે કે આ ૪ (ચાર) ગાથામાં પૂ. માનતુંગસૂરીશ્વરજી મહારાજ જેવી પ્રાસાદિકતા નથી. આખાય કાવ્યમાં ક્યાંય જોવા ન મળે તેવા પ્રાસોનું આયોજન કરવામાં આવ્યું છે. તેથી તે ગાથા બનાવનાર વિદ્વાન હશે અને તે ગાથાઓ પણ પ્રભાવિક હશે, તેની અમે ના નથી કહેતા.'
માત્ર પૂ. માનતુંગસૂરીશ્વરજી મહારાજે આ ગાથા બનાવેલી નથી, માટે જેઓએ પૂ. આચાર્ય માનતુંગસૂરીશ્વરજી મહારાજની રસમય અને પ્રભાવિક કૃતિનો આગ્રહ કર્યો હોય તેમણે તો આ ગાથાઓનો પાઠ વચમાં તો ન જ કરવો જોઈએ. પૂ. આચાર્ય માનતુંગસૂરીશ્વરજી મહારાજે તો ૪૪ ગાથાનું ભક્તામર બનાવ્યું છે.
શ્રી ભક્તામરની મૂળ ૪૪ ગાથામાં બીજી ચાર ગાથાઓ ઉમેરાયેલી લાગે છે. એનો કોઈક બીજો પુરાવો પણ મળે છે. આ ગાથાઓ ઉમેરાયેલી છે અને તે ઉમેરાયેલી હોવાથી