________________
366 - || ભક્તામર તુલ્ય નમઃ || બીજી મુશ્કેલ વાત એ કે શ્રી માનતુંગસૂરિને ત્યાં સમવાયરૂપથી અષ્ટ પ્રતિહાર્યો અભિપ્રેત હતાં એવું સિદ્ધ નથી થઈ શક્યું. શ્રી માનતુંગસૂરિએ ઉત્તરની પરિપાટીના ૩૪ અતિશયોમાંથી પસંદ કરીને ચાર જ અતિશયોનું વર્ણન કર્યું છે જે પરિપાટીનું અનુકરણ આવશ્યક નિર્યુક્તિ વગેરેની પરંપરામાં જોવા મળે છે. જો શ્રી માનતુંગસૂરિ સ્વયંને સ્તોત્રની રચના કરવામાં અષ્ટ-મહાપ્રતિહાર્ય જરૂરી લાગ્યા હોત તો તેઓ આઠ પ્રતિહાર્યોનું વર્ણન કરતાં અચકાત નહીં. જે વાત રચનાકારની મૂળભૂત યોજનામાં ન રહી હોય, કલ્પનામાં પણ ન હોય, તેને જબરજસ્તીથી તેમાં સમાવિષ્ટ કરી લેવાથી અને એવું કરીને રચયિતાની સર્વાંગસુંદર અને મૌલિક રચનામાં નિઃસાર શ્લોકોને તેમાં સમાવી દેવાથી તો ભારે અસામંજસ્ય ઉત્પન્ન થાય છે. એવું કરવાનો કોઈ પણ અધિકાર મધ્યકાળમાં હતો, એવું માનવું બહુ મુશ્કેલ છે. આ અતિરિક્ત ચાર શ્લોકોને સ્વીકારી લેવાથી કોઈ સાંપ્રદાયિક માન્યતાની લાગણીને ઠેસ નથી પહોંચતી પરંતુ ઐતિહાસિક પ્રમાણિકતાને અને તથ્યવાદને તો ખૂબ મોટું નુકસાન થાય છે.
શ્રી કટારિયાએ કરેલી ચર્ચામાં સ્થાનકવાસી સંપ્રદાયમાં મુનિ અમરચંદજીએ ૪૮ શ્લોકોના હિન્દીમાં કરેલા પદ્યાનુવાદની વાત કરી છે તો સ્થાનકવાસી સંપ્રદાયમાં તો અમરચંદજી મુનિથી પણ પહેલા ૪૮ શ્લોકોવાળો પાઠ જ પ્રચલિત હતો. જામનગરથી ઈ. સ. ૧૯૧૫માં સ્થાનકવાસી મુનિ ગિરધારીલાલજી દ્વારા સંશોધિત જ્ઞાનસાગરમાં જે ભક્તામર સ્તોત્ર છે તેમાં દિગમ્બર પાઠવાળા વધારાના ચાર શ્લોકોને સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. તેનાથી પણ પહેલા ઈ. સ. ૧૯૦૯માં જેન હિતેચ્છુ અને જૈન સમાચાર (અમદાવાદ)ના ગ્રાહકોને ગુજરાતીમાં અનુવાદ સહિત ભેટ આપવામાં આવેલા ભક્તામર સ્તોત્રમાં ૪૮ શ્લોકવાળો જ પાઠ છે. અર્થાત્ સમગ્ર સ્થાનકવાસી સંપ્રદાયમાં ૪૮ શ્લોકવાળો ભક્તામર સ્તોત્રનો પાઠ પ્રચલિત હતો.
અહીં જે ચર્ચા કરવામાં આવી છે તે વિસ્જનોનાં ઐતિહાસિક અન્વેષણાનાં સ્વીકૃત ધોરણો પર આધારિત છે અને તય્યાન્વેષણના પરિપ્રેક્ષ્યમાં શું સાચું હોઈ શકે, તે ઉપલબ્ધ પ્રમાણોના આધાર પર શું યોગ્ય છે ? એટલી જ ચર્ચા કરવાની છે.
શ્રી કટારિયા અને શ્રી અજિતકુમાર શાસ્ત્રીજીએ ચાર અતિરિક્ત શ્લોકો સ્વીકારી લેવાની શ્વેતામ્બરોને સલાહ આપી છે તે સંદર્ભમાં શ્રી મધુસૂદન ઢાંકી અને શ્રી જિતેન્દ્ર શાહ જણાવે છે કે, “અમે ન તો દિગમ્બર સંપ્રદાયને, ન સ્થાનકવાસી સંપ્રદાયને કોઈ સલાહ દેવા યોગ્ય છીએ કે તમે “અમીરતાર' આદિ ચાર અતિરિક્ત પદ્યોને દૂર કરી દો, ન મંદિરમાર્ગી શ્વેતામ્બરો ને નિર્ગથેતર વિસ્જનોને આગ્રહ કરીશું કે તમે તે ચાર વિશેષ પદ્યોનો સ્વીકાર કરી લો.”
વિવિધ વિદ્વજનોનાં મંતવ્યોના આધારે કરવામાં આવેલી ચર્ચામાં પુરાવાના આધારે જોવા જઈએ તો મૂળ સ્તોત્રકર્તા શ્રી માનતુંગસૂરિને ૪૪ શ્લોકો જ અપેક્ષિત રહ્યા હતા. અથવા આજે જે ઉપલબ્ધ રચના મળી આવે છે તેમાં રહેલા ૪૮ શ્લોકો જ જો ભૂતકાળમાં રહ્યા હોય એવું માની લઈએ તો પણ આ ચાર શ્લોકો લાંબા સમય સુધી સ્તોત્રમાંથી ગુમ થયેલા હતા તેમ માનવું પડે. અતિરિક્ત ચાર શ્લોકોવાળા જેટલાં પણ ચાર કે પાંચ ગુચ્છકો ઉપલબ્ધ છે તે બધાંમાં શ્રી