________________
પધસંખ્યાની સમસ્યા છે 343 કર્યો નથી. જ્યારે ત્રીજો ઉત્તર તો કોઈ ગુરુકુળના છોકરાએ મૌખિક રીતે આપ્યો હતો.
આમાંથી પ્રથમ ઉત્તર તો ક્યાંય પણ સાંભળવામાં આવ્યો નથી. પહેલી વાત તો એ છે કે કલ્યાણમંદિર સ્તોત્ર પર ભક્તામર સ્તોત્ર બન્યું નથી પણ ભક્તામર સ્તોત્રના આધાર પર કલ્યાણમંદિર સ્તોત્ર બન્યું હોય એવું બની શકે છે. શ્લોકની સંખ્યામાં પણ જો અનુકરણ થયું હોય તો એ મધ્યકાલીનમાં થયેલા કુમુદાચાર્ય દ્વારા પ્રાચીન માનતુંગાચાર્યની રચનાને લઈને થયું હોય.
આનાથી વિરુદ્ધ એ વાત શક્ય નથી કે મધ્યકાલીન કુમુદચન્દ્રાચાર્યનું અનુકરણ પ્રાચીન માનતુંગાચાર્ય દ્વારા કરવામાં આવ્યું હોય. આ ઉપરાંત માનતુંગાચાર્ય અને કુમુદચન્દ્રાચાર્યનું સમકાલીન હોવું આવશ્યક નથી કારણ કે અનુકરણ તો પાછળથી પણ થઈ શકે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે ૧૨મી સદીમાં સિદ્ધસેન દિવાકર અને સમન્તભદ્રનું અનુકરણ પોતાની લાત્રિશિંકામાં કરેલું જોવા મળે છે. શ્રી હેમચંદ્રાચાર્ય, સિદ્ધસેન દિવાકર અને સમન્તભદ્રનું અનુકરણ કરવાના કારણે આ બંને પ્રાચીન સ્તુતિકારોના તેઓ સમકાલીન હોવાનું માની લેવું અર્થપૂર્ણ નથી.
તેમણે બીજા ઉત્તરને ઉપહાસજનક જણાવ્યો છે અને જે ઉત્તર છે તેનો કયો આધાર છે તે જણાવ્યું નથી.
તેમણે રજૂ કરેલા ત્રીજા ઉત્તરની વાત કરીએ તો જ્યારથી શ્વેતામ્બરોએ આગમની અવજ્ઞા અને ઉપેક્ષા કરીને મંત્ર-તંત્રમાં ફસાયા ત્યારથી તે સંપ્રદાયમાં પણ દિગમ્બર સંપ્રદાયની જેમ જ માંત્રિક સ્તોત્રો સિવાય તાંત્રિક સ્તોત્રની પણ રચના થવા લાગી. જે પૌરાણિક સ્તોત્રો મંત્રપૂર્ણ ન હતાં. તેને પણ મંત્રશક્તિ સભર માનવામાં આવ્યા. આવા સ્તોત્રોમાં ચઉસિન્થો” અર્થાત્ લોગસ્સ સૂત્ર' દશ વૈકાલિક સૂત્રની પ્રસિદ્ધ આરંભની ગાથા “ઘમ્મોમીનમુવિઝતું ને અને શાશ્વતા. મહામંગલમય માનવામાં આવેલા પંચ પરમેષ્ઠી નમસ્કાર મહામંગલને પણ નમસ્કાર મહામંત્ર માનવામાં આવ્યાં. મંત્ર, તંત્ર પર શ્વેતામ્બરોની દિલચસ્પી જેમ જેમ વધતી ગઈ. તેમ તેમ ચમત્કારિક, મહિમાવર્ધક કિંવદત્તીઓ પણ પ્રચારમાં આવતી ગઈ. આના પરિણામ સ્વરૂપે ઈ. સ. ૭૪૪થી ૮૩૯માં થઈ ગયેલાં ભદ્રકીર્તિ બપ્પભટ્ટસૂરિકૃત “શારદા સ્તવમાંથી મંત્રાસ્નાયવાળું પદ્ય લુપ્ત કરી દેવામાં આવ્યું. સિદ્ધસેન દિવાકરના હાથમાં આવેલો મંત્ર ગ્રંથ એમના વાંચતાં પહેલાં જ દેવતાઓએ છીનવી લીધો.
આ સમગ્ર ટિપ્પણીને દૃષ્ટિ સમક્ષ રાખતાં ભક્તામર સ્તોત્રને માટે મળી આવતી મધ્યકાલીન અને આધુનિક કિંવદત્તીઓમાં આલોચના શોધવાના પ્રયાસો સિદ્ધ કે સાર્થક નથી થઈ શકતા. મુખ્ય વાત તો એ છે કે જો ભક્તામર સ્તોત્રના મૂળ રૂપમાં જ ૪૮ શ્લોક હતા તો તેમાંથી શ્વેતામ્બરોએ ચાર શ્લોક કાઢી નાખ્યા તો શા માટે ? એ એક પ્રશ્ન છે. એનો ઉત્તર અજિતકુમાર જૈન શાસ્ત્રીની વિસ્તૃત ચર્ચામાંથી પ્રાપ્ત થતો નથી. | દિગમ્બર સંપ્રદાય માન્યપાઠના જે ચાર વધારાના શ્લોક છે તે મહાપ્રતિહાર્ય સંબંધિત છે.