________________
મહાન પ્રભાવિક સ્તોત્ર 445 ભક્તામર સ્તોત્ર' જેનો માટે શ્રદ્ધાનું કેન્દ્ર છે, તો જેનેતરો માટે કુતૂહલનું કેન્દ્ર છે. ભાવસભર આ ભવ્ય રચના કવિઓ માટે કલાનો ઉત્તમ આવિષ્કાર છે. તો વિવેચકો માટે વિસ્મયનો મહોદધિ છે. આ સ્તોત્ર સાથે સંકળાયેલ ચમત્કારની ઘટના મારે મન ગૌણ છે, પરંતુ એમાં વ્યક્ત થયેલ ભક્તહૃદયની શ્રદ્ધા-સુરભિત આરત મહત્ત્વની છે. એના પ્રત્યેક શબ્દમાં મોહિની છે. એના લયમાં લાલિત્ય છે, એના ભાવમાં માધુર્ય છે અને તેના સર્જનમાં અપૂર્વ સમર્પણભાવ છે.
ભક્તામર ઉપમા, ઉપમેય, શબ્દાનુપ્રાસ જેવા વિવિધ અલંકારોથી સુશોભિત સ્તોત્ર છે. તેનું લાવણ્ય, માધુર્ય, વર્ણનશક્તિ અલૌકિક છે. આ સ્તોત્રની સાથે ચમત્કારની ઘટના સંકળાયેલી છે. શ્રદ્ધા અને ચમત્કાર બંને ક્યારેક એકબીજામાં એવાં તો ઓતપ્રોત થઈ જાય છે કે તેમને અલગ પાડવાનું કઠિન બની જાય છે.
ભક્તામર સ્તોત્રનું જેમ જેમ મનોમંથન કરતા જઈએ તેમ તેમ તેનો મર્મબોધ સમજાય છે. ભક્તામર માત્ર જિનભક્તિનું આધારરૂપ સ્તોત્ર નથી, પરંતુ તે જૈન ધર્મના, જેનદર્શનના મૂળભૂત સિદ્ધાંતોને પણ રજૂ કરે છે. સ્તોત્રકાર માનતુંગસૂરિએ સ્તોત્રના પ્રારંભમાં અને માધ્યમાં એવી શબ્દાવલીનો પ્રયોગ કર્યો છે જે સંપૂર્ણ સ્તોત્રને જેને અધ્યાત્મના મૂળ સાથે જોડી દે છે. ઉદાહરણ તરીકે આપણે “સમ્યક શબ્દને જોઈએ તો – ‘સમ્યક શબ્દ સંપૂર્ણ ભક્તામરમાં બે વાર ઉપયોગમાં લેવામાં આવ્યો છે અને તે પણ બહુ જ મહત્ત્વપૂર્ણ સ્થાને ઉપયોગમાં લેવામાં આવ્યો છે. પ્રથમ શ્લોકમાં રચનાકાર કહે છે કે, “સમ્યક્રપ્રણમ્ય જિનપાદયુગ” શ્રીમાનતુંગસૂરિને ખરેખર પ્રણામ કરવા છે, માત્ર દેખાડો કરવા માટે માથું નથી નમાવવું. ખરેખર પ્રણામ કરવા એટલે મન અને તન બંનેને સાથે રાખીને કરવામાં આવતું હૃદયપૂર્વકનું પ્રણામ. જ્યારે આપણે જાણતા હોઈએ છીએ કે આપણે કોને, કેમ અને કેવી રીતે પ્રણામ કરીએ છીએ, આપણું નમેલું મસ્તક કોના ચરણોમાં પ્રણામ કરે છે, ત્યારે કરેલું પ્રણામ સાર્થક પુરવાર થાય છે. સમ્યફ શબ્દ એ જૈન શાસનનું પાયાનું વિશેષણ છે. તત્ત્વાર્થસૂત્રનું પ્રથમ સૂત્ર છે : “સયતન જ્ઞાન વારિત્રાળ મોક્ષમા”. અહીંયાં પણ સૂરિજીએ સમ્યક્ શબ્દ પ્રયોજ્યો છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક્ ચારિત્ર અને સમ્યક્ પ્રણામ. આમ ભક્તામર સ્તોત્રના સમ્યક્ શબ્દને જ્યારે તત્ત્વાર્થસૂત્રના પ્રથમ સૂત્ર જે જેનદર્શનના અંતરાત્મા સાથે જોડી લેવામાં આવે છે ત્યારે તેની અધિક વિશિષ્ટતા પ્રાપ્ત થાય છે.
સમ્યક શબ્દ ત્રેવીસમા શ્લોકમાં ફરીથી પ્રયોજવામાં આવ્યો છે. સૂરિજી જણાવે છે કે, તમારા સમ્યક રૂપ આરાધનામાં મૃત્યુને જીતવાનું રહસ્ય છુપાયેલું છે. આ શ્લોકનું ત્રીજું ચરણ આ પ્રમાણે છે, “વાવ સમાપનમ્ય નયત્તિ મૃત્યુ અર્થાત્ તમને જ સારી રીતે પૂર્ણ રૂપથી) પ્રાપ્ત કરીને મૃત્યુને જીતે છે કારણ કે આપ પ્રભુ સ્વયં મૃત્યુંજય જ છો). અહીં પ્રશ્ન એ થાય છે કે આ મૃત્યુને જીતવું એ શું છે ? માનતુંગસૂરિએ ભક્તામર સ્તોત્ર દ્વારા શું આપણને મૃત્યુથી આગળ નીકળી જવાનો માર્ગ નથી બતાવ્યો ? શું તે લોકો જ આપણને મૃત્યુંજયનો માર્ગ નથી બતાવતા કે જેણે સ્વયં મૃત્યુ પર અતિક્રમણ કર્યું છે ? આ રીતે સૂરિજીએ ભક્તામર સ્તોત્ર દ્વારા મૃત્યુ પર વિજય મેળવવા માટેનો મંત્ર આપ્યો છે. દર્શન-જ્ઞાન-ચારિત્ર સાથે તો સમ્યફ પહેલેથી જ જોડાયેલું હતું