________________
80 । ભક્તામર તુભ્યે નમઃ ।।
Mantrashastra among the Jains is also of hoary antiquity. He claims that is antiquity goes back to the days of Parshvanatha, the 234 Tirthankara, who flourished about 850 B. C.’૧૧ અર્થાત્ “શ્રી મોહનલાલ ભગવાનદાસ ઝવેરીએ ‘જૈન મંત્રશાસ્ત્ર’નો પ્રારંભ ઈ. સ. ૮૫૦થી પૂર્વ, અર્થાત્ ભગવાન પાર્શ્વનાથના સમયથી સ્વીકાર્યો છે.”
તાત્પર્ય કે જૈન ધર્મમાં નવકાર મંત્ર શાશ્વતો મંત્ર છે. અનાદિકાળથી ચાલ્યો આવે છે. શ્રી ઝવેરીના જણાવ્યા અનુસાર પાર્શ્વનાથના સમયથી આ મંત્ર ચાલ્યો આવે છે તે ઐતિહાસિક રીતે સિદ્ધ થાય છે. તેથી કદાચ બની શકે છે કે ભગવાન પાર્શ્વનાથના સમયથી પણ ‘૧૪ પૂર્વ’ અને ‘પહેલાથી આવેલી વિદ્યા'ના રૂપમાં પ્રતિષ્ઠિત પણ હોય.
‘નવકાર-મંત્ર’ની પ્રાચીનતાના ઘણા પુરાવાઓ મળી આવે છે. ઘણા પ્રાચીન ગ્રંથોનો પ્રારંભ ‘નવકાર-મંત્ર'ના મંગલાચરણથી થયેલો મળી આવે છે. ‘નવકાર-મંત્ર’માં અપૂર્વ-શક્તિ છે કે જેના ઉચ્ચારણથી ઇન્દ્રલોકનો વૈભવ તો મળે જ છે પરંતુ પરલોકની સિદ્ધિ પણ પ્રાપ્ત થાય છે. શ્રી ભદ્રબાહુસ્વામીએ ‘ઉવસગ્ગહરં સ્તોત્ર'માં જણાવ્યું છે કે, પંચ-પરમેષ્ઠી ‘નમસ્કાર મંત્ર'થી ચિંતામણિ અને કલ્પવૃક્ષથી પણ અધિક મહત્ત્વશાળી સમ્યગ્-દર્શન પ્રાપ્ત થાય છે જેના કારણે જીવને મોક્ષસુખ મળે છે.''
૧૧મી સદીમાં થયેલાં શ્રી વાદિરાજસૂરિએ ‘એકીભાવ સ્તોત્ર'માં કહ્યું છે કે, જ્યારે પાપાચારી કૂતરો પણ ‘નવકાર-મંત્ર'ને સાંભળીને દેવ બની ગયો, તો એ નિશ્ચિત છે કે તે મંત્રનો જાપ કરવાથી આ જીવ ઇન્દ્રની લક્ષ્મીને પણ મેળવી શકે છે.''
૧૪મી સદીમાં થયેલા શ્રી જિનપ્રભસૂરિ ‘પંચ-પરમેષ્ઠી નમસ્કાર કલ્પ'માં લખે છે કે, “આ મંત્રની આરાધના કરવાવાળા યોગીજન ત્રિલોકના ઉત્તમ પદને પ્રાપ્ત કરી લે છે. આટલું જ નહીં પરંતુ સહસ્રો પાપોનું સંપાદન કરવાવાળા અને સેંકડો જીવોની હત્યા કરવાવાળા તિર્યંચ પણ આ મંત્રની ભક્તિથી સ્વર્ગમાં પહોંચી જાય છે.’’
તાત્પર્ય કે ‘નવકાર-મંત્ર’ શાશ્વતો મંત્ર છે. તેનો જાપ ક૨વાથી મોક્ષમાર્ગનું પથદર્શન સમ્યગ્ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. તેના કારણે ઇન્દ્રલોક અને પરલોક બંનેમાં મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે. ગમે તેવા ભયાનક કર્મનો કરનારો પણ નવકાર-મંત્રને પામી જાય, તેનો પાઠ-જપ, ધ્યાન કરે તો અવશ્ય ભવ-ભ્રમણના ફેરામાંથી મુક્તિ પામીને શાશ્વત સુખ – મોક્ષની પ્રાપ્તિ કરે છે.
પંચ-પરમેષ્ઠી ભક્તિ : પંચ-પરમેષ્ઠીની ભક્તિ કરવાવાળો આત્મા, અષ્ટકર્મોનો નાશ કરીને સંસારની ભ્રમણારૂપ ૮૪ લાખ યોનિમાંથી છુટકારો મેળવે છે, અને શિવ-સુખરૂપ મોક્ષની પ્રાપ્તિ કરી સામાન્યજનમાં પૂજનીય બને છે.
નવકાર-મંત્રના પંચ-પરમેષ્ઠી લોકોત્તમ છે. ત્રણે લોકના સર્વ જીવો વડે પૂજાયેલ છે. સંસારરૂપ લવણ-સમુદ્રમાં દુ:ખી થયેલાં પ્રાણીઓ માટે તે જ એક માત્ર શરણ છે. તે સર્વનું મંગલ કરનાર