________________
પદ્યસંખ્યાની સમસ્યા * 371 છે. બાકી બંને સરખા જ ગુચ્છકો છે, એમણે કરેલા અનુમાન સાથે સહમત થવું મુશ્કેલ છે. કારણ કે ભક્તામરના અનેક શ્વેતામ્બર વૃત્તિકા૨ોમાંથી જરૂર કોઈકે ને કોઈકે તો ચાર અતિરિક્ત શ્લોકવાળી ઘટનાનો ઉલ્લેખ તો કર્યો જ હોત. પરંતુ આવો ઉલ્લેખ ક્યાંય પણ મળતો નથી. આ બધાં જ ગુચ્છકો મૂળ સ્તોત્રકારનાં તો નથી જ, પરંતુ ઘણાં અર્વાચીન પણ છે. શ્રી માનતુંગસૂરિજી વિરચિત ભક્તામર સ્તોત્ર સાથે આનો કોઈ મેળ બેસતો જ નથી. તેથી જ કોઈએ કશું છોડ્યું નથી. અનેક દિગમ્બર રચનાકારોને કંઈક ગુમાવ્યું છે તેવું જણાયું તેથી તેમણે પોતપોતાના તરફથી પોતાની મતિ-ગતિ-શક્તિ અનુસાર મૂળ સ્તોત્રમાં ક્ષતિ માનીને તેની પૂર્તિ અર્થે ચાર નવા શ્લોકો રચી દીધા. જેના ફળ સ્વરૂપે ૪૪-૪૮ શ્લોકોની વિવાદાસ્પદ સમસ્યા ઉદ્ભવી.
શ્રી કટારિયાજી એ નથી જણાવી શક્યા કે ગુચ્છકો કેમ બની ગયાં. કોણે બનાવી લીધા અને આ ચાર શ્લોકો છોડવાવાળા કોણ હતાં ? આ જ ચાર અતિરિક્ત શ્લોકના વિવિધ ગુચ્છકોને જોઈને મૂળ ૪૮ના ૪૪ શ્લોક બનાવી દેવાવાળા શ્વેતામ્બરો રહ્યા હોય તો આશ્ચર્ય છે કે આ વિશેષ ગુચ્છકો શ્વેતામ્બરોના બદલે દિગમ્બરોની પાસે જ સુરક્ષિત કેમ રહ્યાં ? જો ૪૮ શ્લોકીય રચના જ મૌલિક હતી, તો બીજી ગુચ્છક રચના માટે કારણ જ ક્યાં ઉપસ્થિત થાય છે ? એ પણ એક પ્રશ્ન છે. જો એમ માનવામાં આવે કે શ્વેતામ્બર પાઠના ૪૪ શ્લોકવાળી પ્રતો જોઈને
આ બધા ગુચ્છક બની ગયા તો પ્રશ્ન આ ઉપસ્થિત થાય છે કે આ બધાં ગુચ્છકોની રચના ક્યારે થઈ હશે ? પહેલાં જો ૪૮ પઘ રહ્યાં જ હતા પછી કોઈ પણ કારણવશ કોઈકે ચાર શ્લોક કાઢી નાખીને ૪૪ શ્લોક બનાવી દીધા, જેને જોઈને શ્વેતામ્બરોમાં ૪૪ શ્લોકીય પાઠની પ્રથા ચાલુ થઈ. પછી તેનાથી વિચિત્ર પરિસ્થિતિ ઉત્પન્ન થઈ અને તેનાથી છુટકારો મેળવવા માટે નવાં ગુચ્છકો રચી દેવામાં આવ્યાં. આ બધાં ભ્રાંતિચક્રો જ છે. આનાથી સત્યઘટનાનું રહસ્યોદ્ઘાટન નથી થતું. મૂળભૂત રીતે તો દિગમ્બરોની સામે પણ મધ્યયુગ સુધી ૪૪ શ્લોકવાળી જ ભક્તામરની રચના હતી. પરંતુ તેમાં ચાર પ્રતિહાર્યોની અનુપસ્થિતિ માનીને આ ક્ષતિની પૂર્તિ કરવાની ચેષ્ટા ત્યાં અલગ અલગ સમય દેશ-કાળમાં જુદી જુદી વ્યક્તિઓ દ્વારા થઈ.
દિગમ્બરાચાર્ય શ્રી પ્રભાચન્દ્રએ ભક્તામર સ્તોત્રના જે પાઠ પર પોતાની ટીકા રજૂ કરી છે એમાં ૪૪ બ્લોક હતા કે ૪૮ શ્લોક ? જો ૪૮ શ્લોક હોય તો શું અતિરિક્ત ચાર શ્લોક ''Īમ્મીજતાર''થી શરૂ થવાવાળું ગુચ્છક હતું કે બીજા ગુચ્છકોમાંથી કોઈક હતું ? આ મુદ્દો ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. પરંતુ શ્રી અજિતકુમાર જૈન શાસ્ત્રી, શ્રી અમૃતલાલ શાસ્ત્રી, નેમિચંદ્ર શાસ્ત્રી, શ્રી કટારિયા, શ્રી જ્યોતિપ્રસાદ જૈન આદિ વિદ્વાનોમાંથી કોઈએ પણ કંઈ પણ કારણવશ આની પ્રત્યક્ષ ચર્ચા કરી નથી અને કોઈ પણ જાતનો પરોક્ષ નિર્દેશ પણ કર્યો નથી.
૪૪ કે ૪૮ શ્લોકની સંખ્યાના વિષયમાં મુનિરાજ દર્શન વિજય જણાવે છે કે “આ બધા સ્તોત્રોને વાંચીને કોઈ પણ વિદ્વાન શ્રી માનતુંગસૂરિજી શ્વેતામ્બર હોવાનો દાવો કરી શકે છે. એના માટે લોકપ્રસિદ્ધ ભક્તામર સ્તોત્રના કેટલાક શ્લોકોનાં નિમ્નોક્ત તથ્ય વિચારણીય છે :
કાવ્ય ૨૫માં દેવોના નામથી તીર્થંકર ભગવાનનાં ગુણગાન કરવામાં આવ્યાં છે. એમાં