________________
શ્રી ભક્તામર સ્તોત્ર - 203 સમજાવે છે કે “હે નાથ ! તમને થઈ ગયાને ઘણો લાંબો સમય વીત્યા છતાં પણ તમારા ચારિત્રની કથા કરતાં જ અંતરનો મેલ ઓસરવા લાગે છે અને તેની અત્યાર સુધી બિડાઈ રહેલી પાંખડીઓ પટોપટ ઊઘડવા લાગે છે. તે પણ કમળના જેવું વિકસ્વર બની જાય છે. આ પ્રભુના ચારિત્રનો કેટલો મોટો મહિમા !” - શ્રી આદિનાથ ભગવાન દૂર દૂર સિદ્ધ ભૂમિમાં બિરાજે છે. અહીં ભગવાન એ સૂર્ય સમાન છે અને કાદવ જેવા સરોવરમાં ભક્તજન કમળ રૂપે રહે છે. ભગવાનનાં કિરણોનો સ્પર્શ જ્યારે ભક્તને થાય છે ત્યારે પ્રભુની સ્તુતિ સ્તવના કરવા લાગે છે. જેમ સૂર્યનાં કિરણોના સ્પર્શથી કમળની પાંખડીઓ ઊઘડી જાય છે તેમ સર્વ દોષોથી રહિત એવું પ્રભુનું સ્તવન-સ્તોત્ર તો દૂર પણ પ્રભુના વિષે કોઈ સદ્ઘાર્તા કે તેમના ચરિત્ર વિશે કંઈ પણ કથન કરવામાં આવે તો પણ અંતરનો મેલ ઓસરવા લાગે છે અને સઘળાં પાપો દૂર થાય છે. ગુણો ખીલવા લાગે છે. ભક્તના આત્માનો રોમેરોમ ઉલ્લસિત થઈ કમળની જેમ પૂર્ણ વિકસિત બની સરોવરના વાતાવરણને ઉલ્લસિત કરી આનંદવિભોર થઈ નાચી ઊઠે છે. ભક્તનો આત્મા ભગવાનના નામસ્મરણ માત્રથી જ પરમાર્થ માર્ગમાં પ્રગતિ કરે છે. સતત સ્મરણસ્તુતિ નહિ પરંતુ સામાન્ય સ્તુતિ કરવામાં આવે તો પણ પ્રભુના પ્રભાવથી જગતના જીવોનાં પાપ દૂર થાય છે. સંસારથી છૂટવાનું મિથ્યાત્વ અંધકાર દૂર કરવાનું, અનન્ય શક્તિ ભક્તજનને ભગવાન પાસેથી પ્રાપ્ત થાય છે અને શુદ્ધ સ્વરૂપનો વિકાસ થાય છે. પ્રભુની સ્તુતિ અનન્ય ભાવભક્તિથી કરવામાં આવે તો સર્વ પાપોનો નાશ થાય છે. સર્વ પાપો દૂર થાય છે.
સ્તુતિમાં અદ્ભુત સામર્થ્ય છે. કારણ કે જેની સ્તવના સ્તુતિમાં કરવામાં આવી છે તેનો પ્રભાવ અનન્ય છે. સ્તુતિ દ્વારા પરમાત્મા સાથે તાદાભ્યતા સાધી શકાય છે.
શ્રી જિનસેન સ્વામીએ મહાપુરાણમાં સ્તુતિનું સ્વરૂપ બહુ સરળ રીતે બતાવ્યું છે. પ્રભુની સ્તુતિ કરતાં ઇન્દ્ર કહે છે કે, “હે ભગવાન! મારી બુદ્ધિ મંદ હોવા છતાં હું માત્ર ભક્તિથી પ્રેરાઈને, ગુણરત્નોની ખાણ એવા હું આપની સ્તુતિ કરું છું. આપ વીતરાગ હોવા છતાં આપની સ્તુતિ કરનારને પોતાના વિશુદ્ધ પરિણામને લીધે ઉત્તમ ફળ સ્વયં પ્રાપ્ત થાય છે. પવિત્ર ગુણોનું કીર્તન કરવું તે સ્તુતિ છે. પ્રસન્ન, બુદ્ધિવંત ભવ્ય જીવ સ્તુતિ કરનાર (સ્તોતા) છે. સર્વગુણસંપન્ન એવા આપ સર્વજ્ઞદેવ સ્તુત્ય છે. અને મોક્ષસુખની પ્રાપ્તિ તે સ્તુતિનું ઉત્તમ ફળ છે. સ્વાનુભૂતિ રૂ૫ અભેદ ભક્તિ પૂરી થશે ત્યાં સ્તુત્ય અને સ્તુતિ કાર એવો ભેદ નહિ રહે.
આમ સ્તુતિનો અનન્ય મહિમા વર્ણવવામાં આવ્યો છે. સ્તુતિ એ પ્રભુથી પ્રભુતા સુધી પહોંચાડે છે.
કમળને ઉલ્લસિત કે વિકસિત કરવામાં સૌથી મહત્ત્વપૂર્ણ પ્રભાવ સૂર્યનાં કિરણોનો છે. સૂર્ય ભલે ખૂબ દૂર દૂર હોય પરંતુ તેનાં કિરણો કમળને સ્પર્શે છે ત્યારે સરોવરમાં બિડાયેલાં તે ખીલી ઊઠે છે. તેવી રીતે સંસારરૂપી ભવસરોવરમાં ભક્તાત્મારૂપી કમળ છે. અનાદિકાળના ઘોર