________________
શ્રી ભક્તામર સ્તોત્ર : 279 થઈ જાય છે. આને પ્રભુની વિશેષતા માનીને કહેવાય છે કે જ્યાં પ્રભુ બિરાજે છે તેનાથી એક યોજન વિસ્તારમાં આવનાર સમગ્ર જીવ શોકરહિત બની જાય છે.
કલ્યાણમંદિર સ્તોત્રમાં પણ આ પ્રમાણે જ કહ્યું છે કે :
“સાન્નિધ્યેથી તુજ ધરમના બોધ લેતા શ્લોક દૂરે લોકો તરુ પણ અહો થાય અત્રે અશોક ! ભાનુ કેરો સમુદાય થયે નાથ આ જીવલોક શું વિબોધ ત્યમ્ નહિ લહે સાથમાં વૃક્ષ થોક’
(કલ્યાણમંદિર-૧૯)
અર્થાત્ પ્રભુના સામીપ્યમાં પ્રસન્નતાથી ખીલી રહેલું આ અશોકવૃક્ષ જોતાં એમ થાય છે કે, ‘પ્રભુની સમીપતા પામીને આ વૃક્ષ પણ અ-શોક, શોક વગરનું થઈને પ્રસન્નતાથી ખીલી ઊઠ્યું. તો પછી અમારા જેવા ચેતનવંતા જીવો શોકરહિત અશોક કેમ ન થાય ? પ્રભુ આપનું સાન્નિધ્ય પામીને અમે પણ પ્રસન્નતાથી આનંદિત થઈને ખીલી ઊઠ્યા છીએ. આપની પાસેનું વૃક્ષ ‘અશોક’ થયું તો આપની પાસે આવેલાં ભવ્ય જીવો ‘અશોક' થઈ જાય એમાં આશ્ચર્ય જેવું શું છે ?
દેવોનિર્મિત જે સમવસરણની રચના થાય છે તેમાં પ્રભુના અષ્ટ મહાપ્રતિહાર્યોમાંથી એક ખૂબ ઊંચા એવા અશોકવૃક્ષનું વર્ણન છે. આ અશોકવૃક્ષની નીલવર્ણી ઘટા અંધકારનું પ્રતીક છે. પરંતુ જેમ સૂર્યકિરણો પ્રકાશિત થતાં મેઘમંડલનાં વાદળોનો અંધકાર નાશ પામે છે તેમ અશોકવૃક્ષની નીલવર્ણી છાયાને ભેદીને સૂર્ય સમાન પ્રભુના શરીરમાંથી નીકળતાં ચમકતાં કિરણો આકાશમાં ફેલાઈ રહ્યા છે, અને અતિશય શોભી રહ્યાં છે. પ્રભુના દિવ્યપ્રભાના તેજ પાસે આ અશોકવૃક્ષ પણ નિસ્તેજ રંગ વગરનું બની જાય છે.
અર્થાત્ સૂર્યના કાર્યમાં અને સમવસરણમાં અશોકવૃક્ષને પ્રકાશી અન્ય આત્માનાં અજ્ઞાન અને કર્મરૂપી મેલનો નાશ કરનાર પ્રભુના કાર્યમાં અજબ પ્રકારનું સામ્ય જોઈ શકાય છે. બંને અંધકારનો નાશ કરનારા છે અને તે સામ્યતાને સૂરિજીએ અહીં આ શ્લોકમાં ઉત્પ્રેક્ષા અલંકાર દ્વારા રજૂ કરી છે.
શ્લોક મો
सिंहासने मणिमयूखशिखाविचित्रे,
विभ्राजते तव वपुः कनकावदातम् । बिम्बं वियद्विलसदंशुलतावितानं, तुङ्गोदयाद्रिशिरसीव सहस्ररश्मेः ।। २९ ।।