________________
458
।। ભક્તામર તુર્થ્ય નમઃ ॥
થયેલી જોવા મળે છે. આ મંડળો વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન પણ કરે છે. ‘ભક્તામર પૂજનો' પણ મોટી સંખ્યામાં ભણાવા લાગ્યા છે, અને તે દ્વારા પણ ભક્તામરનું મહાત્મ્ય વધતું જતું જોવા મળે છે.
ભક્તામર સ્તોત્રનો પ્રભાવ દિન-પ્રતિદિન વધતો જતો જોવા મળે છે. ઘણાં ભકતોને ભક્તામરના પ્રભાવો-ચમત્કારો થયાં છે. ઘણાં આચાર્ય મહારાજોને પણ અનુભવો થયા છે. શ્રી રાજયશસૂરિ મહારાજ સાહેબે સ્વઅનુભવની ભક્તામર સ્તોત્રની ગુણગાથા ગાઈ છે. આ સ્તોત્ર દ્વારા કંઈક કેટલા અનુભવો લોકોને થયેલા જોવા મળે છે. શ્રી વિક્રમસૂરિ મહારાજ સાહેબે ચેન્નઈ(મદ્રાસ)ના વિવાદમય ચાતુર્માસમાં વિવાદથી વિજય મેળવી સુંદર ધર્મપ્રભાવના કરવા ૩૯મી ગાથાનો જાપ વિશેષ કર્યો હતો. તેવી નોંધ શ્રી રાજયશસૂરિ મહારાજ સાહેબે કરી છે. સાધ્વી શ્રી ડૉ. દિવ્ય પ્રભાશ્રીજી તથા શ્રી કનૈયાલાલજી મહારાજ સાહેબ આદિને પણ ભક્તામર સ્તોત્રના ઘણા બધા અનુભવો થયા છે.
શ્રી જિનેશ્વરદેવમાં સંપૂર્ણ શ્રદ્ધા, તેના ચરણોમાં સંપૂર્ણ શરણાગતિ સ્વીકારનાર, તેને સમર્પિત થઈ જઈને જે કોઈ ભક્તામર સ્તોત્રનું પઠન-પાઠન કરે છે, વિકટની ઘડીએ તેનો જપ-ધ્યાન કરે છે તે અવશ્ય મુક્તિને પ્રાપ્ત કરે છે. આવાં તો અનેક ઉદાહરણો મળે છે. તે સર્વનો સમાવેશ કરવામાં આવે તો ફક્ત ભક્તામર સ્તોત્ર મહાત્મ્ય' નામનો દળદાર ગ્રંથ તૈયાર થાય. આવા ઉત્તમ, અનુપમ, મધુર, મનવાંચ્છિત ફળ આપનાર, અને શાશ્વત સુખની પ્રાપ્તિ કરાવનાર ઉત્કૃષ્ટ ભક્તામર સ્તોત્રનો મહિમા, મહાત્મ્ય, ચમત્કાર કે પ્રભાવશાળી ઘટનાઓનું અર્થઘટન કરવું મારા જેવી અલ્પજ્ઞ, મંદબુદ્ધિવાળીને માટે અશક્ય છે.
ભક્તામર સ્તોત્રના શ્લોકોનો જુદો જુદો પ્રભાવ પડે છે અને તે વિષે વિદ્વાનોએ એ શ્લોકોનો પ્રભાવ નીચે પ્રમાણે દર્શાવ્યો છે :
શ્લોક-૧ : પ્રભાવ :
મુનિશ્રી ગુણભદ્ર વિજયજીએ પ્રથમ બંને શ્લોકને સર્વવિઘ્ન હ૨ના૨ ગાથા તરીકે વર્ણવ્યા
છે.
મુનિશ્રી લલિતસેન વિજયે જણાવ્યું છે કે પ્રથમ શ્લોકનો જાપ કરવાથી સુખ, સૌભાગ્ય, સંપત્તિ અને લક્ષ્મીનો લાભ થાય છે.
શ્લોક–૨ : પ્રભાવ :
શ્રી રાજયશસૂરિ જણાવે છે કે આ શ્લોકના પ્રભાવથી બધા જ રોગ, શત્રુ શાંત થાય તથા માથાનો દુઃખાવો દૂર થાય છે.
જ્યારે લલિતસેન વિજય આનાથી નજરબંધી થાય છે તેમ જણાવે છે.