________________
શ્રી ભક્તામર સ્તોત્ર છે 229 ન ખાતુ – ક્યારેય પણ વશ થતા નથી (બુઝાતા નથી) મરૂતી – પવનોના નિતાનાના - પહાડોને ડોલાયમાન કરનારા અવનીનામું – પહાડોને વનિતા – ડોલાવનારા નાથ – હે સ્વામી ત્વમ્ સિ ડી : – આપ દીપક છો મારમ્ – અપૂર્વ ના પ્રશ: – જગતને પ્રકાશિત કરનારા ભાવાર્થ :
હે સ્વામી ! આપ ત્રણેય જગતને સમસ્તપણે પ્રકાશિત કરનારા અપૂર્વ દીપક છો કે જેમાં ધુમાડો નથી કે નથી દિવેટ કે નથી તેલ પૂરવાની જરૂર તેમજ જેને પહાડો ડોલાવનારો પવન પણ કદી બુઝાવી શકતો નથી, કાંઈ કરી શકતો નથી. વિવેચન : ગાથા ૧૬
આ શ્લોકમાં સૂરિજીએ પ્રભુના કેવળજ્ઞાનનો મહિમા વર્ણવ્યો છે. શ્રી જિનેશ્વરદેવના અંતરમાં અપૂર્વ જ્ઞાનનો અર્થાતુ કેવળજ્ઞાનનો દીવો પ્રગટેલો છે. એટલે સ્તોત્રકાર સૂરિજી પ્રભુને અપૂર્વ દિપક કહે છે. સામાન્ય રીતે જોવામાં આવે છે તેવા તેલના દીવાના પ્રકારનો પ્રભુનો કેવળજ્ઞાનરૂપી. દીવો નથી. પરંતુ દીવાના ઉપમાન વડે સમજાવ્યું છે કે કેવળજ્ઞાનરૂપી દિપક વિશિષ્ટ પ્રકારનો દીવો છે અને તે સામાન્ય દીપકથી કઈ રીતે જુદો પડે છે. તેનું વર્ણન કરે છે અને તે દ્વારા જ્ઞાનનું મહાભ્ય પ્રગટ કર્યું છે.
ઘાતી અને અઘાતી કર્મરૂપ કષાયો અંતરાત્મામાં અંધકાર ફેલાવનારા તત્ત્વો છે. પરંતુ જેમણે કષાયો ઉપર વિજય મેળવ્યો હોય છે ત્યાં પ્રકાશ ફેલાય છે. કષાય ઉપર વિજય એ વીતરાગતા અને અંતરાત્માને પ્રકાશિત કરનારાં તત્ત્વો છે. આ આધ્યાત્મિક તત્ત્વોનું રહસ્યોદ્ઘાટન કરતાં સૂરિજી કહે છે કે, “હે પ્રભુ ! આપ સ્વયમેવ પ્રકાશમાન દીપક છો. સામાન્ય દીવા જેવા નથી. સામાન્ય દીવાને પ્રકાશમાન થવા માટે સાધન સામગ્રીની જરૂર પડે છે. પ્રકાશિત થયા પછી આવા સામાન્ય દીવાઓ ક્યારે પણ બુઝાઈ જાય તેનો નિશ્ચિતકાળ કે અવધિ નથી હોતાં. પ્રભુને પ્રાપ્ત થયેલો કેવળજ્ઞાનરૂપી દીપક અને સામાન્ય દીપક પાંચ તથ્યોમાં જુદા પડતાં સૂરિજીએ દર્શાવ્યાં છે.'
સામાન્ય દીવાને પ્રજ્વલિત કરવા માટે વાટની જરૂર પડે છે. વાટ વગર દીવો પ્રજ્વલિત થવો અસંભવિત છે. શ્રી જિનેશ્વરદેવને આવી વાટની જરૂર હોતી નથી. અહીં વાટને મોહ અને મિથ્યાત્વ સાથે સરખાવવામાં આવી છે. કેવળજ્ઞાનરૂપી જ્ઞાનદીપકને પ્રગટાવવા માટે આવી વાટની જરૂર હોતી નથી.
સામાન્ય દિવાને પ્રજ્વલિત કરવા માટે તેલની પણ જરૂર પડે છે. તેલ એ ચીકણાપણાનું પ્રતીક છે. ગુંદર અને તેલ એ બંને ચીકણા પદાર્થ ગણાય છે. ગુંદરનું ચીકણાપણું પાણીથી સાફ થઈ જાય છે. પરંતુ તેલની ચીકાશ પાણીથી સાફ થતી નથી. તેથી જ મોહ અને રાગને તેલની ઉપમા આપી છે. પરંતુ પ્રભુ તો વીતરાગી છે. તેથી જ સૂરિજીએ અહીં અપવર્જિતતલપૂર