________________
ભક્તામર સ્તોત્રનો રચના સમય અને સર્જનકથા છે 167 એ બેતાલીસમું કાવ્ય કહેતાં સર્વ સાંકળો ભાંગી ગઈ અને ઓરડાનાં બારણાં ઊઘડી ગયાં અને આચાર્ય મહારાજ રક્ષકની પાસે આવી ઊભા રહ્યા. સેવકે આ પ્રમાણે આચાર્ય મહારાજને જોઈ રાજાને ખબર આપી. ગુરુને કચેરીમાં આવેલા જોઈ રાજાએ ગુરુને નમસ્કાર કર્યા અને આશ્ચર્ય પામી કહેવા લાગ્યો કે, “ધન્ય એ ધર્મ ! ધન્ય એ જૈનદર્શન કે જ્યાં આવા મહાપ્રભાવિક આમ્નાયના જાણકાર શ્રીમાનતુંગસૂરિ જેવા રત્નત્રયીના આરાધક છે.”
ગુરુ મહારાજને મહાનિસ્પૃહી અને નિર્લોભી જાણી, વૃદ્ધ ભોજદેવે ગુરુને કહ્યું કે, “આપે શેનું સ્મરણ કીધું ?"
ત્યારે ગુરુએ કહ્યું કે, “ભક્તામર સ્તોત્રરૂપી શ્રી ઋષભદેવ ભગવાનની સ્તુતિનું સ્મરણ કીધું.” વૃદ્ધ ભોજરાજાએ પછી ગુરુ મહારાજને કહ્યું કે, “જે સ્તોત્રમાં બંધનો તૂટ્યાં એવા મંત્રાસ્નાયો છે તે કહો.”
તે વખતે આચાર્ય મહારાજે સ્વર, પદ, અક્ષર, મંત્રયુક્ત દરબાર સમક્ષ પ્રગટપણે “શ્રી ભક્તામર સ્તોત્ર' કહ્યું તે સાંભળીને ભોજરાજાએ આચાર્ય મહારાજને મહામહોત્સવ સહિત શાલાએ મોકલાવ્યા. તે દિવસથી શ્રી ભક્તામર સ્તોત્રનો મહિમા પૃથ્વીને વિશે વિસ્તર્યો અને શ્રી. જિનશાસનની કીર્તિ વધી. આ પ્રમાણે ભક્તામર સ્તોત્રની ઉત્પત્તિ જણાવી.૧૧
શ્રી ગુણકારસૂરિ રચિત “ભક્તામર સ્તોત્રવૃત્તિમાં આપેલી કથા અન્યોએ આપેલી કથાથી થોડાઘણા અંશે જુદી પડે છે. પ્રભાવચરિત' અને પુરાતન પ્રબંધ સંગ્રહ' બંને ગ્રંથોમાં રાજાનું નામ હર્ષ આપવામાં આવ્યું છે. ઘટનાસ્થળ વારાણસી અને તાળાબંધ ઓરડી બતાવવામાં આવ્યું છે. પ્રભાવક ચરિતમાં સમકાલીન કવિઓ મયૂર અને બાણ જણાવ્યા છે. જ્યારે પુરાતન પ્રબંધ સંગ્રહ'માં કવિઓનાં નામ જણાવવામાં આવ્યાં નથી. સૂરિજીને લોખંડની સાંકળથી જકડીને તાળાં મારવામાં આવ્યાં તેની સંખ્યા પ્રભાવક ચરિત'માં ૪૪ની આપવામાં આવી છે. અર્થાત્ સૂરિજીએ ૪૪ શ્લોકની રચના કરી એમ તેમનું માનવું છે.
પ્રભાવકચરિતથી ૨૭ વર્ષ પછી રચાયેલા પ્રબંધચિંતામણિ'માં રાજાનું નામ પરમારરાજ ભોજ આપવામાં આવ્યું છે. જ્યારે ઘટનાસ્થળ તરીકે ધારાનગરી અને તાળાંબંધ ઓરડી બતાવવામાં આવી છે. અને સમકાલીન કવિઓમાં બાણ, મયૂર અને શ્રીમાલપુરના કવિ માઘનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ગુણાકરસૂરિકૃત સૌથી પ્રાચીન માનવામાં આવતી, ભક્તામર સ્તોત્ર વૃત્તિમાં રાજાનું નામ વૃદ્ધભોજ આપવામાં આવ્યું છે. ઘટનાસ્થળ તરીકે ઉજ્જયિની નગરી અને આદિનાથ ભગવાનના મંદિરની પાછળનો ભાગ દર્શાવવામાં આવ્યો છે. જ્યારે સમકાલીન કવિમાં મયૂર અને બાણને માનવામાં આવ્યા છે. સાંકળોનાં બંધનોથી ૪૪ તાળાં વડે બંધાયેલા સૂરિજીને બતાવ્યા છે.
બ્રહ્મરાયમલ્લ રચિત ભક્તામરવૃત્તિમાં રાજાનું નામ ભોજ જણાવવામાં આવ્યું છે. ઘટનાસ્થળ માલવ દેશની ધારાનગરી બતાવવામાં આવી છે. સમકાલીન કવિઓમાં કાલિદાસ, ભારવિ અને માઘને વર્ણવવામાં આવ્યાં છે. સાથે સાથે કવિ કાલિદાસે રાજસભામાં કાલિકાનું આવાહ્ન કરીને