________________
144 * || ભક્તામર તુલ્યું નમઃ હતો, જેને સંસાર પરથી વૈરાગ્ય આવવાથી દિગમ્બરાચાર્ય ચારૂકીર્તિ પાસે દીક્ષા ગ્રહણ કરી અને મહાકીર્તિને નામે પ્રસિદ્ધ થયા. એમની બહેનની પ્રેરણાથી એમણે દિગમ્બર સંપ્રદાયનો પરિત્યાગ કરીને જિનસિંહસૂરિ પાસે શ્વેતામ્બર સાધુની દીક્ષા ગ્રહણ કરી. કાલાન્તરે તેઓ સૂરિપદને પામ્યા અને અંતમાં પોતાના શિષ્ય ગુણાકરને પટ્ટધર સ્થાપીને સમાધિમરણ પામ્યા. આ જ રાજાની સભામાં મયૂર અને બાણ નામના બે મહાકવિ હતા. મયૂર, બાણના શ્વસુર પણ હતા. મયૂરે સૂર્યશતક' નામના સ્તોત્રની રચના કરીને પોતાના કુષ્ટરોગને દૂર કર્યો અને તેના પ્રતિસ્પર્ધી તરીકે બાણે ચંડીશતક'ની રચના કરીને પોતાના કપાયેલા હાથપગને ફરીથી જોડી દીધાં. તેથી રાજા અને પ્રજા પ્રભાવિત થયા. બ્રાહ્મણધર્મીઓ એવો દંભ કરવા લાગ્યા કે અન્ય કોઈ ધર્મના વિદ્વાનોને આવો ચમત્કાર સિદ્ધ ન હોઈ શકે કે જેવા મયૂર અને બાણ હતાં. આ રાજાના મંત્રીએ મુનિ માનતુંગનું નામ લીધું. મુનિરાજને બોલાવવામાં આવ્યા. રાજાએ એમને લોખંડની બેડીઓમાં બાંધીને ૪૪ તાળાઓમાં બંદી બનાવી દીધા. ત્યારે માનતુંગે ભક્તામર સ્તોત્રની રચના કરી. એક એક શ્લોકની રચના થતાંની સાથે જ એક એક તાળું તૂટતું ગયું. સ્તોત્ર પૂરું થતાં આચાર્ય માનતુંગ સંપૂર્ણ બંધનમુક્ત થઈને કારાગૃહમાંથી બહાર આવ્યા. આ ચમત્કારનો રાજા અને પ્રજા પર અપૂર્વ પ્રભાવ પડ્યો અને જૈન ધર્મની મહાન પ્રભાવના થઈ.”
ઈ. સ. ૧૩૦૫માં મેરૂતુંગાચાર્યરચિત પ્રબંધચિંતામણિમાં રાજાનું નામ ભોજ આપવામાં આવ્યું છે. ઘટનાસ્થળ ઉજ્જયિની બતાવવામાં આવ્યું છે અને મયૂર બાણને શ્વસુર-જમાઈને બદલે બાણને સાળો અને મયૂરને બનેવી જણાવ્યા છે. તઉપરાંત બાણને કુષ્ઠરોગી અને મયૂરના હાથપગ કપાયાની વાત જણાવી છે. પ્રબંધચિંતામણિનો રચનાકાળ ઈ. સ. ૧૩૦૪ અર્થાત્ પ્રભાવકચરિતથી ર૭ વર્ષ પાછળનો છે. પ્રબંધ ચિંતામણિમાં માનતુંગના દિગમ્બરમાંથી શ્વેતામ્બર બનવાનો, દિગમ્બર સાધુપણાનું નામ તથા ગુરુનું નામ અને શ્વેતામ્બર ગુરુ શિષ્યનું નામ તથા સમાધિમરણ વગેરેનો પણ ઉલ્લેખ જોવા મળતો નથી. રાજાના મંત્રીનો પણ ઉલ્લેખ નથી પરંતુ પ્રજાએ માનતુંગને બોલાવ્યા હતા તેવું જણાવ્યું છે.
ગુણાકરસૂરિએ ભક્તામર સ્તોત્ર પર રચેલી ટીકાને સૌથી પ્રાચીન ઈ. સ. ૧૩૭૦ની માનવામાં આવે છે. તેમાં તેમણે રાજાનું નામ વૃદ્ધભોજ લખ્યું છે અને મયૂર-બાણને શ્વસુર-જમાઈ જણાવ્યા છે અને સ્તોત્રરચનાના ઘટનાસ્થળ તરીકે ઉજ્જયની લખ્યું છે. હર્મન યાકોબી, વિન્ટરનિટ્સ અને ડૉ. નેમિચંદ્ર જેને પણ ગુણાકરસૂરિની આ કથાનો ઉલ્લેખ કર્યો છે.
ઈ. સ. ૧૬૧૦માં બ્રહ્મ રાયમલ્લકૃત “ભક્તામર સ્તોત્રવૃત્તિમાં આપવામાં આવેલી કથામાં ઘટનાસ્થળ ધારાનગરી છે. રાજાનું નામ ભોજ આપવામાં આવ્યું છે અને જૈનમંત્રીનું નામ અતિસાર છે. રાજસભાના કવિ કાલિદાસ દ્વારા કાલિકાની આરાધના કરીને પોતાના કપાયેલા હાથ-પગને જોડ્યા, કવિ માઘ દ્વારા સૂર્યોપાસનાથી પોતાનો કુષ્ઠરોગ દૂર કર્યો, કવિ ભારવિ દ્વારા અંબિકાની આરાધનાથી પોતાના ભગંદર રોગને મટાડ્યો જેવા ચમત્કારોથી રાજા-પ્રજા અત્યંત પ્રભાવિત