________________
શ્રી ભક્તામર સ્તોત્રના રચયિતા આચાર્ય માનતુંગસૂરિજી ક 137 આચાર્ય પ્રભાચંદ્રએ ક્રિયાકલાપ ટીકામાં કહ્યું છે કે, માનતુંગ અસલમાં શ્વેતામ્બર હતા અને મહાકવિ પણ હતા. ભક્તામર સ્તોત્ર, ભયહર સ્તોત્ર અને ભક્તિભર સ્તોત્ર માનતુંગસૂરિને મહાકવિ માનવા માટેની રચનાઓ છે. એ સિવાય તેમના નામે બીજી કોઈ રચનાઓનો ઉલ્લેખ દષ્ટિગોચર થતો નથી. પ્રભાચંદ્રસૂરિની આ કથાને તથ્યપૂર્ણ માનવામાં આવે તો દિગમ્બર સંપ્રદાયની દંતકથાની દૃષ્ટિએ પણ “ભક્તામર સ્તોત્ર'ની રચના માનતુંગસૂરિ જ્યારે શ્વેતામ્બર સંપ્રદાયના અનુયાયી રહ્યા હશે ત્યારે જ કરી હશે.
મંત્રપ્રયોગથી રોગને દૂર કરવો એ સાધુ-મહારાજોનાં કર્તવ્ય કે આચાર માનવામાં આવતા નથી. શ્વેતામ્બર સંપ્રદાયમાં તો આનો આગમમાં જ નિષેધ છે. તેવી જ રીતે દિગમ્બર સંપ્રદાયના મુનિ મહારાજના આચારમાં પણ આ પ્રવૃત્તિઓને સ્વીકૃત કર્તવ્યની વિરુદ્ધ, દોષયુક્ત તથા શિથિલાચાર જ માનવામાં આવશે એ વાત નિશ્ચિત છે. તાત્પર્ય કે માનતુંગસૂરિનો સંપ્રદાય પરિવર્તન જો થયો હોય તો તે કોઈ સિદ્ધાંતનો આધાર લઈને નહીં થયો હોય.
આચાર્ય પ્રભાચન્દ્રએ ક્રિયાકલાપમાં માનતુંગસૂરિને એક દિગમ્બરાચાર્યએ રોગમાંથી મુક્ત કર્યા હતા તે દિગમ્બર કોણ હતા ? કયા સંઘના, કયા સંપ્રદાયના રહ્યા હતા તે તેમણે જણાવ્યું નથી.
આ કથાના સંદર્ભમાં શ્રી મધુસૂદન ઢાંકી અને જિતેન્દ્ર શાહ જણાવે છે કે, “આ કથાથી તો એટલું જ સિદ્ધ થાય છે કે પ્રભાચંદ્ર જાણતા હતા કે સ્તોત્રકર્તા શ્વેતામ્બર સંપ્રદાયના હતા કારણ કે પોતાના સમયમાં ૧૧મી સદીના પૂર્વાર્ધમાં કંઈ નહીં તો માલવ સ્થિત દિગમ્બર સંપ્રદાયના અનુયાયીઓમાં “ભક્તામર સ્તોત્ર'નું પઠન થતું હશે. એટલે તેઓને માટે શ્વેતામ્બર રચનાકારને દિગમ્બર રૂપમાં પ્રસ્તુત કરવા જરૂરી બની ગયું હશે. જેમ શ્વેતામ્બરમાં કલ્યાણ મંદિર સ્તોત્ર અપનાવી લેવાથી કુમુદચંદ્રને સિદ્ધસેન બનાવીને શ્વેતામ્બરમાન્ય બની શકે છે કે ભક્તામરના કર્તાના સંબંધમાં ચાલેલી દિગમ્બર-કથાના પ્રતિવાદમાં શ્વેતામ્બર પ્રભાચંદ્રએ અથવા તેમનાથી થોડા સમય પૂર્વે કોઈ અન્ય શ્વેતામ્બર કર્તાએ સ્તોત્રકાર માનતુંગ પહેલાં દિગમ્બર હતા પછી શ્વેતામ્બર બન્યા એવી કથા રચી દેવામાં આવી હોય.”૧૪
આચાર્ય પ્રભાચન્દ્રની આ કથામાં જણાવ્યા પ્રમાણે માનતુંગસૂરિના સંપ્રદાય વિશેના મતમાં અનેક મુદ્દાઓ દૃષ્ટિગોચર થાય છે.
શ્વેતામ્બરાચાર્ય સિદ્ધાર્ષિ કે જેઓ દિગમ્બર પંડિત આચાર્ય પ્રભાચંદ્રથી લગભગ ૧૨૫ વર્ષ પૂર્વે થઈ ગયા. તેમણે સ્તોત્ર શબ્દના ઉદાહરણમાં ભક્તામર સ્તોત્રને જ લીધું હતું. એનું કારણ એ પણ હોઈ શકે કે “ભક્તામર સ્તોત્ર' જો દિગમ્બર રચનાકારની રચના હોત તો તે સિવાયની બીજી ઘણી રચનાઓ હતી. જેવી કે સિદ્ધસેન દિવાકર, નંદિષેણ કે બપ્પભષ્ટિની રચનાનું ઉદાહરણ શ્વેતામ્બરાચાર્ય સિદ્ધર્ષિએ આપ્યું હોત. પણ તેમણે માત્ર ભક્તામરનું ઉદાહરણ આપ્યું છે.
માનતુંગસૂરિજીએ ભક્તામર સ્તોત્રમાં જે અષ્ટ મહાભયોનો ઉલ્લેખ કર્યો છે, તેવો ઉલ્લેખ