________________
જિનભક્તિ
57
જિનેશ્વરદેવની સ્તુતિથી માત્ર પુણ્યકર્મનો બંધ જ નથી થતો પરંતુ સમ્યક્ દર્શનની પ્રાપ્તિ થાય છે. જે મોક્ષ મેળવવાનું મુખ્ય સાધન છે. ભક્તિમાં આરાધ્ય પ્રત્યે જેટલો અનુરાગ હોય છે એટલી જ શ્રદ્ધા પણ હોય છે. આ બંનેના સમન્વયનું નામ જ ભક્તિ છે.'
આચાર્ય કુંદકુંદસૂરિએ પણ ફરમાવ્યું છે કે શ્રી જિનેશ્વરદેવની ભક્તિથી જ મોક્ષપ્રાપ્તિના માર્ગનું નિરૂપણ થાય છે, યથાઃ
“જહ ફણિરાઓ સોહરફણમણિમણિક્કકિ૨ણ વિષ્ણુરિઓ । તહ વિમલદંસણધરો જિણમત્તી પવયણે જીવો ।।''
અર્થાત્ ‘નિર્મલ સમ્યગ્ દર્શનનો ધારક જીવ છે જે જિનભક્તિ સહિત છે, અને તે જિનનું પ્રવચન કરવાથી મોક્ષમાર્ગનું નિરૂપણ થાય છે તે વિષય શોભાયમાન છે.'
આચાર્ય સમન્તભદ્રે પણ ભક્તિ દ્વારા મોક્ષમાં બિરાજમાન થવાની વાત ‘સ્તુતિવિદ્યા’માં જણાવી છે. આચાર્ય પૂજ્યપાદની દસ ભક્તિઓમાં, ભક્તિથી મોક્ષ પ્રાપ્ત કરવાનું વર્ણન ઘણા સ્થાને કર્યું છે. ભગવાન સિદ્ધની વંદના કરતાં તેઓ લખે છે કે, બત્રીશ દોષ રહિત કાયોત્સર્ગ કરીને, જે અત્યંત ભક્તિ સહિત, શુદ્ધાત્મા સ્વરૂપ ભગવાન, સિદ્ધની વંદના કરે છે, તે શીઘ્ર જ મોક્ષને પ્રાપ્ત કરી લે છે.’૪
સમાધિભક્તિ'માં તેઓ સ્પષ્ટ કહે છે કે, ‘ભગવાન જિનેન્દ્રની એકાકી ભક્તિ જ સમસ્ત દુર્ગતિઓને દૂર કરવા, પૂર્ણ કરવા અને મોક્ષ લક્ષ્મીને આપવાને માટે સમર્થ છે.’૫
આત્મા પર લાગેલા કર્મબંધનના આવરણને દૂર કરવા માટે ભક્તની એકાકી ભક્તિ જ સામર્થ્યવાન છે. કારણ કે જિનેશ્વરદેવની ભક્તિ દ્વારા આત્માની સમસ્ત દુર્ગતિઓનો નાશ થાય છે એટલે કે કર્મની નિર્જરા થાય છે અને નવા કર્મનો સંવર થાય છે. તેથી કરીને મોક્ષરૂપી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે.
ભક્તિ અને જ્ઞાનનો પણ અતૂટ સંબંધ છે. જ્ઞાન વિનાની ભક્તિ અંધશ્રદ્ધા છે. જ્ઞાન સમ્યગ્ દર્શન વિના પ્રાપ્ત થતું જ નથી. અરિહંત પ્રભુના દ્રવ્ય ગુણ-પર્યાયની ઓળખાણનું નામ જ સમ્યગ્ દર્શન. આવા સમ્યગ્ દર્શનની પ્રાપ્તિ થતાં સમ્યગ્ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે.
આચાર્ય સમન્તભદ્ર જ્ઞાન વિશે સ્તુતિમાં લખે છે કે, જેવી રીતે પારસમણિના સ્પર્શથી લોઢું સુવર્ણસ્વરૂપ થઈ જાય છે, તેવી જ રીતે ભગવાનની ભક્તિ ક૨વાથી સામાન્ય જ્ઞાન - કેવળજ્ઞાન થઈ જાય છે.''
મોક્ષ આપવાવાળું જ્ઞાન, જ્ઞાનીઓની ભક્તિ કરવાથી મળે છે, પરંતુ એ એવી ભક્તિથી કે જે જ્ઞાનપૂર્વક કરવામાં આવી હોય. આવી રીતે જૈનાચાર્યોએ જ્ઞાન અને ભક્તિને એકબીજાને માટે