________________
374 * । ભક્તામર તુલ્યું.નમઃ II
સ્થાપવાની વાત સ્પષ્ટ કે પ્રત્યક્ષ રૂપથી કરવામાં નથી આવી. દેવોરચિત કમળરચનાથી સંબંધિત શ્લોક આ પ્રમાણે છે :
उन्निद्र हे मनवपङ्कजपुञ्जकान्ति पर्युल्लसन्नखमयूख शिखाभिरामौ । पादौ पदानि तव यत्र जिनेन्द्रः ! धत्तः पद्मानि तत्र विबुधाः परिकल्पयन्ति ।। ३२ ।।
એનો અર્થ એવો થાય છે કે હે જિનેશ્વરદેવ ! વિકસ્વર એવા સુવર્ણના નવીન કમળોના સમૂહની કાંતિથી ઝળહળતા નખના અગ્રભાગ વડે મનોહર એવા તમારા બે પગ જ્યાં પગલાં મૂકે છે, ત્યાં દેવો સુવર્ણના નવ કમળો રચે છે.' દિગમ્બર સંપ્રદાયમાં નભોયાન અર્થાત્ યોજન પ્રમાણ ઉચ્ચ કમળો પર પ્રભુનો વિહાર'ની માન્યતા હશે તો તે પાછળથી થઈ હોવાનું જણાય છે. ત્યાં ભગવાનના નભોવિહાર અને તે સમયે સહસ્રદલ કમળનું પગલે પગલે પ્રગટ થવાની કલ્પના છે.
શ્વેતામ્બરોનો શ્લોક ૩૩ અને દિગમ્બરોના ૩૭મા શ્લોકમાં તો સામાન્ય રૂપથી જિનેન્દ્રથી સંબંધિત પ્રતિહાર્યોના ગુણગાન કર્યાં છે. ત્યાં ક્યાંય પણ નિકટવર્તી પ્રતિહાર્યોમાં અંગપૂજાની વાત જ નથી. તો પછી મુનિશ્રી દર્શનવિજયજી વારંવાર અંગપૂજનને શા માટે અપેક્ષિત માને છે? તેનું કારણ જાણવામાં આવતું નથી.
શ્વેતામ્બરોમાં શ્લોક ૩૪ અને દિગમ્બરોમાં શ્લોક ૩૮માં તેમજ તે પછીના સાત શ્લોકોમાં (૩૪થી ૪૨) અષ્ટભય નિવારણની વાત કરી છે. જે મહાભય છે તેનું નિવારણ પ્રભુના નામસ્મરણ-જાપ આદિથી થાય છે. અર્થાત્ પ્રભુના નામના મહિમાનું વર્ણન આ શ્લોકમાં કરવામાં આવ્યું છે. શ્રીમુનિરાજ દર્શનવિજયજીના મંતવ્ય મુજબ શ્લોક ૪૪ (દિગમ્બરમાં ૪૮)માં ‘માળા ધારણ ક૨વાનો નિર્દેશ છે અને દિગમ્બર સંપ્રદાય આનો પણ વિરોધ કરે છે. આ શ્લોક આ પ્રમાણે છે.
स्तोत्रस्रजं तव जिनेन्द्र ! गुणैर्निबद्धां भक्त्या मया रूचिरवर्णविचित्रपुष्पाम् । धत्ते जनो य इह कण्ठगतामजस्रं तं मानतुङ्गमवशा समुपैति लक्ष्मीः ।।४४।।
અર્થાત્ હે જિનેશ્વરદેવ ! મારા વડે ભક્તિથી પૂર્વોક્ત જ્ઞાનાદિ ગુણો વડે ગૂંથાયેલી તથા મનોહર અક્ષરોરૂપી વિચિત્ર પુષ્પોવાળી તમારી આ સ્તોત્રરૂપી માલાને આ સારમાં જે મનુષ્ય
નિરંતર કંઠમાં ધારણ કરે છે તે માન વડે ઉન્નતિ પામે છે. તથા લક્ષ્મી વિવશ થઈને તેની સમીપે જાય છે.' અહીંયાં ક્યાંય પણ તીર્થંકર ભગવાનને માળા પહેરાવવાની કે ધારણ કરાવવાની વાત પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે કરવામાં નથી આવી તો પછી દિગમ્બરોને આમાં શું વિરોધ હોઈ શકે? તાત્પર્ય કે દિગમ્બરોને આમાં કોઈ પણ જાતનો વિરોધ નથી અને હોઈ પણ ન શકે.