________________
306 * ।। ભક્તામર તુલ્યું નમઃ ।।
ઘા પડે છે, અને ખૂબ ખરાબ રીતે માર્યા જાય છે. પરાક્રમી પુરુષ સામી છાતીએ લડે છે. તેઓ કદી પીઠ દેખાડતા નથી પણ તેમાં જીત ભાગ્યે જ મળે છે પરંતુ આવા વિકટ સમયે શ્રી આદિનાથ ભગવાનનું નામસ્મરણ ક૨વામાં આવે તો હાર-જીતમાં બદલાઈ જાય છે. જેમ ઉદય પામેલા સૂર્યનાં કિરણોની શિખાઓ વડે અંધકારના દલનો નાશ થઈ જાય છે. તેમ શ્રી આદિનાથ પ્રભુના નામસ્મરણથી આવા મહાબળવાન તથા અતિ વિશાળ સૈન્યનો નાશ થઈ જાય છે. અર્થાત્ તેને પરાભૂત કરી શકાય છે.
પરમાર્થ દૃષ્ટિએ આને સમજાવતાં ડૉ. સરયૂ મહેતા જણાવે છે કે, “સંસાર એ સમરભૂમિસમરાંગણ છે, કે જ્યાં જીવ માટે કર્મનું અનાદિકાળથી યુદ્ધ ખેલાતું આવ્યું છે. દુશ્મનોને સહાયક અશ્વો, ગજાદિ પણ આ સંગ્રામમાં જોવા મળે છે. અશ્વની ગતિ ઘણી હોય છે અને તે થોડીવારમાં તો ક્યાંના ક્યાં પહોંચી શકે છે. સંસાર-સંગ્રામનો અશ્વ તે મન. આ મનની ચંચળતા એટલી બધી છે કે તે ક્યાં ક્યાં ફરી વળે છે, તેનો તાગ કાઢવો પણ મુશ્કેલ બને છે, એને વશ કરવા જતાં તો મોટા મોટા મહારથીઓ પણ થાકી જતાં હોય છે. વળી હાથીઓનો સમૂહ સર્વને કચડવામાં સમરભૂમિમાં તૈયાર જ હોય છે. હાથી ઝડપથી આગળ વધતો નથી. જે કોઈ હડફેટમાં આવે તેની કચ્ચર કરવામાં અને ગમે તેવા ઘા વાગે તો પણ સ્થિર રહેવામાં શૂરવીર હોય છે. સંસારસંગ્રામનો ગજગણ એટલે ઇન્દ્રિયોના સમૂહનું સુખ. પાંચે ઇન્દ્રિયોનાં અનુકૂળ સુખો અશ્વ મનની સહાયથી જીવને લોભાવે છે અને જીવને નીચો પાડવામાં નિમિત્તરૂપ તથા મદદરૂપ બની રહે છે. આ ઇન્દ્રિયો પોતાનું સુખ શોધવા ચારે બાજુ ભમતી નથી, પણ જે પાસે હોય તેના ઉપભોગમાં રાચે છે અને જેમાં સુખ લાગે ત્યાંથી તે જલદી પાછી ફરતી નથી.’’૫૧
આ સંસાર એ રણભૂમિ છે. માનવીનું મન અશ્વસમાન છે અને ઇન્દ્રિયો ગસમૂહ જેવી છે. મનને જ્યાં ઇચ્છા થાય ત્યાં દોડી જાય છે જ્યાં ક્ષણિક સુખ દેખાય ત્યાં ઇન્દ્રિયો પોતાની મનગમતી પ્રવૃત્તિ કરી લે છે. આ ઇન્દ્રિયો એટલી બધી હઠાગ્રહી (શૂરવીર) હોય છે કે તે કોઈનાથી જલ્દી જીતી શકાતી નથી. મોટા મોટા મુનિજનો પણ આ ઇન્દ્રિયો આગળ હારી જતા હોય છે. એટલે કે ઇન્દ્રિયસુખમાંથી જલ્દી બહાર નીકળવું બળવાન હાથી અને અશ્વોની સેનાને જીતવા કરતાં પણ અતિ દુષ્કર છે. સંસારના પૌલિક સુખોમાંથી મુક્તિ મેળવવી એ બળવાન સૈન્ય ૫૨ વિજય મેળવવા કરતાં અતિ કઠિન છે. પરંતુ જે વીર પુરુષો છે તેઓ કદી પણ ઇન્દ્રિયસુખના ગુલામ બનતા નથી અને જો બન્યા હોય તો તેમાંથી મુક્ત થવાના હંમેશાં પ્રયત્નો કરે છે. અંતે મુક્તિ મેળવીને જ રહે છે.
વિષયસુખમાં ઇન્દ્રિયનો ગુલામ બનેલો સંસારરૂપી સંગ્રામમાં અહીંતહીં અથડાતો-કૂટાતો રહે છે અને સંકટ, વિપદા, આપત્તિથી ઘેરાયેલો રહે છે. ત્યારે જો શ્રી જિનેશ્વરદેવનું નામસ્મરણ ક૨વામાં આવે તો તે અશ્વરૂપી મન અને ઇન્દ્રિયોરૂપી ગજની સામે જીતી શકે છે. સૂરિજી જણાવે છે કે જેવી રીતે સૂર્યનાં કિરણોરૂપી ભાલા વીંઝાતા અહંકારના દલનો નાશ થાય છે, તેમ શ્રી જિનેશ્વરદેવના નામસ્મરણથી મનની ચંચળતા અને ઇન્દ્રિયોની હઠાગ્રહ વૃત્તિનો નાશ થાય છે.