________________
512 પ / ભક્તામર તુર્થ્ય નમઃ (૨૩) ભક્તામર શતદ્વયી
શ્રીમાન ધર્મરત્ન' પ. લાલરામ શાસ્ત્રીએ ભક્તામરના પ્રત્યેક ચરણ પર તથા વિશેષ આઠ પદ્યોમાં આ કાવ્ય રચેલું છે અને તે ઉદયપુરનિવાસી જોહરી રૂપલાલ મોતીલાલ મીંડાએ પ્રસિદ્ધ કરેલું છે.
ભક્તામર સ્તોત્ર વિષયક અનેક પ્રકારનું સાહિત્ય રચાયેલું જોવા મળે છે. ઉપર્યુક્ત રર ભક્તામરની પાદપૂર્તિરૂપ કાવ્યો જાણવામાં આવ્યાં છે. પરંતુ કદાચ આનાથી પણ વધારે કાવ્યો પ્રાચીન કાળમાં રચાયાં હોય, તેવી સંભાવનાને નકારી કાઢી ન શકાય. દરેક પાદપૂર્તિરૂપ કાવ્યો ભક્તામર સ્તોત્રના પહેલા કે ચોથા ચરણને લઈને રચાયાં છે, છતાં પણ લગભગ દરેક પાદપ્રતિરૂપ કાવ્યનો વિષય અલગ-અલગ જોવા મળે છે. ઉદાહરણ તરીકે ઉપર્યુક્ત વિસ્તૃત ચર્ચા કરેલા નેમિ.ભક્તામર અને વીરભક્તામર બંને સ્તોત્ર તે સિવાય સરસ્વતી ભક્તામરમાં સરસ્વતીની સ્તુતિ છે. શાંતિ ભક્તામરમાં શાંતિનાથ ભગવાનનું જીવનચરિત્ર શ્રી લક્ષ્મી વિમલે રજૂ કર્યું છે. શ્રી પાર્શ.ભક્તામરમાં શ્રી વિનયલાભગણિએ પાર્શ્વનાથ ભગવાનના જીવનચરિત્રનું નિરૂપણ કરેલ છે. આમ દરેક પાદપૂર્તિરૂપ કાવ્યમાં વૈવિધ્ય જોવા મળે છે. આમાં શ્રી ગિરિધર શર્માનું ૧૯ર શ્લોકપ્રમાણ શ્રી ભક્તામરસ્તોત્રમ્ પાદપૂર્યાસ્કમ્ સૌથી વિશાળ અને વિશેષતાપૂર્ણ કાવ્ય છે. તેવી જ રીતે પંડિત શ્રી લાલારામ શાસ્ત્રીએ રચેલ પાદપૂર્તિરૂપ કાવ્ય “ભક્તામર શતી 'માં દરેક ચરણ પર એક શ્લોકની રચના કરી છે અને તે ઉપરાંત આઠ શ્લોકની રચના કરી છે. આ પણ ભક્તામર અને તેના પાદપૂર્તિરૂપ કાવ્યોની ગૌરવગાથા સમાન જણાય છે.
- પાદટીપ
૧. “શ્રી ભક્તામર સ્તોત્ર'ની પાદપૂર્તિરૂપ કાવ્યસંગ્રહનો પ્રથમ વિભાગ, પ્રસ્તાવના, પ્રો. હીરાલાલ
કાપડિયા, પૃ. ૪