________________
40 + || ભક્તામર તુલ્યુ નમઃ | વૈવિધ્યપૂર્ણ સ્તોત્ર રચાયાં છે. આ વિવિધ અને વિશાળ પ્રમાણમાં સ્તોત્રો રચાયેલાં હોવા છતાં તેમાં એકતા અને સમરૂપતા જોવા મળે છે. તાત્પર્ય કે વિવિધ પ્રકારનાં સ્તોત્રો જે રચાયાં છે, તે સર્વ સ્તોત્રો શ્રી જિનેશ્વરદેવના ગુણોની ગાથારૂપ જ મોટા પ્રમાણમાં છે. તે સર્વ સ્તોત્રો પ્રભુચરણોમાં સમર્પિત થયેલાં છે. વૈવિધ્યભરી સૃષ્ટિઃ
જૈન સ્તોત્ર-સાહિત્ય પ્રાચીન કાળથી રચાતું આવ્યું છે. આથી તેની વિશાળતા પણ એટલી જ છે. સમુદ્રની ઊંડાઈ ન માપી શકાય તેમ આ સ્તોત્રોની ગહનતા માપવી મુશ્કેલ છે. ગહનતા તો આમાં છે જ પણ સાથે સાથે સ્તોત્રોનું વૈવિધ્ય પણ એટલું જ છે. મુદ્રિત સ્વરૂપે ઉપલબ્ધ જૈન સ્તોત્રના પરીક્ષણથી સમજાય છે કે એમાં નામાભિધાન, આરાધ્યદેવ, વિષયવસ્તુ તેમજ ભાષાશૈલી બાબતે પર્યાપ્ત વૈવિધ્ય છે. મંગલાચરણ, ભક્તકવિની આત્માભિવ્યક્તિ, આરાધ્યની ઉપાસના પદ્ધતિ, યાચનાભાવ, આરાધ્યસ્વરૂપ, મહિમા, સ્તોત્રફળ ઇત્યાદિ તત્ત્વોનો સમાવેશ એક યા બીજી રીતે ઘણાખરાં સ્તવ અને સ્તોત્રોમાં થાય છે.
વર્તમાનકાળમાં જે સાહિત્ય હસ્તગત છે તેમાં દરેક સ્તોત્રનાં જુદાં જુદાં નામો ભિન્ન ભિન્ન આરાધ્યદેવ, અર્થાત્ ૨૪ માંથી કોઈ પણ એક કે બધા તીર્થકરોની સ્તુતિ, અલગ-અલગ વિષયને લઈને સ્તોત્રની રચના, તેમજ દરેકની અલગ મૌલિક ભાષાશૈલી જેમાં જુદા જુદા છંદ, અલંકારો, ઉપમાઓ, વર્ણનશૈલી દ્વારા વૈવિધ્યપૂર્ણ સ્તોત્રોની જુદી જુદી ભાષામાં રચના કરવામાં આવી છે.
સ્તોત્રમાં મોટા ભાગે સૌપ્રથમ મંગલાચરણ કરવામાં આવે છે, ત્યારબાદ ભક્તકવિ પોતાના ભાવોની અભિવ્યક્તિ કરે છે. કોઈક સ્તોત્રમાં પોતાના ઇષ્ટદેવ શ્રી જિનેશ્વર પ્રભુની ઉપાસના કરવાની પદ્ધતિ વર્ણવે છે તેમ કરતાં ભક્તિ હંમેશાં યાચક બની રહે છે. તેમાં ઐહિક સુખ કરતાં શાશ્વત સુખની વાત હોય છે. સાથે સાથે ભક્તકવિ આરાધ્યદેવના સ્વરૂપના મહિમાનું વર્ણન કરવાનું ચૂકતો નથી અને અંતમાં સ્તોત્રના પઠન-પાઠનથી શું અને કેવા ફળની પ્રાપ્તિ થશે તેનું વર્ણન સુમધુર સૌમ્ય ભાવે કરે છે. આમાંથી મોટા ભાગનાં તત્ત્વોનો સમાવેશ દરેક સ્તોત્રમાં એક યા બીજી રીતે પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ રીતે થતો હોય છે.
પ્રાચીન જૈનાગમોમાં આચારાંગ, સૂત્રકૃતાંગ આદિમાં ઉપધાન શ્રાધ્યયન અને વાસ્તવ જેવી વિરલ ભાવનાત્મક સ્તુતિઓ જોવા મળે છે. પરન્તુ મધ્યકાલ સુધીમાં તો ઉવસગ્ગહરે, સ્વયંભૂસ્તોત્ર, ભક્તામર સ્તોત્ર, કલ્યાણ મંદિર વગેરે હૃદયના ભાવોને જાગ્રત કરવાવાળાં અનેક સ્તોત્ર લખાયાં. આ સ્તોત્રોમાં ૨૪ તીર્થકરોનાં ગુણકીર્તન કરવાવાળાં સ્તોત્રોની પ્રધાનતા વગેરે જોવા મળે છે. તેમાં ૨૩ તીર્થકરોને સંબોધીને લખાયેલાં કુલ સ્તોત્રોની સંખ્યા જેટલા જ સ્તોત્રો એકલા શ્રી પાર્શ્વનાથ ભગવાન પર રચાયાં છે. અર્થાત્ શ્રી પાર્શ્વનાથ ભગવાનને અનુલક્ષીને લખાયેલાં સ્તોત્રોની માત્રા સૌથી વધારે છે. શ્રી પાર્શ્વનાથ પ્રભુ પછી શ્રી આદિનાથ અને શ્રી મહાવીર સ્વામી પર રચાયેલાં સ્તોત્રોનો ક્રમ આવે છે. બીજા બાકી રહેલા તીર્થકરો પર લખાયેલાં સ્તોત્રોની સંખ્યા