________________
236
।। ભક્તામર તુર્થ્ય નમઃ II
મુખ્ય નિમિત્ત છે, તેમ પ્રભુનું તેજ પણ રાગદ્વેષરૂપી ગંદકી, કર્મરૂપી રોગ અને અજ્ઞાનરૂપી અંધકાર આદિ અનિષ્ટો દૂર કરવાનું પ્રથમ નિમિત્ત છે અને એ કાર્યની સમાનતાની અપેક્ષાએ આચાર્યજીએ પ્રભુના તેજને સૂર્ય સાથે સરખાવ્યું છે. તે યોગ્ય લાગ્યા વિના રહેતું નથી. અલબત્ત, પ્રભુનો તેજરૂપી સૂર્ય અનેક પ્રકારે ચડિયાતો છે.’૧૯
ઘાતી અને અઘાતી કર્મ સર્વનો વિલય થઈ ગયો. તેથી શ્રી જિનેશ્વરદેવની તુલના સૂર્ય સાથે કરવી સૂરિજીને યોગ્ય નથી લાગતી. સૂર્ય પ્રભુની સામે ખૂબ વામન લાગે છે. પ્રભુ તેના કરતાં અનેકગણા વિરાટ છે.
આ વિશિષ્ટતાઓને કા૨ણે લોગસ્સ સૂત્રમાં કહ્યું છે કે :
‘આન્ક્વેસુ સહિય પયાસયરા''
અર્થાત્ – શ્રી જિનેશ્વરદેવ સૂર્યથી પણ વધારે પ્રકાશિત કરનારા છે.’
સૂર્ય ઉદય અને અસ્તરૂપી સમયની મર્યાદામાં બંધાયેલો છે. છતાં જે સ્થળે તે પ્રકાશિત થાય છે ત્યાં સૌરઊર્જા પ્રાપ્ત થાય છે અને આપણામાં શારીરિક અને માનસિક પરિવર્તન લાવી પ્રસન્નતા આપે છે. પરંતુ શ્રી જિનેશ્વરદેવરૂપ સૂર્ય જ શાંતરસ, વિકા૨૨હિત સર્વજ્ઞ કેવળજ્ઞાની છે તે આપણને કેવી ૫૨મ માનસિક પ્રસન્નતા આપે છે. તેના સંદર્ભમાં સાધ્વીજી ડૉ. દિવ્યપ્રભા જણાવે છે કે, “શાંત, વિકાર રહિત તરંગો માત્ર પરમાત્મા વીતરાગ પ્રભુમાં જ નિહિત છે, તેથી જ સાધનામાં આપણે તેમને પરમ આરાધ્યદેવ માનીએ છીએ. મંત્ર અને ધ્યાન સાધનાની વિશેષ વિધિ વડે
બાહ્ય તરંગોમાં પ્રવાહિત સંસ્કાર અંતરંગમાં પરિવર્તિત કરી શકાય છે. આ પરિવર્તન આત્મવૃત્તિનું પરિવર્તન છે. આત્મવૃત્તિનું પરિવર્તન જ વાસ્તવિક પરિવર્તન છે. પરમાત્માની પરમ પ્રસન્નતાનું તે વિશેષ પાત્ર બની જાય છે. તેની તે વિશેષ નિષ્ક્રિય ક્ષમતાઓ સક્રિય થઈ જાય છે.’૨૦
‘આત્મા અમર છે’ - ભવભ્રમણના ફેરામાં તે જુદા જુદા સ્વરૂપમાં પરિવર્તિત થયા કરે છે. શરીર બદલાય છે, આત્મા એ જ છે. આત્માનો અસ્ત થતો નથી. છતાં અજ્ઞાનતાના કારણે જન્મમરણની ભ્રામિક કલ્પનામાં દૈહિક જન્મ-મરણને જીવાત્મા પોતાનાં જન્મ-મરણ માને છે. પરંતુ શ્રી જિનેશ્વરદેવનું ધ્યાન કરવાથી ભવ-ભ્રમણના મિથ્યાદર્શનથી મુક્ત થવાય છે અને આત્માના સાચા સ્વરૂપને ઓળખી શકાય છે.
તાત્પર્ય કે જગતમાં સૂર્યનો મહિમા ઘણો છે. અમુક સમય-સ્થળની મર્યાદામાં રહીને તે અંધકારનો નાશ કરે છે અને મનુષ્યને સૌરઊર્જા-શક્તિનું પ્રદાન કરે છે. પરંતુ કર્મરૂપી વાદળોનાં આવરણમાં રહેલું આત્માનું સહજ સ્વરૂપ આચ્છાદિત રહે છે. જ્યારે ઘાતી અને અધાતી સર્વ બંધનો તૂટી જાય છે અને આત્મા ચરમમાંથી ૫૨મ જેવી કર્મ રહિત સ્થિતિએ પહોંચી જિનેશ્વર સ્વરૂપ પ્રાપ્ત કરવા માટે સામર્થ્યવાન બને છે જે આત્માનું સહજ નિજ સ્વરૂપ હોય છે.
જ્યારે બાહ્ય વાતાવરણનો પ્રભાવ મન ઉપર પડે છે ત્યારે આત્માના સંસ્કારોમાં પરિવર્તન આવે છે. વિકારોથી સર્વથા રહિત આત્મા જ્યારે ભવ-ભ્રમણના ચકરાવામાં અટવાય છે ત્યારે