________________
શ્રી ભક્તામર સ્તોત્ર - 301 માયા અને લોભ. આ દરેકના ચાર પ્રકાર છે : અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણ, પ્રત્યાખ્યાનાવરણ અને સંજવલન. આમા અનંતાનુબંધી એ સમ્યફદર્શનના દ્યોતક છે.
અહીં દાવાનલ એ દર્શનાવરણીય કર્મનું પણ પ્રતીક છે. જેમ દર્શનાવરણીય કર્મ યથાસ્થિતિને સમજવા દેતું નથી તેમ દાવાગ્નિ પણ પોતાની પ્રચંડતામાં ફેલાઈને, વ્યાપકતામાં ઉદ્ભૂત થઈને વાસ્તવિકતાથી વંચિત કરી દે છે. તેની વિકરાળતા ઘાતી કર્મની ઉન્મત્તતાથી એકરૂપતા બતાવે છે. છતાં પણ પરમાત્માના સ્મરણરૂપ જળથી આ દાવાગ્નિરૂપ માયા નિષ્ફળ બની જાય છે, શાંત થઈ જાય છે.
જેવી રીતે દર્શનાવરણીય કર્મ અને ઘાતી કર્મ બંને એકરૂપ છે. તે બંને વાસ્તવિકતાને સમજવા દેતું નથી. તેમ પ્રચંડ દાવાનલ ચારે બાજુ ફેલાઈને, પોતાની વ્યાપકતામાં ઉદ્ભૂત થઈને પોતાની યથાસ્થિતિથી વંચિત રહે છે. સાચી પરિસ્થિતિનો ખ્યાલ આવતો નથી. આવા વખતે શ્રી જિનેશ્વરદેવનું નામસ્મરણ મેઘધારાઓ રૂપી જલસિંચન કરે છે. અને દાવાનલને શાંત કરે છે અર્થાત્ આવા કષાયોનો નાશ કરી મોહનીય ઘાતી કર્મનો નાશ કરે છે.
આ સાથે અગ્નિના ઉપસર્ગ દ્વારા અનંતાનુબંધી માયાનું સ્વરૂપ પણ સમજી શકાય છે. માયા એ અગ્નિની જેમ ચારે કોર ફેલાણી હોય છે. પ્રલયકાળનો પવન અગ્નિને વધારે ઉદ્દીપ્ત કરે છે, તેમ વૃત્તિઓ માયાને વધારે વિસ્તારે છે. તેથી માયામાં લપેટાયેલો ભયંકર ક્રોધને નિમંત્રણ આપે છે અને તે અગ્નિના ગુણ જેવો જ હોય છે કે જે સર્વને બાળી મૂકે છે. માયાના મદમાં મસ્ત સર્વ આત્મિક તેમજ પોદ્ગલિક સુખોથી પર થઈ જાય છે. આવી માયા જ્યારે ચોતરફથી આક્રમણ કરે છે ત્યારે તે માયા, જે જીવાત્મા પ્રભુના નામ-સ્મરણમાં તદાકાર બની જાય છે તેના ઉપર કશોય પ્રભાવ પાડી શકતી નથી. પ્રભુના નામ-સ્મરણ રૂપી જળનું સિંચન માયારૂપી દવને શાંત કરે છે.
સૂરિજીએ આ શ્લોકમાં અગ્નિભય-નિવારણનો મંત્ર પ્રસ્તુત કર્યો છે. અભયના જે શ્લોકો છે તે સ્વયં મંત્રસ્વરૂપ છે. શ્રી આદિનાથ ભગવાનની સ્તુતિ દ્વારા ભયનો નાશ કરી અભયની ચેતનાને જગાડવાનો સૂરિજી પ્રયત્ન કરી રહ્યા છે. આમાં કાલ્પનિક અને વાસ્તવિક બંને પ્રકારના ભયને નિવારવાનો પ્રયત્ન છે. શ્લોક ૩૭મો
रक्तक्षणं समदकोकिलकण्ठनीलं, क्रोधोद्धतं फणिनमुत्फणमापतन्तम् । आक्रामति क्रमयुगेन निरस्तशङ्कस्त्वन्नामनांगदमनी हृदि यस्य पुंसः ।।३७ ।।