________________
60 । ભક્તામર તુભ્ય નમઃ II
આચાર્ય પૂજ્યપાદે ‘દશભક્તિ'માંથી શાંતિ ભક્તિમાં શ્રી જિનેશ્વર ભગવાનના ચરણકમલયુગલની સ્તુતિને એક એવી નદી માની છે, જેનાં શીતલ જલથી કાલોદગ્મદાવાનલ શાંત થઈ જાય છે અર્થાત્ મોક્ષ મળે છે.
અર્થાત્ શ્રી જિનેશ્વરદેવનાં ચરણયુગલની ભક્તિ કરતાં અવશ્ય મોક્ષની પ્રાપ્તિ થાય છે. તાત્પર્ય કે જિનેશ્વરદેવની ભક્તિ કરવાથી શાશ્વત સુખરૂપી મોક્ષની લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે, પછી તેનું સાધન કંઈ પણ હોય, સાધ્ય તો માત્ર આ એક જ છે અને તેની પ્રાપ્તિ જિનભક્તિ દ્વારા જ થાય છે.
જિન ભક્તિના પ્રકારો
૧. પૂજા ઃ
*
અભિધાન-રાજેન્દ્રકોશમાં “ ‘પૂજા' શબ્દ ‘પૂજ’ ધાતુથી માનવામાં આવ્યો છે. આ ‘પૂજ’ ધાતુ જ ગુરોત્ત્વ દ્વા૨ા દીર્ઘ થઈને પૂજાનું રૂપ ધારણ કરી લે છે. પૂજ ધાતુ પુષ્પાદિ દ્વારા અર્ચન કરવામાં, ગંધ, માલા, વસ્ત્ર, પાત્ર, અન્ન અને પાન આદિ દ્વારા સત્કારના અર્થમાં, સ્તવન આદિ દ્વારા સ્તવના કરવામાં અને પુષ્પ-ફળ, આહાર તથા વસ્ત્રાદિક દ્વારા ઉપચાર કરવામાં આવે છે.’’
‘પાઇઅ-સદ્-મહણવ’માં પૂજાને ‘પૂઆ' કહેવામાં આવી છે. જેનો અર્થ સેવા સત્કાર કરવાનાં અર્થમાં થાય છે.
ભાષાવિજ્ઞાનના પ્રસિદ્ધ વિદ્વાન ડૉ. સુનીતિકુમાર ચૅટર્જીએ ‘પૂજા' શબ્દની દ્રાવિડ ઉત્પત્તિનો સ્વીકાર કરતાં લખ્યું છે કે, “પૂજામાં પુષ્પોનું ચઢાવવું અતિ આવશ્યક છે, આ પુષ્પકર્મ કહેવાય છે.'’ આના આધાર પર પૂજાની વ્યાખ્યા કરતાં માર્ક કોલિન્સે' આને દ્રાવિડ શબ્દ કહ્યો છે, જે ‘પૂ’ અને ‘ગે’ શબ્દથી મળીને બન્યો છે. પૂ'નો અર્થ છે પુષ્પ અને ‘ગે’નું તાત્પર્ય છે કરવું. આ રીતે ‘પૂગે’નો અર્થ થાય છે ‘પુષ્પકર્મ’ અર્થાત્ ફૂલોનું ચઢાવવું, આ ‘પૂગે’થી પૂજા શબ્દ બન્યો છે.
જાર્લ કાર્યેન્ટિયરના કથન અનુસાર ‘પૂજા' શબ્દ ‘પુરુ' કે ‘પુચુ' દ્રાવિડ ધાતુથી બન્યો છે, જેનો અર્થ છે વિલેપન (લપેટવું), અર્થાત્ ચંદન કે સિંદૂરથી લપેડવું અથવા લોહીથી રંગવું, પૂર્વના સમયમાં પૂજાની આ જ રીત હતી.''
વિવિધ આચાર્યો અને નિગ્રંથકારોએ પૂજાની વ્યાખ્યા જુદી જુદી આપી છે.
આચાર્ય સમન્તભદ્ર પૂજાને જ ‘વૈય્યાવૃત્ત' માને છે. તેઓ કહે છે કે, દેવાધિદેવ જિનેન્દ્રના ચરણોની સેવા કરવી એ જ પૂજા છે.'
એમની આ સેવા જલ, ચંદન અને અક્ષત આદિના રૂપની ન રહેતાં ‘ગુણોના અનુસરણ’