________________
પદ્યસંખ્યાની સમસ્યા
શ્રી માનતુંગસૂરિજી રચિત “ભક્તામર સ્તોત્રની પદ્યસંખ્યા કેટલી? આ વિશે વિવિધ મતમતાંતરો પ્રવર્તે છે. પરંતુ એટલું તો નિશ્ચિત છે કે જેવી રીતે વાચક ઉમાસ્વાતિ વિરચિત “શ્રી તત્ત્વાર્થાધિગમ' સૂત્ર જેવી રીતે જૈનોના શ્વેતામ્બર સંપ્રદાય અને દિગમ્બર સંપ્રદાય એ બંનેને માન્ય છે તેવી જ રીતે ભક્તામર સ્તોત્ર પણ બંને સંપ્રદાયને માન્ય છે. પરંતુ બંનેની માન્યતામાં શ્લોકોની સંખ્યા વિશે મતમતાંતર પ્રવર્તે છે. શ્વેતામ્બર સંપ્રદાયની માન્યતા મુજબ શ્લોકોની સંખ્યા ૪૪ની છે જ્યારે દિગમ્બર સંપ્રદાયની માન્યતા મુજબ શ્લોકોની સંખ્યા ૪૮ની છે. કારણ એ છે કે અષ્ટપ્રતિહાર્ય માનવામાં આવેલા આઠ પ્રતિહાર્યોના સમૂહમાંથી પહેલાં ચાર અને બીજામાં શેષ રહેલાં ચાર પ્રતિહાય મેળવીને પરંપરામાન્ય પૂરા આઠ પ્રતિહાર્યોના નિરૂપણરૂપ આઠ શ્લોક છે.
શ્રી હર્મન યાકોબીએ જણાવ્યું છે કે “કુમુદચન્દ્ર વિરચિત કલ્યાણમંદિર સ્તોત્ર (લગભગ ઈ. સ. ૧૧૦૦ થી ૧૧૨૫નો શૈલીગત અને રૂપગત આદર્શ ભક્તામર સ્તોત્ર રહ્યું છે. એ પણ ૪૪ શ્લોકોમાં અને વસંતતિલકા છંદમાં બનેલું છે. (અંતિમ શ્લોકમાં અલબત્ત અહીંયા આર્યાવૃત્તથી છંદોભેદ કરવામાં આવ્યો છે. જે ભક્તામર સ્તોત્રમાં નથી. એનો અર્થ એ થયો કે એ સમયે ઈ. સ. ૧રમી સદીના પ્રારંભમાં પણ અનુકરણપ્રવૃત્ત' કુમુદચન્દ્રની સામે ભક્તામર સ્તોત્રનો જે પાઠ હતો એમાં ૪૪ શ્લોક જ હતા.”
આના સંદર્ભમાં શ્રી જ્યોતિ પ્રસાદ જેન જણાવે છે કે “એક શક્યતા છે કે કુમુદચન્દ્ર કલ્યાણ મંદિરની રચના લગભગ ઈ. સ. ૧રમી સદીના