________________
56 । ભક્તામર તુભ્યે નમઃ II
અર્થાત્ જે પ્રકા૨ે પેટ ભરવાને માટે ગાયો વનમાં જાય છે, ઘાસ ચરે છે, ચારે દિશાઓમાં ફરે છે, પરંતુ તેનું મન તો તેના વાછરડાંઓમાં જ લાગેલું હોય છે. તેવી જ રીતે સંસારનાં કામો કરવા છતાં ભક્તનું મન ભગવાનનાં ચરણોમાં જ લાગેલું હોય છે.'
નામ-સ્મરણમ્, સ્તવન, સ્તુતિ દ્વારા ભક્તિમાં અવિચળ અન્યયનિષ્ઠા પ્રભુ પ્રત્યે રહેલી હોય છે.
શ્રી જિનેન્દ્રદેવ વીતરાગી છે. તેઓ તો બધા જ પ્રકારના રાગોથી પર થવાનો ઉપદેશ આપે છે. રાગ ગમે તેવા પ્રકારનો હોય તો પણ તે કર્મોના આશ્રવ (આગમન)નું કારણ બને છે. તો પછી જિનેશ્વરદેવ જે સ્વયં વીતરાગી છે તો, તેમના પ્રત્યે રાગ કેવી રીતે સંભવિત છે ?
આ પ્રકારનો ઉત્તર આચાર્ય સમન્તભદ્રે ‘સ્વયંભૂસ્તોત્ર’માં આ પ્રમાણે આપ્યો છે ઃ
“પૂજ્યું જિનું ત્વાર્ચયતો જનસ્ય સાવધલેશો બહુ-પુણ્યરાશો । દોષાય નાડલં કણિકા વિષમ્ય ન દૂષિકા શીત-શિવામ્બુરાશો ।।’3
અર્થાત્ શ્રી જિનેશ્વ૨દેવની પૂજા કરતાં અનુરાગના કારણે જે લેશ માત્ર પાપઉપાર્જન થાય છે, તે બહુપુણ્ય રાશિમાં એ જ પ્રકારે દોષનું કારણ નથી બનતું જે પ્રકારે વિષનું એક કણ કે શીત-શિવામ્બુને – ઠંડા કલ્યાણકારી જલથી ભરેલા સમુદ્રને દૂષિત ક૨વામાં સમર્થ નથી હોતા.'
તાત્પર્ય કે શ્રી જિનેન્દ્રદેવ, વીતરાગ પરમાત્મા પ્રત્યે અનુરાગ કરવાથી લેશમાત્ર પાપ તો થાય જ છે, પરંતુ એટલું જ પુણ્ય અધિક થાય છે કે એ રંજ માત્ર પાપ તેને દૂષિત કરવાનું સામર્થ્ય નથી રાખતું.
સાંસારિક સ્વાર્થથી પ્રેરિત થઈને ક૨વામાં આવેલો રાગ કર્મબંધનું કારણ છે. એટલે કે વીતરાગ પરમાત્માએ રાગથી ‘૫૨' થવાનું કહ્યું છે. એ 'પર' થવાવાળો રાગ કર્મબંધનું કારણ છે જ્યારે વીતરાગ ૫રમાત્મા ‘પર' નથી પરંતુ સ્વયં આત્મા જ છે. આ તો નિષ્કામ અનુરાગ છે તેથી તેમાં કર્મ બાંધવાની શક્તિ નથી હોતી પરંતુ કર્મને છોડવાની હોય છે. તેથી પ્રભુ પ્રત્યે અનુરાગ એ જ ભક્તિ છે.
ભક્તિપૂર્વક કરવામાં આવેલી સ્તુતિ પુણ્યવર્ધક કર્મોને જન્મ આપે છે. શ્રી જિનેશ્વ૨દેવના ગુણોમાં અનુરાગ કરવાથી સામર્થ્યવાન અંતરાય કર્મ, કે જે સારાં કાર્યોમાં વિઘ્ન રૂપે હોય છે, તેનો નાશ થાય છે. શુભ કર્મોનું આગમન થવાથી બધી જ મનોકામનાઓ પૂરી થાય છે. આચાર્ય શ્રી વસુનન્દિએ પણ ‘શ્રાવકાચાર'માં આવું જ કંઈક જણાવ્યું છે કે, ‘અરિહંત ભક્તિ આદિ પુણ્ય ક્રિયાઓમાં, શુભ ઉપયોગના હોવાથી પુણ્યનું આગમન થાય છે અને તેનાથી વિપરીત અશુભ ઉપયોગથી પાપનો આશ્રવ થાય છે. એવું શ્રી જિનેન્દ્રદેવે કહ્યું છે.
૩