________________
પદ્યસંખ્યાની સમસ્યા છે 351 સારાભાઈ નવાબે શ્રી હરિભદ્રસૂરિની વાત કરી છે. તેઓ ઈ. સ. ૧૩મી-૧૪મી સદી સુધીમાં થયેલા પ્રાચીન કે મધ્યકાલીન હરિભદ્રસૂરિ નથી. યંત્રો અને મંત્ર-તંત્રાસ્નાયવાળી હસ્તપ્રતો જે ૪૮ પદ્યોવાળી છે તે બધી ઉત્તર મધ્યકાલીન છે આથી એ હરિભદ્રસૂરિ ઉત્તર મધ્યકાલીન પછીના
હશે,
દિગમ્બર પાઠમાં બીરતીરવાળા ચાર વધારાના શ્લોકોની વિશેષ માન્યતા છે, તે પણ અસલી છે, કે નહીં તે પણ સંશોધનાત્મક અને પરીક્ષાપાત્ર મુદ્દો છે. જોકે શ્રી સારાભાઈ નવાબે આ વિશે કંઈ પણ વિવેચન નથી આપ્યું. તો પણ દુર્ગાપ્રસાદ શાસ્ત્રી અને તેમના સહયોગી વાસુદેવ લક્ષ્મણ શાસ્ત્રીનો નિષ્કર્ષ એ રહ્યો છે કે -
“गम्भीरेत्वादि चत्वारि पद्यानि तु केनचन पण्डितमन्येन निर्माय मणिमालायां काचशकलानीव मानतुङ्गवितायां प्रवेशीतानीत्यपि तद्विलोकन मात्रेणैव कवित्वमर्मविद्भिविद्वद्भिवोढुं शक्यते ।"
શ્રી હીરાલાલ કાપડિયાએ પણ પોતાની પ્રસ્તુત સંસ્કૃત ભૂમિકામાં શ્રી દુર્ગાપ્રસાદ શાસ્ત્રીનો ઉપર્યુક્ત અભિપ્રાય રજૂ કર્યો છે, “મને સૂધ્યતે, પતqદ્યપ્રક્ષેપ કૃતિ ''
માનતુંગસૂરિજીએ રચેલી મણિમાળામાં આ ચાર વધારાનાં પઘોનું ગુચ્છક કાચના ટુકડા જેવું શ્રી દુર્ગાપ્રસાદ શાસ્ત્રીને લાગે છે જ્યારે શ્રી હીરાલાલ કાપડિયાને વધારાનાં પઘોનું પ્રક્ષેપણ કર્યું હોય તેવું લાગે છે. આ અભિપ્રાયને શ્રી જ્યોતિ પ્રસાદ જેને જેવા વિદ્વાનોએ ધ્યાનમાં નથી લીધો તે આશ્ચર્યજનક છે.
દિગમ્બર સંપ્રદાયમાં ભક્તામર સ્તોત્રનો પ્રચાર અને પ્રસાર થઈ ગયા પછી ત્યાં સ્તોત્રમાં પૂરા અષ્ટમહાપ્રતિહાર્યો હોવા જોઈએ. એવું સમજીને ચાર પ્રતિહાર્યોની ઓછપને દૂર કરવા માટે લગભગ ચાર ગુચ્છકો બનાવવાનો એક બીજાથી અલગ પ્રયત્ન લગભગ ઈ. સ. ૧૪મી - ૧૫મી સદીમાં થયો હશે. તાત્પર્ય એ છે કે તે સમયમાં પણ મૂળભૂત ભક્તામર સ્તોત્રમાં જ પ્રતિહાર્યોથી સંબંધિત જ શ્લોકો હતા. અને એટલે જ આ સ્તોત્રમાં બધા મળીને માત્ર ૪૪ શ્લોકો જ હતા.
૪૮ શ્લોકવાળા ભક્તામર સ્તોત્રના સંદર્ભમાં ડૉ. નેમિચંદ્ર શાસ્ત્રીના અવલોકન અનુસાર “માનતુંગાચાર્યે ભક્તામરની રચના કરી હતી. બંને સંપ્રદાયોએ પોતપોતાની માન્યતા અનુસાર એને અપનાવ્યું. પ્રારંભમાં આ સ્તોત્રનાં ૪૮ કાવ્ય પદ્ય હતાં. પ્રત્યેક પદ્યમાં કાવ્યત્વ રહેવાને કારણે જ ૪૮ પદ્યોને ૪૮ કાવ્ય કહેવામાં આવ્યાં છે. આ ૪૮ પદ્યોમાંથી શ્વેતામ્બર સંપ્રદાયે અશોકવૃક્ષ, સિંહાસન, છત્ર અને ચામર આ ચાર પ્રતિહાર્યોનાં નિરૂપક પદ્યોને ગ્રહણ કર્યા તથા દુંદુભિ, પુષ્પવૃષ્ટિ, ભામંડળ અને દિવ્યધ્વનિ આ ચાર પદ્યોને કાઢી નાખીને આ સ્તોત્રમાં ૪૪ પદ્યો જ માન્યાં. આ તરફ દિગમ્બર સંપ્રદાયમાં થોડી હસ્તપ્રતોમાં શ્વેતામ્બર સંપ્રદાય દ્વારા કાઢી નિંખાયેલા ચાર પ્રતિહાર્યોના બોધક ચાર નવાં પદ્યોનો સમાવેશ કરીને પદ્યોની સંખ્યા પૂરી લેવામાં આવી.