________________
d
જિનભક્તિ
ભક્ત અને ભગવાનના સંબંધનું નામ જ ભક્તિ છે. દરેક ધર્મમાં કે સંપ્રદાયમાં ભગવાનની ભક્તિ માટે જુદાં જુદાં સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. આમાં ભજન, શ્લોક, સ્તોત્ર, પ્રાર્થના, મંત્ર આદિનું મહત્ત્વનું સ્થાન રહ્યું છે. આરાધ્ય દેવના ગુણોની યશગાથા, તેમનો મહિમા, વૈભવ, આદિનું સુંદર નિરૂપણ ભક્ત દ્વારા સ્તોત્ર કે સ્તવનના રૂપમાં કરવામાં આવે છે. આરાધ્યદેવની આરાધનામાં જ્ઞાન અને ભક્તિ એ બે મુખ્ય તત્ત્વ છે. જ્ઞાન દૃષ્ટિનું કાર્ય કરે છે, જેને મસ્તિષ્ક સાથે સંબંધ છે. જ્યારે ભક્તિમાં હૃદયની પ્રધાનતા હોય છે. અનુભૂતિની તીવ્રતા હોય છે અને પ્રેમની પરાકાષ્ઠા હોય છે. તદ્ઉપરાંત પોતાના આરાધ્યદેવના ચરણોમાં સંપૂર્ણ શરણાગતિ સ્વીકારવાની ભાવના હોય છે. ભક્તમાં એકલવ્ય જેવી ગુરુભક્તિ અને અર્જુન જેવી એકાગ્રતા હોય છે જે ભક્તિની ચરમસીમાએ હોય છે. જ્યાં ભક્તિની રસધારામાં તરબોળ થઈને કંઈ પણ વિચાર્યા કે સમજ્યા વિના તેમાં ડૂબકી મારવાનો આનંદ મળે છે. ત્યાં જ્ઞાનની મઠારેલી ભાષાને સ્થાને ભક્તની બાળસહજ કાલીઘેલી ભાષા જ માત્ર હોય છે. ભક્તને ભગવાનનાં ગુણ, રૂપ-સૌંદર્ય, કૃપાનું ફળ, ઔદાર્યતા અને એની ક્ષમાશીલતા જ સર્વત્ર દૃષ્ટિગોચર થાય છે. એમાં કોઈ પણ પ્રકારનો સ્વાર્થ, છલ-કપટ, ફળની આશા વગેરેનો સમાવેશ થતો નથી. ત્યાં તો શુનુરા) મવિત્ત:' અથવા 'શુભેપુ અનુરાગ: મતિઃ' અર્થાત્ આરાધ્યના ગુણો પ્રત્યે જે અનુરાગ હોય છે તે જ ભક્તિ. આવી ભક્તિ નિઃસ્વાર્થ, નિશ્ચલ અને નિષ્કામ હોય છે, તેમજ ભગવાન પ્રત્યેનો